ચોમાસું:રાજ્યમાં 24 કલાકમાં 31 તાલુકામાં મેઘ મહેર, સૌથી વધુ સાયલામાં 2 ઈંચ વરસાદ, 5 દિવસ હળવાથી સામાન્ય વરસાદની આગાહી

અમદાવાદ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • રાજ્યમાં છેલ્લા ત્રણ વર્ષની સરેરાશ વાવેતર વિસ્તારની સામે 101.10 ટકા વાવેતર
  • રાજ્યમાં કુલ-168 જળાશય હાઇ એલર્ટ ઉ૫ર, 10 જળાશય એલર્ટ તથા 9 જળાશય વોર્નિંગ ઉપર

આ વર્ષે રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં મેઘ મહેર જોવા મળી છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર,દક્ષિણ તેમજ ઉત્તર ગુજરાતમાં સારો વરસાદ પડી રહ્યો છે. જોકે ગઈકાલે છેલ્લા 24 કલાકમાં માત્ર 31 તાલુકામાં અડધાથી 2 ઈંચ જેટલો વરસાદ વરસ્યો છે. ગઈકાલે સૌથી વધુ સુરેન્દ્રનગરના સાયલા તાલુકામાં 2 ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે. ત્યારબાદ અમરેલી, મોરબી, જામનગર, કચ્છ, રાજકોટ, ભાવનગર, સહિતમાં સામાન્ય વરસાદ નોંધાયો છે. ગઈકાલે રાહત કમિશનર અને અધિક સચિવ હર્ષદ આર.પટેલના અધ્યક્ષ સ્થાને વેધર વોચ ગૃપનો વેબીનાર આજે ગાંધીનગર ખાતેથી યોજવામાં આવ્યો હતો. આ વેબીનારમાં આગામી પાંચ દિવસમાં હળવાથી સામાન્ય વરસાદ થવાની શકયતા છે તેમ હવામાન વિભાગે જણાવ્યું છે.

24 કલાકમાં 10 તાલુકામાં સૌથી વધુ વરસાદ

જિલ્લોતાલુકોવરસાદ(મિમિ)
સુરેન્દ્રનગરસાયલા64
અમરેલીધારી42
સુરેન્દ્રનગરમુલી37
મોરબીમાલિયા37
મોરબીહળવદ33
જામનગરજામનગર20
કચ્છલખપત18
દેવભૂમિ દ્વારકાકલ્યાણપુર17
સુરેન્દ્રનગરચોટીલા12
ભાવનગરજેસર12

રાજ્યમાં અત્યાર સુધીમાં 1051.22 મીમી વરસાદ પડ્યો
વેધર વોચ ગૃપના વેબીનાર બાદ સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ખાતે મીડિયાને વિગતો આપતા રાહત કમિશનર હર્ષદ પટેલે જણાવ્યુ કે, આજે સવારે 6.00થી બપોરના 4 સુધી 5 તાલુકાઓમાં 1 મીમીથી લઇ 6 મીમી સુધી વરસાદ નોધાયો છે. જેમાં દેવભૂમિ દ્વારકા જિલ્લાના દ્વારકા તાલુકામાં સૌથી વધુ 6 મીમી વરસાદ વરસ્યો છે. રાજ્યમાં અત્યાર સુધી તા.15/09/2020 અંતિત 1051.22 મીમી વરસાદ પડ્યો છે. જે પાછલા ત્રીસ વર્ષની રાજ્યની એવરેજ 831મીમીની સરખામણીએ 126.50 % છે.

ચાલુ વર્ષે અંદાજીત 85.83 લાખ હેક્ટર ખરીફ પાકોનું વાવેતર
બેઠકમાં કૃષિ વિભાગ દ્વારા જણાવાયું હતું કે, રાજ્યમાં ચાલુ વર્ષે તા.14/09/2020 સુધીમાં અંદાજીત 85.83 લાખ હેક્ટર ખરીફ પાકોનું વાવેતર થયુ છે. જે ગત વર્ષે સમાન સમયગાળા દરમિયાન 85.29 લાખ હેક્ટર વાવેતર થયુ હતું. આ વર્ષે છેલ્લા ત્રણ વર્ષની સરેરાશ વાવેતર વિસ્તારની સામે 101.10 ટકા વાવેતર થયુ છે.

રાજ્યના 205 જળાશયોમાં કુલ જળસંગ્રહ 90.51 ટકા
સિંચાઇ વિભાગ દ્વારા જણાવાયું હતું કે, ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર જળાશયમાં 3,26,127 એમ.સી.એફ.ટી પાણીનો સંગ્રહ થયો છે. જે કુલ સંગ્રહ શકિતના 97.62 ટકા છે. રાજ્યનાં 205 જળાશયોમાં કુલ જળસંગ્રહ 90.51 ટકા છે. હાલ રાજ્યમાં હાઇ એલર્ટ ઉ૫ર કુલ-168 જળાશય, એલર્ટ ઉ૫ર કુલ-10 જળાશય તેમજ વોર્નીગ ઉ૫ર કુલ-09 જળાશય છે.

અન્ય સમાચારો પણ છે...