તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Ahmedabad
  • Rainfall Was Recorded In Seven Talukas Of The State In The Last 24 Hours, With Heavy Rains Forecast In Gujarat For Three Days From Sunday

ચોમાસુ:છેલ્લા 24 કલાકમાં રાજ્યના સાત તાલુકાઓમાં વરસાદ નોંધાયો, રવિવારથી ત્રણ દિવસ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી

અમદાવાદ23 દિવસ પહેલા
  • કૉપી લિંક
રવિવારથી રાજ્યમાં ત્રણ દિવસ વરસાદની આગાહી - Divya Bhaskar
રવિવારથી રાજ્યમાં ત્રણ દિવસ વરસાદની આગાહી
  • ગુજરાતમાં અત્યાર સુધી સરેરાશ 4.80 ઈંચ વરસાદ નોંધાયો

ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી મંદ પડેલું ચોમાસું હવે આગામી 11 જુલાઇથી શરૂ થઈ શકે છે. હવામાન વિભાગે આગામી 11થી 13 જુલાઇ સુધીમાં દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરી છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 7 તાલુકાઓમાં વરસાદ ખાબક્યો છે. જેમાં અમદાવાદ જિલ્લાના ધંધુકામાં 19 મી.મી અને ડાંગના વઘઈમાં 10 મી.મી વરસાદ નોંધાયો છે. જ્યારે નવસારીના વાંસદામાં 5 મી.મી, વલસાડના કપરાડામાં 2 મી.મી, વેરાવળમાં એક, ગણદેવીમાં એક અને ડાંગના આહવામાં પણ એક મી.મી વરસાદ નોંધાયો છે.

આ વિસ્તારોમાં વરસાદ થઈ શકે છે
દક્ષિણ અને મધ્ય ગુજરાતના વિસ્તારોમાં હવામાન વિભાગના મતે આગામી 11 જુલાઇના અમદાવાદ,આણંદ,ખેડા,મહીસાગર,પંચમહાલ,દમણમાં હળવાથી મધ્યમ, 12 જુલાઇના નર્મદા,ડાંગ,તાપી,સુરત, ભરૂચમાં ભારે, સૌરાષ્ટ્ર-કચ્છમાં હળવોથી મધ્યમ જ્યારે 13જુલાઇના આણંદ,વલસાડ,નવસારી, સુરત,ભરૂચ,દમણ અને ભાવનગરમાં અતિ ભારે,દાહોદ,પંચમહાલ,બોટાદ અને અમરેલીમાં ભારે વરસાદની સંભાવના છે.

ગુજરાતમાં અત્યાર સુધી 4.84 ઈંચ વરસાદ
રાજ્યમાં અમદાવાદ સહિતના વિસ્તારોમાં વરસાદે વિરામ લેતાં બફારાથી લોકો ત્રાહિમામ પોકારી ઊઠ્યા છે. ચોમાસાની સારી જમાવટ થયા બાદ અચાનક વરસાદે વિરામ લેતાં ગરમી અને બફારાનું પ્રમાણ વધી ગયું છે.વરસાદ ખેંચાતાં રાજ્યમાં ચોમાસાની આ સીઝન દરમિયાન અત્યારસુધી સરેરાશ 4.84 ઈંચ જેટલો જ વરસાદ નોંધાયો છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં સાત તાલુકામાં જ વરસાદ નોંધાયો છે. બીજી તરફ બંગાળની ખાડીમાં નવી સિસ્ટમ ડેવલોપ થતાં ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. રવીવારથી રાજ્યના વાતાવરણમાં પલટો આવશે અને વરસાદની તિવ્રતામાં પણ વધારો થશે. વરસાદની આગાહીથી ખેડૂતો માટે પણ સારા સમાચાર છે.

રાજ્યમાં હાલ 207 જળાશયોમાં 39.10% જળસ્તર ( ફાઈલ ફોટો)
રાજ્યમાં હાલ 207 જળાશયોમાં 39.10% જળસ્તર ( ફાઈલ ફોટો)

રાજ્યના જળાશયોમાં પાણીની સ્થિતિ
હજુ આગામી 12-15 દિવસમાં કોઇ સિસ્ટમ સર્જાય નહીં તો વાવેતર કરાયેલા પાકને નુકસાનની ભીતિ ખેડૂતોને છે. આ ઉપરાંત રાજ્યમાં હાલ 207 જળાશયોમાં 39.10% જળસ્તર છે. જેમાં રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવરમાં 42.18% જળ સંગ્રહ છે. રાજ્યમાં હાલ માત્ર બે જળાશયો જ એવા છે જે સંપૂર્ણ ભરાયા છે. રાહતની વાત એ છે કે, હવામાન વિભાગના મતે આગામી પાંચ દિવસ દરમિયાન બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલમાં હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે.