ફરી મેઘાનું આગમન:અમદાવાદમાં વિવિધ વિસ્તારમાં વરસાદ, આજે શહેરમાં ભારે વરસાદની આગાહી

અમદાવાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક

રાજ્યમાં અતિભારે વરસાદની આગાહી કરી છે અને રાજ્યના 5 જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કરાયું છે. કચ્છ અને સૌરાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે અમદાવાદ શહેરમાં રાત્રે મેઘરાજાએ બેટિંગ શરૂ કરી છે. શહેરના વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે.

હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે આગામી 24 કલાક રાજ્યમાં સાર્વત્રિક વરસાદ રહેશે. આ દરમિયાન 14 જિલ્લામાં અત્યંત ભારે વરસાદની સંભાવના છે. જ્યારે અમદાવાદ શહેરમાં ભારે વરસાદની આગાહી કરી છે.

શહેરના વિવિધ વિસ્તારોમાં મેઘરાજાએ બે દિવસ પહેલાં રવિવારે ધોધમાર વરસાદ વરસ્યો હતો. ત્યારે આજે મંગળવારે ફરી મેઘરાજાએ પૂર્વ અમદાવાદના મણીનગર, ઈસનપુર, વિવેકાનંદનગર, જમાલપુર તો પશ્ચિમ અમદાવાદના વેજલપુર, જીવરાજપાર્ક સહિતના વિસ્તારોમાં રાત્રે વરસાદ થયો છે.

અમદાવાદ જિલ્લામાં ભારે વરસાદની આગાહીને પગલે જિલ્લા કલેક્ટર કચેરી ખાતે કંટ્રોલ રૂમ ઊભો કરાયો છે. કંટ્રોલ રૂમનો ફોન નંબર- 07927560511 છે. જ્યારે આપત્તિ વ્યવસ્થાપન કેન્દ્રનો હેલ્પલાઇન નંબર છે - 1077 છે. કોઈ પણ ઇમરજન્સી હોય, તો લોકો આ આપેલા નંબર પર સંપર્ક કરીને તાત્કાલિક મદદ મેળવી શકે છે.

અન્ય સમાચારો પણ છે...