હવામાન વિભાગની આગાહી:ગુજરાતમાં 24 કલાકમાં 31 તાલુકાઓમાં વરસાદ, હજુ બે દિવસ વરસાદી માહોલ યથાવત રહેશે, 9મી જાન્યુઆરીથી ઠંડીનું જોર વધશે

અમદાવાદ14 દિવસ પહેલા
  • કૉપી લિંક
વરસાદની ફાઈલ તસવીર - Divya Bhaskar
વરસાદની ફાઈલ તસવીર
  • આગામી 48 કલાકમાં પવનની દિશા બદલાતા રાજ્યમાં વરસાદથી રાહત મળશે

સાયક્લોનિક સર્ક્યુલેશન અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને લીધે અમદાવાદ સહિત વિવિધ વિસ્તારોમાં ઝાપટાંથી લઇને હળવા વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. ત્યારે રાજ્યમાં હજુ 48 કલાક સુધી માવઠું યથાવત રહેશે. હવામાન વિભાગ મુજબ, આ બાદ પવનની દિશા બદલાતા કમોસમી વરસાદથી છૂટકારો મળશે. જોકે વરસાદ જતા જ ફરી એકવાર રાજ્યભરમાં ઠંડીનું જોર વધશે.

31 તાલુકાઓમાં વરસાદ
રાજ્યમાં છેલ્લા બે દિવસથી વરસાદી વાતાવરણ સર્જાયું છે. ગઈકાલથી આજે સવાર સુધીમાં રાજ્યના ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત તથા સૌરાષ્ટ્રના 13 જિલ્લાઓના 31 તાલુકાઓમાં છૂટો છવાયો વરસાદ નોંધાયો છે. જેમાં વેરાવળમાં સૌથી વધુ 7 એમ.એમ જ્યારે સુત્રાપાડા અને વડાલીમાં 5-5 એમ.એમ વરસાદ પડ્યો હતો.

9 જાન્યુઆરી બાદ રાજ્યમાં ઠંડીનું જોર વધશે
હવામાન વિભાગ મુજબ, આગામી 48 કલાક બાદ રાજ્યભરમાં પવનની દિશા બદલાતા માવઠાથી રાહત મળશે. પરંતુ આ સાથે જ ઠંડી વધશે. જેના પરિણામે લઘુતમ તાપમાનમાં 3 થી 5 ડિગ્રી જેટલો ઘટાડો આવી શકે છે.

ગઈકાલથી આજે સવારે 6 વાગ્યા સુધીમાં 31 તાલુકાઓમાં વરસાદ

તાલુકોવરસાદ (મિ.મિ)
વેરાવળ7
સુત્રાપાડા5
વડાલી5
ખેેડબ્રહ્મા4
દસક્રોઈ4
કોડીનાર4
જામનગર4
કોલ્યાણપુર4
લાલપુર3
ભાનવડ3
તલોદ3
ઉના3

​​​​​​બુધવારથી અનેક જિલ્લાઓમાં વરસાદ

નોંધનીય છે કે, બુધવારે સાંજથી જ રાજ્યના અનેક વિસ્તારોમાં વાતાવરણમાં પલટો આવ્યો હતો. જેના કારણે ક્યાંક વરસાદ તો ક્યાંક હળવું ઝાપટું પડ્યું હતું. અમદાવાદ શહેરના અનેક વિસ્તારોમાં બપોર બાદ વરસાદ શરૂ થયો હતો. ગઈકાલે સવારે 6 વાગ્યાથી લઈને બપોરે બે વાગ્યા સુધીમાં રાજ્યના 36 તાલુકાઓમાં વરસાદ વરસ્યો હતો.

સૌરાષ્ટ્રમાં માવઠાથી ખેડૂતો ચિંતિત
બુધવારે સાંજના સમયે રાજકોટમાં કેટલાક વિસ્તારોમાં વરસાદી ઝાપટાં પડ્યાં હતાં, જે સતત 5થી 10 મિનિટ સુધી ચાલુ રહ્યાં હતાં, જેને કારણે રોડ-રસ્તા ભીના થઈ ગયા હતા. હવામાન વિભાગના જણાવ્યાનુસાર, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પાવરફુલ હોવાને કારણે વાતાવરણમાં પલટો આવ્યો છે. 24 કલાકમાં સૌરાષ્ટ્રના ગીર સોમનાથ, દેવભૂમિ દ્વારકા, જામનગર તથા રાજકોટના કેટલાક તાલુકાઓમાં માવઠાથી ખેડૂતોમાં ચિંતા જોવા મળી રહી છે.