મોન્સૂન રિપોર્ટ કાર્ડ:​​​​​​​રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 49 તાલુકાઓમાં વરસાદ નોંધાયો, ઉમરપાડામાં સૌથી વધુ, ઉ. ગુજરાતમાં હજુ 29 ટકા વરસાદની ઘટ

અમદાવાદ22 દિવસ પહેલા
ફાઈલ તસવીર
  • ગુજરાતમાં સીઝનનો 94 ટકા વરસાદ અત્યાર સુધીમાં પડી ચૂક્યો છે

ગુજરાતમાં ચોમાસાની આ સીઝનમાં સપ્ટેમ્બર મહિનામાં સારા વરસાદ બાદ ઓક્ટોબર મહિનાની શરૂઆતમાં પણ મેઘરાજા મહેરબાન રહ્યા છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 49 જિલ્લાઓમાં વરસાદ નોંધાયો હતો. જેમાં સુરતના ઉમરપાડામાં સૌથી વધુ 2 ઈંચ જેટલો વરસાદ નોંધાયો. ગુજરાતમાં અત્યાર સુધીમં 94.85 ટકા વરસાદ વરસી ગયો છે. આજે સવારે 6 વાગ્યાથી 8 વાગ્યા સુધીમાં એકપણ તાલુકામાં વરસાદ નોંધાયો નથી. હવામાન વિભાગ મુજબ આજથી આગામી ચાર દિવસ સુધી રાજ્યમાં વરસાદનું જોર હળવું થઈ શકે છે.

ઝોન પ્રમાણે વરસાદની સ્થિતિ
રાજ્યમાં ઝોન પ્રમાણ વરસાદની વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં 113 અને કચ્છમાં સીઝનનો 111 ટકા જેટલો વરસાદ પડી ચૂક્યો છે. જ્યારે દક્ષિણ ગુજરાતમાં 92 ટકા અને પૂર્વ-મધ્ય ગુજરાતમાં 83 ટકા વરસાદ પડ્યો છે. ઉત્તર ગુજરાતમાં હજુ પણ વરસાદની 29 ટકા જેટલી ઘટ છે. અહીં 71 ટકા વરસાદ આ સીઝન દરમિયાન પડ્યો છે.

અમદાવાદમાં શનિવારે 1 ઈંચ વરસાદથી ઉસ્માનપુરામાં પાણી ભરાયા હતા
અમદાવાદમાં શનિવારે 1 ઈંચ વરસાદથી ઉસ્માનપુરામાં પાણી ભરાયા હતા

સૌથી વધુ વરસાદ નોંધાયેલા ટોપ-10 તાલુકાઓની યાદી

જિલ્લોતાલુકોવરસાદ (મી.મીમાં)
સુરતઉમરપાડા51
તાપીકુકરમુંડા37
નર્મદાડેડિયાપાડા30
નવસારીગણદેવી27
સાબરકાંઠાપોસીના25
દાહોદસંજેલી22
સાબરકાંઠાવડાલી21
તાપીદોલવણ16
પંચમહાલહાલોલ15
દાહોદગરબડા15

અમદાવાદ જિલ્લામાં વરસાદથી ડાંગરને પાકને સૌથી વધુ નુકસાન

નોંધનીય છે કે, અમદાવાદ જિલ્લામાં સતત વરસાદને કારણે ડાંગરના પાકને સૌથી વધુ નુકસાન થયું છે. જિલ્લા પંચાયતના ઉચ્ચ અધિકારીઓના જણાવ્યા મુજબ, ધોળકા તાલુકાના કેટલાંક ગામોમાં ડાંગરના પાકને વધુ નુકસાન થયું છે. જિલ્લાના નવ તાલુકા બાવળા, દસ્ક્રોઇ, ધંધુકા, ધોલેરા, ધોળકા, દેત્રોજ, માંડલ, સાણંદ અને વિરમગામ તાલુકામાં ઊભા પાકને કેટલું નુકસાન થયું છે, તેની જાણકારી માટે જિલ્લા ખેતીવાડી વિભાગ દ્વારા સરવે થઈ રહ્યો છે.

લીંબડી પંથકમાં ભારે વરસાદથી ખેતરમાં ઊભા પાકને નુકસાન
લીંબડી પંથકમાં પડેલા ભાર વરસાદને કારણે કાનપરા ગામની આજુ બાજુમાં આવેલા ખેતરો સરોવર બની ગયા હતા. આથી જ જિલ્લામાં વાવેલા કપાસ, તલ અને મગફળીના સહિતના પાકને નિષ્ણાંતોના મતે 50 ટકાથી વધુ નુકસાન જવાની શકયતાઓ સેવાઇ રહી છે. હવે જો તડકો નહીં નિકળે અને વરસાદ થવાની સાથે ખેતરોમાં પાણી ભરાયેલા રહેશે તે જિલ્લાના ખેડૂતોને અંદાજે 700 કરોડથી વધુનું નુકસાન થવાની શકયતાઓ સેવાઇ રહી છે. ત્યારે પહેલા વરસાદ ન થવાને કારણે ખેડૂતોએ માર ખાધો અને હવે વરસાદ થવાથી ભરાયેલા પાણીને કારણે ખેડૂતોને માર ખાવાના દિવસો આવ્યા છે.