તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અમદાવાદ એરપોર્ટ પાણી-પાણી!:વરસાદ અને ભારે પવનથી એરપોર્ટ પર ઊભેલી ફ્લાઈટ ફંગોળાઈ ગઈ, ત્રણ ફ્લાઈટો ડાઈવર્ટ કરાઈ

અમદાવાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
એરપોર્ટના ટર્મિનલ એરિયામાં પાણી ભરાઈ ગયું હતું. - Divya Bhaskar
એરપોર્ટના ટર્મિનલ એરિયામાં પાણી ભરાઈ ગયું હતું.
  • ઈન્ડિગોની મુંબઈ-અમદાવાદ ફ્લાઈટે હવામાં અડધો કલાક ચક્કર મારતાં ફ્યૂઅલ ખૂટ્યું
  • જયપુર ડાઈવર્ટ કરવી પડી, મોડી રાત્રે અમદાવાદ પાછી આવી

શહેરમાં બુધવારે પવન સાથે વરસાદ તૂટી પડતાં અમદાવાદ એરપોર્ટ પર ઉભેલી ફ્લાઈટની દિશા ફરી જતાં અધિકારીઓ દોડતા થયા હતા. વધુમાં ભારે પવન અને વરસાદમાં અમદાવાદ પહોંચેલી ઇન્ડિગોની મુંબઈ-અમદાવાદ ફ્લાઈટે થોડો સમય હવામાં ચક્કર માર્યા બાદ પાયલોટે ફ્યુઅલ એલર્ટ જાહેર કરતા ફ્લાઈટ જયપુર ડાઈવર્ટ કરી હતી.

ટર્મિનલ એરિયામાં પાણી ભરાયાં
એર ઇન્ડિયાની દિલ્હી-અમદાવાદ ફ્લાઈટ અને અન્ય એક ચાર્ટર્ડ ફ્લાઈટ થોડા સમય સુધી હવામાં ફર્યા બાદ લેન્ડ ન થઈ શકતા સુરત ડાઈવર્ટ કરાઈ હતી. વરસાદને કારણે એરપોર્ટના ટર્મિનલ એરિયામાં પણ પાણી ભરાઈ ગયા હતા. બુધવારે મોડી સાંજે શહેરમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ તૂટી પડતાં ભારે પવનને કારણે અમદાવાદ એરપોર્ટ પર ઉભેલી એક ફ્લાઈટની દિશા ફરી જતા અધિકારીઓ દોડતા થયા હતા અને ફ્લાઈટને યોગ્ય દિશામાં વાળવાનો પ્રયાસ કર્યો હતો.

પેસેન્જરોને અડધો કલાક ફ્લાઇટમાં બેસાડી રાખ્યાં
190 પેસેન્જરો સાથે મુંબઈથી અમદાવાદ આવતી ઇન્ડિગોની ફ્લાઈટને એટીસીએ લેન્ડિંગની મંજૂરી ન આપતા થોડો સમય હવામાં ચક્કર લગાવ્યા હતા. જો કે ફ્લાઈટમાં ઈંધણ પતવાને આરે આવતા પાયલોટે ફ્યૂઅલ એલર્ટ જાહેર કરતાં ફ્લાઈટને જયપુર ડાઈવર્ટ કરી હતી. જ્યાં ફ્યુઅલ ભર્યા બાદ, વરસાદ રોકાતા મોડી રાતે ફ્લાઈટ અમદાવાદ આવી હતી. એજ રીતે સુરત ખાતે ડાયવર્ટ કરેલી બંને ફ્લાઈટો વરસાદ રોકાયા બાદ અમદાવાદ આવી હતી. અમદાવાદ એરપોર્ટ પર લેન્ડ થયેલી ફ્લાઈટના પેસેન્જરોને અડધો-પોણો કલાક ફ્લાઈટમાં જ બેસાડી રાખ્યા બાદ તેમને બહાર કાઢવામાં આવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...