હેત વરસાવતો મેઘો:અમદાવાદના જોધપુર-સરખેજમાં એક ઇંચ ધોધમાર વરસાદ, શહેરમાં કાળા ડિબાંગ વાદળો છવાયા, વાતાવરણમાં ઠંડક

અમદાવાદ3 મહિનો પહેલા

શુક્રવારે સાંબેલાધાર 9 ઈંચ સુધીનો વરસાદ અમદાવાદ શહેરમાં નોંધાયો હતો. ત્યારે આજે શનિવારે બપોર બાદ શહેરમાં ઠેરઠેર વરસાદ પડવાનું શરૂ થયું છે. શહેરમાં ધોધમાર વરસાદ વરસાદ રહ્યો છે. શહેરના પર કાળા ડિબાંગ વાદળોની ચાદર છવાઈ ગઈ છે. વરસાદી માહોલમાં વાતાવરણ ઠંડકભર્યું થઈ ગયું છે. તો ખુશનુમા વાતાવરણને પગલે શહેરીજનોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

જોધપુર, આનંદનગર, સરખેજમાં એક ઇંચ જેટલો વરસાદ
અમદાવાદમાં બપોરે શહેરના કેટલાક વિસ્તારમાં વરસાદ પડ્યો હતો. જેમાં જોધપુર, સેટેલાઇટ, એસજી હાઇવે, સરખેજ, આનંદનગર, પ્રહલાદનગર વિસ્તારમાં એક ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો. જ્યારે આશ્રમ રોડ, ઉસ્માનપુરા, વાડજ, મણિનગર, વટવા, કાંકરિયા વિસ્તારમાં અડધો ઇંચ વરસાદ પડ્યો હતો. બાકીના વિસ્તારમાં વરસાદી છાંટા પડ્યા હતા.

શનિવારે વિવિધ વિસ્તારોમાં નોંધાયેલો વરસાદ
શનિવારે વિવિધ વિસ્તારોમાં નોંધાયેલો વરસાદ

ગઈકાલે અમદાવાદમાં ચાર ઈંચ જેટલો વરસાદ થયો હતો
અમદાવાદમાં આજે બપોરથી ભારે વરસાદ શરૂ થયો હતો. શહેરમાં ત્રણ કલાકમાં સરેરાશ ચાર ઇંચ જેટલો વરસાદ પડી ચુક્યો છે. માત્ર પશ્ચિમ વિસ્તારમાં ઉસ્માનપુરા, વાડજ, આશ્રમ રોડ, નારણપુરા વિસ્તારમાં જ સવારના 6 વાગ્યાથી 4 વાગ્યા સુધીમાં 9 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે. પૂર્વ ઝોનમાં આવેલા રખિયાલ, ગોમતીપુર સહિતના વિસ્તારોમાં 6 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે. ઓઢવ વિરાટનગર, રામોલ સહિતના વિસ્તારોમાં સાડા પાંચ ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો.

આજે રાજ્યમાં વરસાદની હવામાન વિભાગની આગાહી
આજે સવારે સાડા આઠ વાગ્યાથી આવતીકાલે સવારે સાડા આઠ વાગ્યા સુધી સૌરાષ્ટ્ર-કચ્છ, ગુજરાતના તમામ જિલ્લામાં હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે. ત્યારે અમદાવાદમાં પણ ધીમીધારે વરસાદ વરસાવાનું શરૂ થયું છે. દક્ષિણ ગુજરાતના છૂટાછવાયા વિસ્તારો આજે ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે. જેમાં નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલી તો સૌરાષ્ટ્રમાં જૂનાગઢ જિલ્લો સામેલ છે. આ સિવાય દક્ષિણ ગુજરાતના ભરૂચ, સુરત, ડાંગ અને તાપી અને સૌરાષ્ટ્ર કચ્છના પોરબંદર અને ગીર સોમનાથ જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની આગાહી કરી છે. ગાજવીજ અને 30-40 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન સાથે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર કચ્છના તમામ જિલ્લા છૂટાછવાયા વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે.

શુક્રવારે નોંધાયેલો વરસાદ
શુક્રવારે નોંધાયેલો વરસાદ
શનિવારે વરસાદને પગલે શહેર પાણી પાણી થઈ ગયું હતું
શનિવારે વરસાદને પગલે શહેર પાણી પાણી થઈ ગયું હતું
અન્ય સમાચારો પણ છે...