ચોમાસુ જામ્યું:28 જિલ્લામાં વરસાદ, માણાવદરમાં 1 કલાકમાં 3 ઇંચ

અમદાવાદ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
ગીરમાં વરસાદી ઝાપટામાં ભીંજાયેલા સિંહબાળને વહાલ કરતી સિંહણની આ તસવીર - Divya Bhaskar
ગીરમાં વરસાદી ઝાપટામાં ભીંજાયેલા સિંહબાળને વહાલ કરતી સિંહણની આ તસવીર

રાજ્યના 28 જિલ્લામાં ગુરુવારે હળવાથી ભારે વરસાદ નોંધાયો. જૂનાગઢ જિલ્લાના માણાવદરમાં 1 કલાકમાં ઇંચ વરસાદ તૂટી પડ્યો હતો તો આણંદમાં મધરાતે દોઢ કલાકમાં પોણા ચાર ઇંચ વરસાદ પડ્યો હતો. ખેડાના 9 તાલુકામાં સરેરાશ એક ઇંચ વરસાદ થયો હતો. ઠાસરા, મહુધા અને નડિયાદમાં અડધો ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો. જ્યારે પંચમહાલના શહેરામાં વાવાઝોડા સાથે વરસાદ તૂટી પડ્યો હતો.

આગામી 3 દિવસ તમામ જિલ્લામાં વરસાદની આગાહી
હવામાન વિભાગે આગામી ત્રણ દિવસ રાજ્યના તમામ જિલ્લામાં હળવાથી ભારે વરસાદની આગાહી કરી છે. 26 જૂને ઉત્તર ગુજરાત તથા કચ્છને બાદ કરતા તમામ જિલ્લામાં હળવોથી ભારે વરસાદ શક્ય છે.

ક્યાં કેટલો વરસાદ

કપડવંજ76 મીમી
ભુજ26 મીમી
મહુવા16 મીમી
વ.વિદ્યાનગર46 મીમી
વડોદરા26 મીમી
સુરત12 મીમી
અન્ય સમાચારો પણ છે...