તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મોર્નિંગ બ્રીફ:સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદ પડી શકે, લેઉવા-કડવા પાટીદાર અગ્રણીઓની બેઠક મળી, નરેશ પટેલે કહ્યું- આગામી CM પાટીદાર હોય એવી ઇચ્છા છે

2 મહિનો પહેલા

નમસ્કાર!
વડોદરાની ઇન્ટર CA થયેલી યુવતી વામા શેઠિયા સૌરાષ્ટ્રના સોનગઢ ખાતે દીક્ષા લેશે. આણંદ-વિદ્યાનગરમાં 3 સબ-સ્ટેશનના મરામતની કામગીરી હાથ ધરવા માટે આજે દિવસ દરમિયાન 5 કલાક સુધી વીજકાપ મૂકવામાં આવશે... ચાલો, શરૂ કરીએ મોર્નિંગ ન્યૂઝ બ્રીફ...

સૌથી પહેલા જોઈએ, બજાર શું કહે છે...

સેન્સેક્સ52,474.76--
ડોલરરૂ.73.07-

સોનું(અમદાવાદ)પ્રતિ 10 ગ્રામ

50,500-100

આ 3 ઘટના પર રહેશે નજર
1) વલસાડ, નવસારી, સુરત, નર્મદા, ડાંગ, દમણ, ભાવનગર, અમરેલી, સોમનાથ, દીવમાં વરસાદ પડી શકે.
2) વડોદરાની ઇન્ટર CA થયેલી યુવતી વામા શેઠિયા સૌરાષ્ટ્રના સોનગઢ ખાતે દીક્ષા લેશે.
3) આણંદ-વિદ્યાનગરમાં 3 સબ-સ્ટેશનનું મરામતની કામગીરી હાથ ધરવા માટે આજે દિવસ દરમિયાન 5 કલાક સુધી વીજકાપ મૂકવામાં આવશે.

હવે જોઈએ ગઈકાલના 5 ખાસ સમાચાર
1) ખોડલધામ ખાતે લેઉવા-કડવા સમાજના અગ્રણીઓની બેઠક, નરેશ પટેલે કહ્યું- આગામી CM પાટીદાર હોય એવી ઇચ્છા છે

ગુજરાતમાં 2022ની વિધાનસભાની ચૂંટણી માટે દરેક પક્ષ અત્યારથી કમર કસી રહ્યો છે. ત્યારે આજે ખોડલધામ કાગવડ ખાતે લેઉવા-કડવા પાટીદાર સમાજના આગેવાનોની બેઠક યોજાઈ હતી. આ અંગે નરેશ પટેલે કહ્યું હતું કે કેશુભાઈ પટેલ જેવા આગેવાન હજુ સુધી મળ્યા નથી, આગામી CM પાટીદાર સમાજનો હોય એવી ઈચ્છા છે. આ ઉપરાંત ખોડલધામ મંદિરમાં ઇતિહાસ સર્જાયો. હતો જ્યાં બેઠક પૂર્ણ થયા બાદ લેઉવા અને કડવા પાટીદારો સાથે મળીને ખોડલધામ મંદિરમાં ધજા ચડાવી હતી.
વાંચો સમાચાર વિગતવાર

2) કાગદડીના મહંતે સુસાઇડ નોટમાં લખ્યું-ભત્રીજા પાસે 2 દીકરીના 6 વીડિયો છે, એનો દુરુપયોગ કરી મને મૃત્યુના મુખમાં ધકેલી દીધો
રાજકોટના કાગદડી ગામના પાટિયા પાસે ખોડિયારધામ આશ્રમના મહંત જયરામદાસ બાપુના આપઘાતકેસ પરથી પોલીસે પડદો ઊંચકી લીધો છે. આ ચકચારી મામલામાં ગુનો નોંધાયા બાદ ત્રણેય આરોપી ભૂગર્ભમાં ઊતરી ગયા છે ત્યારે મહંતની 20 પાનાંની સુસાઈડ નોટના અંશો સામે આવ્યા છે, જેમાં મહંતે લખ્યું છે કે ભત્રીજા પાસે 2 દીકરીના 6 વીડિયો છે. એનો દુરુપયોગ કરી મને ખોટી રીતે મૃત્યુના મુખમાં ધકેલી દીધો.
વાંચો સમાચાર વિગતવાર

