તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વરસાદી ઝાપટા:વાતાવરણમાં પલટા સાથે અમદાવાદના કેટલાક વિસ્તારોમાં વરસાદ

અમદાવાદ9 દિવસ પહેલા
  • કૉપી લિંક
રાત્રે 10.45 વાગ્યે કેટલાક વિસ્તારમાં વીજળી સાથે વરસાદ શરૂ થયો હતો. - Divya Bhaskar
રાત્રે 10.45 વાગ્યે કેટલાક વિસ્તારમાં વીજળી સાથે વરસાદ શરૂ થયો હતો.

પાકિસ્તાન અને તેની આસપાસનાં વિસ્તારમાં સાયક્લોનિક સરક્યુલેશન સક્રીય થયું છે, જેની અસરોથી આગામી 48 કલાકમાં દક્ષિણ-પશ્ચિમી પવનો સાથે રાજ્યમાં ઉત્તર ગુજરાત સહિતના મોટાભાગના વિસ્તારોમાં વાદળિયું વાતાવરણ છવાવાની સાથે વરસાદી ઝાપટાની વકી હવામાન વિભાગે વ્યક્ત કરી છે.

અમદાવાદનું મહત્તમ તાપમાન સામાન્ય કરતાં 1.6 ડિગ્રી ગગડીને 39.4 ડિગ્રી અને લઘુતમ તાપમાન 2.3 ડિગ્રી ગગડીને 25.4 ડિગ્રી નોંધાયું હતું. સાંજના 6 વાગ્યા બાદ ઠંડા પવન શરૂ થયા હતા જ્યારે રાત્રે 10.45 વાગ્યે કેટલાક વિસ્તારમાં વીજળી સાથે વરસાદ શરૂ થયો હતો.

અન્ય સમાચારો પણ છે...