રાજ્યમાં સરેરાશ 70% વરસાદ:વરસાદે 50 વર્ષનો જુલાઇનો રેકોર્ડ તોડ્યો, સિઝનના 34 ઇંચ સામે 24 ઇંચ તો પડી ગયો

અમદાવાદ11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રાજ્યમાં સરેરાશ 70%, કચ્છમાં 117%, દક્ષિણમાં 82% વરસાદ

રાજ્યમાં સરેરાશ 70% વરસાદ થઇ ગયો છે. રાજ્યમાં સિઝનના સરેરાશ 34 ઇંચ વરસાદ સામે 24 ઇંચ વરસાદ તો પડી ગયો છે. કચ્છમાં સરેરાશની સામે 117 ટકા વરસાદ થઇ ગયો છે. સૌરાષ્ટ્રમાં 62 ટકા, દક્ષિણ ગુજરાતમાં 82 ટકા, મધ્ય ગુજરાતમાં 61 ટકા જ્યારે સૌથી ઓછો વરસાદ ઉત્તર ગુજરાતમાં 57 ટકા થયો છે. ઓલ ઇન્ડિયા રેઇનફોલ મંથલી સિરીઝના આંકડાઓ પ્રમાણે, છેલ્લા 50 વર્ષમાં જુલાઇ મહિનામાં આ વર્ષે સૌથી વધારે 24 ઇંચ વરસાદ થયો છે.

દાહોદના લીમખેડા તાલુકામાં સૌથી ઓછો 4.5 ઇંચ વરસાદ
રાજ્યના 31 તાલુકાઓમાં 40 ઇંચથી વધારે વરસાદ થયો છે. 86 તાલુકાઓમાં 20થી 40 ઇંચ વચ્ચે વરસાદ થયો છે. 102 તાલુકાઓમાં 10થી 20 ઇંચ, 31 તાલુકાઓમાં 5થી 10 ઇંચ વચ્ચે વરસાદ પડી ગયો છે. માત્ર એક જ તાલુકામાં 5 ઇંચથી ઓછો વરસાદ છે. દાહોદના લીમખેડામાં સૌથી ઓછો 4.5 ઇંચ જ વરસાદ થયો છે.

50 વર્ષમાં જુલાઇ મહિનામાં પડેલા વરસાદનું સરવૈયું

વર્ષજુલાઇવર્ષજુલાઇ
19764092006476
19885392013404
19944472017526
20034612022370

(વરસાદના આંકડાઓ મીમીમાં)

હવે, જળાશયોમાં પણ સંગ્રહ 65%થી વધારે

ઝોનજળસંગ્રહવરસાદ
ઉત્તર25.73%56.56%
મધ્ય44.68%60.96%
દક્ષિણ72.28%82.24%
કચ્છ70.33%117.38%
સૌરાષ્ટ્ર55.41%61.86%
અન્ય સમાચારો પણ છે...