3) નરેશ પટેલને ચૂંટણી નજીક આવે ત્યારે જ કેમ સમાજ યાદ આવે છે? સરકારને ડિસ્ટર્બ કરવા કે પછી ત્રીજા પક્ષને ટેકાનાં એંધાણ
ખોડલધામના નરેશ પટેલને હરહંમેશ જ્યારે જ્યારે ચૂંટણીઓ નજીક આવે ત્યારે ત્યારે જ સમાજ યાદ આવે છે. બરાબર ચૂંટણી પહેલાં જ સમાજના લોકોને એકઠા કરી બંધબારણે મીટિંગો કરે છે અને પોતે મૌન ધારણ કરી લેતા હોય છે. ગઈકાલે ખોડલધામ ખાતે લેઉવા અને કડવા પટેલ સમાજના આગેવાનો મળ્યા હતા. આ દરમિયાન તેમણે કહ્યું કે, કોરોનાકાળમાં તંત્ર ફેલ થયું છે. ગુજરાતમાં ક્યારેય ત્રીજો પક્ષ ફાવ્યો નથી, પરંતુ હાલ 'આપ' જે રીતે આગળ વધે છે એનાથી ભવિષ્યમાં એનું વર્ચસ્વ હશે એવું મને લાગે છે.
વાંચો સમાચાર વિગતવાર

4) 2 વખત નેશનલ રમી ચૂકેલી યુવતીને દારૂ પીવડાવી દુષ્કર્મ બાદ આપઘાતના રહસ્યને ઘેરું બનાવતા સવાલો
વડોદરા શહેરના લક્ષ્મીપુરા વિસ્તારની 19 વર્ષની કબડ્ડી પ્લેયર યુવતીના સુસાઇડ કેસમાં ચોંકાવનારો ઘટસ્ફોટ થયો છે. સુભાનપુરામાં રહેતી કબડ્ડી પ્લેયરને તેના મિત્રો દિશાંત કહાર અને નાઝિમ મિર્ઝાએ જબરજસ્તી દારૂ પિવડાવ્યો હતો. ત્યાર બાદ દિશાંતે તેણી સાથે દુષ્કર્મ આચર્યું હોવાનું સપાટી પર આવ્યું છે. જોકે બંને યુવકોએ દારૂ સાથે નશીલી દવા ભેળવીને યુવતીને પિવડાવ્યા બાદ ગેંગરેપ કર્યાની પોલીસને શંકા છે.
વાંચો સમાચાર વિગતવાર

5) અમદાવાદ શહેરમાં 2 સહિત રાજ્યમાં 6 દર્દીનાં મોત, 490 નવા કેસ સામે 1278 દર્દી સાજા થયા, રિક્વરી રેટ 97 ટકા
રાજ્યમાં કોરોનાના નવા કેસમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. એની સાથે દૈનિક મૃત્યુ આંક પણ ઘટી રહ્યો છે. આખા રાજ્યમાં માત્ર 6 દર્દીનાં મોત થયાં છે. એમાં પણ અમદાવાદ શહેરમાં 2 અને જામનગર શહેરમાં 1, તેમજ જૂનાગઢ, ભરૂચ અને અરવલ્લીમાં 1-1નું મોત થયું છે. તો સતત બીજા દિવસે 500થી ઓછા કેસ નોંધાયા છે અને 490 નવા કેસ સામે આવ્યા છે. 24 કલાકમાં 1 હજાર 278 દર્દી ડિસ્ચાર્જ થયા છે.
વાંચો સમાચાર વિગતવાર

અન્ય સમાચારો પણ છે...