તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મેઘમહેર યથાવત્:રાજ્યમાં અષાઢી બીજના દિવસે 149 તાલુકામાં મેઘરાજા વરસ્યા, અત્યારસુધીમાં સીઝનનો કુલ 18.56 ટકા વરસાદ નોંધાયો

અમદાવાદ19 દિવસ પહેલા
  • કૉપી લિંક
ઉપલેટામાં ગઈકાલે પડેલા વરસાદ બાદની તસવીર. - Divya Bhaskar
ઉપલેટામાં ગઈકાલે પડેલા વરસાદ બાદની તસવીર.
  • રાજ્યમાં મેઘરાજાની નવી ઇનિંગથી ધરતીપુત્રોમાં આનંદ
  • દક્ષિણ ગુજરાતમાં સીઝનનો અત્યારસુધીમાં સૌથી વધુ કુલ 19.31 ટકા વરસાદ થયો

રાજ્યમાં મેઘરાજાની નવી ઇનિંગ ધમાકેદાર અંદાજમાં શરૂ થઈ ગઈ છે. ગઈકાલે અષાઢી બીજના દિવસે રાજ્યના 149 જેટલા તાલુકામાં વરસાદ નોંધાયો છે. આમ, છેલ્લા બે દિવસમાં 184 તાલુકામાં વરસાદ નોંધાયો છે, જેને પગલે ધરતીપુત્રોમાં ફરી એકવાર નવો પ્રાણ પુરાયો છે અને પાણી વિના તેમના સુકાઈ રહેલા પાક ફરી સજીવન થશે.

રાજ્યમાં સીઝનનો 18.56 ટકા વરસાદ
સમગ્ર રાજ્યમાં ચોમાસાની આ વર્ષની સીઝનનો ગઈકાલ સુધીમાં કુલ 18.56 ટકા જેટલો વરસાદ નોંધાઈ ચૂક્યો છે, જેમાં કચ્છમાં ચોમાસાની અત્યારસુધીની સીઝનનો સરેરાશ 19.06 ટકા વરસાદ થયો છે, ઉત્તર ગુજરાતમાં અત્યારસુધીની સીઝનનો 16.90 ટકા વરસાદ પડ્યો છે. મધ્ય ગુજરાતમાં અત્યારસુધીની ચોમાસાની કુલ સીઝનનો 18.21 ઈંચ વરસાદ થયો છે. સૌરાષ્ટ્રમાં અત્યારસુધીની કુલ સીઝનનો 17.37 ટકા જેટલો વરસાદ થયો છે. દક્ષિણ ગુજરાતમાં સીઝનનો અત્યારસુધીનો કુલ 19.31 ટકા વરસાદ થયો છે.

અમદાવાદના વેજલપુરમાં રવિવારે વરસાદ બાદ રસ્તા પર પાણી ભરાઈ ગયાં હતાં.
અમદાવાદના વેજલપુરમાં રવિવારે વરસાદ બાદ રસ્તા પર પાણી ભરાઈ ગયાં હતાં.

15મી જુલાઈ સુધી રાજ્યમાં વરસાદની આગાહી
હવામાન વિભાગની આગાહી મુજબ, અષાઢી બીજે રથયાત્રાના દિવસથી 15મી જુલાઈ સુધી રાજ્યમાં તમામ જિલ્લાઓ, સાથે દીવ, દાદરા અને નગર હવેલીમાં વીજળીના ચમકારા સાથે મધ્યમ વરસાદ થવાની સંભાવના છે. છેલ્લા બે દિવસમાં અમરેલી, રાજકોટ, ભરૂચ, સુરેન્દ્રનગર, અમદાવાદ સહિતના જિલ્લાઓમાં વરસાદ પડ્યો હતો.

જિલ્લોતાલુકો

છેલ્લા 24 કલાકમાં વરસાદ (ઈંચમાં)

સુરતમાંગરોળ3.38
વલસાડઉમરગામ2.87
જૂનાગઢમાંગરોળ2.28
ગીર-સોમનાથસુત્રાપાડા2.28
ગીર-સોમનાથવેરાવળ1.77
સુુરતચોર્યાસી1.77
જૂૂનાગઢવેિસાવદર1.77
ભરૂચઅંકલેશ્વર1.77
ભરૂચવાલિયા1.61
અમરેલીખાંભા1.49

સમગ્ર ગુજરાતમાં મેઘો મહેરબાન

રવિવારે ગુજરાતભરમાં મેઘરાજા મહેરબાન થયા હતા. અમદાવાદમાં મોડી રાત્રે 2 કલાકમાં સરેરાશ 3 ઇંચ વરસાદ ખાબક્યો હતો. આ કારણે શહેરના 7 અંડરપાસ બંધ કરાયા હતા. જ્યારે મેંદરડામાં રવિવારે માત્ર 2 કલાકમાં 4 ઇંચ અને રાજકોટમાં 1 કલાકમાં 2 ઇંચ વરસાદ તૂટી પડતાં માર્ગો પાણીથી તરબોળ બન્યા હતા. રજાના દિવસે લોકો બહાર નીકળ્યા હોઇ વરસાદને કારણે ઠેરઠેર ટ્રાફિકજામ સર્જાયો હતો. જ્યારે રાજકોટ જિલ્લાના ઉપલેટા અને ધોરાજીમાં સાડા 3 ઇંચથી 1 ઇંચ વરસાદ પડ્યો હતો.

અમદાવાદના વિજય ચાર રસ્તા પાસે રવિવારે વરસાદ બાદની સ્થિતિ.
અમદાવાદના વિજય ચાર રસ્તા પાસે રવિવારે વરસાદ બાદની સ્થિતિ.

અમદાવાદમાં ત્રણ કલાકમાં 3 ઈંચ વરસાદ
રવિવારે અમદાવાદમાં સાંજના 6 વાગ્યાથી 9 વાગ્યા સુધીમાં, એટલે કે ત્રણ કલાકમાં સરેરાશ ત્રણ ઇંચ વરસાદ પડ્યો છે, જ્યારે અમદાવાદ શહેરમાં એક કલાકમાં સરેરાશ બે ઈંચ વરસાદ પડ્યો છે. પૂર્વ વિસ્તારમાં ઓઢવ, રખિયાલ, ગોમતીપુર, વિરાટનગર, બાપુનગર, મણિનગર, ન્યૂ રામોલ, હાથીજણ, વિસ્તારમાં ચાર ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો. નિકોલ, રામોલ, કઠવાડામાં ત્રણ ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો.

ધોરાજીમાં અનરાધાર મેઘમહેર.
ધોરાજીમાં અનરાધાર મેઘમહેર.