તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ચોમાસું:છેલ્લા 24 કલાકમાં રાજ્યના 32 તાલુકામાં મેઘમહેર, સૌથી વધુ વલસાડના કપરાડામાં 1 ઈંચ વરસાદ, આગામી પાંચ દિવસ ભારે વરસાદની આગાહી

અમદાવાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • નવસારી, ડાંગ, નર્મદા, તાપી તેમજ પંચમહાલમાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો હતો
  • દક્ષિણ ગુજરાતમાં ડાંગ, નવસારી, સુરત, ભરુચ અને તાપીમાં ભારે વરસાદની આગાહી

ગઈકાલે છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં ગણતરીના જિલ્લાઓમાં જ વરસાદી માહોલ જોવા મળ્યો હતો. ગઈકાલે રાજ્યના 32 તાલુકામાં અડધાથી 1 ઈંચ વરસાદ નોંધાયો હતો. જેમા સૌથી વધુ વલસાડના કપરાડામાં 1 ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો. ત્યારબાદ નવસારી, ડાંગ, નર્મદા, તાપી તેમજ પંચમહાલમાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો. ત્યારે હવે હવામાન વિભાગે આગામી 5 દિવસ રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં સામાન્યથી ભારે વરસાદની આગાહી કરી છે.

24 કલાકમાં 10 તાલુકામાં સૌથી વધુ વરસાદ

જિલ્લોતાલુકોવરસાદ(મિમિ)
વલસાડકપરાડાં42
વલસાડવાપી42
નવસારીખેરગામ37
નવસારીવાંસદા32
ડાંગઆહવા32
વલસાડઉમરગામ28
ડાંગવઘોઈ27
વલસાડપારડી26
નર્મદાતિલકવાડા22
તાપીકુકરમુંડા17

આગામી 5 દિવસ ક્યાં થશે મેઘમહેર?
દરિયાઈ સપાટી પર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે હવામાન વિભાગે આગામી પાંચ દિવસ સુધી દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરી છે. જેમાં ડાંગ, નવસારી, સુરત, ભરુચ અને તાપીમાં અતિ ભારે વરસાદ થઈ શકે છે. તે ઉપરાંત ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ પડવાની પણ આગાહી કરવામાં આવી છે. આજે દમણ, દાદરાનગર હવેલી, અમદાવાદ, આણંદ, અરવલ્લી, દાહોદ,ગાંધીનગર, ખેડા સહિતના વિસ્તારોમાં વરસાદ થવાની શક્યતાઓ પણ વ્યક્ત કરવામાં આવી છે.

તસવીર પ્રતિકાત્મક છે
તસવીર પ્રતિકાત્મક છે

રાજ્યમાં સતત બીજા વર્ષે સારા ચોમાસાનો અંદાજ
રાજ્યમાં સતત બીજા વર્ષે ચોમાસું સારું જવાના અણસાર હોય એમ એની શરૂઆતમાં જ સારો વરસાદ પડી રહ્યો છે. શુક્રવારે સવારની સ્થિતિએ રાજ્યમાં અત્યાર સુધીનો સરેરાશ 103.40 મિ.મી. એટલે કે ચાર ઈંચ જેટલો વરસાદ પડ્યો છે, જે સરેરાશ 12.31 ટકા જેટલો થવા જાય છે. કચ્છ ઝોનમાં 12.62 ટકા, ઉત્તર ગુજરાત ઝોનમાં સરેરાશ 12.31 ટકા, મધ્યપૂર્વ ઝોનમાં 11.83 ટકા, સૌરાષ્ટ્ર ઝોનમાં 9.91 ટકા, જ્યારે દક્ષિણ ગુજરાત ઝોનમાં સૌથી વધુ 13.74 ટકા સરેરાશ વરસાદ નોંધાયો છે.

ચાલુ વર્ષે અંદાજિત 6.894 લાખ હેક્ટર ખરીફ પાકોનું વાવેતર
IMDના અધિકારીએ જણાવ્યું હતું કે 19 જૂન સુધીમાં ગુજરાતમાં તમામ જિલ્લાઓમાં વરસાદ ૫ડ્યો છે. જ્યારે દાહોદ, છોટા ઉદેપુર, ડાંગ, તાપી, ગીર-સોમનાથ, પોરબંદર અને જૂનાગઢમાં વરસાદ પ્રમાણમાં ઓછો નોંધાયો છે. આગામી અઠવાડિયામાં રાજ્યમાં વરસાદ ૫ડવાની સંભાવના હાલ નહિવત્ છે. કૃષિ વિભાગના અધિકારી દ્વારા જણાવવામાં આવ્યુ છે કે ચાલુ વર્ષે અંદાજિત 6.894 લાખ હેક્ટર ખરીફ પાકોનું વાવેતર 21 જૂન 2021 સુધીમાં થયું છે. ગત વર્ષે સમાન સમયગાળા દરમિયાન 1.394 લાખ હેક્ટર વાવેતર થયું હતું. આ વર્ષે છેલ્લાં ત્રણ વર્ષની સરેરાશ વાવેતર વિસ્તારની સામે 8.06 ટકા વાવેતર થવા પામ્યું છે.

તસવીર પ્રતિકાત્મક છે
તસવીર પ્રતિકાત્મક છે

NDRFની કુલ 15 ટીમમાંથી 5 ટીમો ડિપ્લોય કરાઈ
NDRFની કુલ 15 ટીમમાંથી 5 ટીમ ડિપ્લોય કરી દેવામાં આવી છે, જે પૈકી 1-વલસાડ, 1-સુરત, 1-નવસારી, 1-રાજકોટ, 1-ગીર-સોમનાથ ખાતે ડિપ્લોય કરવામાં આવી છે, જ્યારે 8- ટીમ વડોદરા અને 2 ટીમ ગાંધીનગર ખાતે રિઝર્વ રાખવામાં આવી છે. વઘુમાં, એસ.ડી.આર.એફ, સી.ડબ્લ્યુ.સી., ઊર્જા વિભાગ, માર્ગ અને મકાન વિભાગ, આરોગ્ય વિભાગ, સિંચાઇ વિભાગ, જી.એસ.ડી.એમ.એ., જી.એસ.આર.ટી.સી તથા સરદાર સરોવર નિગમ લિ.ના અધિકારીઓ ઓનલાઇન મીટિંગમાં જોડાયા હતા અને ચોમાસું અંગે તમામ ૫રિસ્થિતિમાં ૫હોંચી વળવા સંપૂર્ણ રીતે સજ્જ હોવાનું જણાવ્યું હતું.