તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Ahmedabad
  • Rain May Fall In Many Districts Of North South Gujarat And Saurashtra, Walk in Vaccination For All People In Gujarat Including The Age Group Of 21 To 18 To 44

મોર્નિંગ બ્રીફ:ઉત્તર-દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના અનેક જિલ્લામાં વરસાદ પડી શકે, ગુજરાતમાં 21મીથી 18થી 44ની વયજૂથ સહિતના તમામ લોકો માટે વોક-ઇન-વેક્સિનેશન

અમદાવાદ3 મહિનો પહેલા

નમસ્કાર!

અમદાવાદમાં ફોર-વ્હીલર અને ટૂ-વ્હીલર માટે પસંદગીનો નંબર ફાળવવા માટે ઈ-ઓક્શનનો બીજો દિવસ. ધાનેરા નગરપાલિકાનાં મહિલા પ્રમુખની ચૂંટણી થશે.

....ચાલો, શરૂ કરીએ મોર્નિંગ ન્યૂઝ બ્રીફ...

સૌથી પહેલા જોઇએ, બજાર શું કહે છે....

સેન્સેક્સ52,344.45+21.12
ડોલરરૂ.73.86-0.21
સોનું(અમદાવાદ)પ્રતિ 10 ગ્રામ49,000-400

આ 3 ઘટના પર રહેશે નજર
1) ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રના અનેક જિલ્લામાં હળવોથી મધ્યમ વરસાદ પડી શકે.
2) અમદાવાદમાં ફોર-વ્હીલર અને ટૂ-વ્હીલર માટે પસંદગીનો નંબર ફાળવવા માટે ઈ-ઓક્શનનો બીજો દિવસ.
3) ધાનેરા નગરપાલિકાના મહિલા પ્રમુખની ચૂંટણી થશે, પાલિકાનાં મહિલા પ્રમુખ જગલબેન ઠાકોરનું અવસાન થતાં પ્રમુખપદ ખાલી પડ્યું છે.

હવે જોઈએ ગઈકાલના 5 ખાસ સમાચાર

1) ગુજરાતમાં 21 જૂનથી તમામ સેન્ટર્સ પર 18થી 44ની વયજૂથ સહિતના તમામ લોકો માટે વોક-ઈન-વેક્સિનેશન થશે, સોમવારથી અમલ
ગુજરાતમાં 18થી 44ની વયજૂથના લોકોને આગામી સોમવાર, તારીખ 21મી જૂન 2021થી બપોરે 3 કલાકથી કોરોના વેક્સિન માટે અગાઉથી રજિસ્ટ્રેશન વિના સમગ્ર રાજ્યના વેક્સિનેશન સેન્ટર પરથી વોક-ઈન-વેક્સિનેશન અન્વયે સ્થળ પર રજિસ્ટ્રેશન કરીને આપવામાં આવશે. મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં મળેલી કોર કમિટીની બેઠકમાં આ મહત્ત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. આ નિર્ણય સાથે જ હવે તમામ લોકોને વેક્સિન માટે રજિસ્ટ્રેશન કરાવવાની જરૂરિયાત રહેશે નહીં.
વાંચો સમાચાર વિગતવાર

2) આણંદમાં 4 કલાકમાં 7 ઇંચ વરસાદ, નીચાણવાળા વિસ્તારો બેટમાં ફેરવાયા, રસ્તાઓ પર નદી વહેતી હોય એવાં દૃશ્યો
આણંદમાં વરસાદની ધમાકેદાર શરૂઆત થઈ છે. આ બે દિવસમાં મેહુલિયો અનરાધાર વરસી રહ્યો છે. શુક્રવારે સવારે આણંદમાં જાણે આભ ફાટ્યું હોય એમ સવારે 6થી 10 વાગ્યા સુધીના 4 કલાકમાં 7 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો, જેમાં 6થી 8 વાગ્યા સુધીમાં 5 ઇંચ અને 8થી 10 વાગ્યા સુધીમાં 2 ઇંચ વરસાદ નોંધાયો છે. ભારે વરસાદને પગલે નીચાણવાળા વિસ્તારો બેટમાં ફેરવાયા છે અને રસ્તાઓ પર જાણે નદી વહેતી હોય એવાં દૃશ્યો જોવા મળ્યાં હતાં.
વાંચો સમાચાર વિગતવાર

3) ગુજરાતમાં લવ-જેહાદનો પહેલો કેસ વડોદરામાં, વિધર્મી યુવાને ખ્રિસ્તી નામ ધારણ કરીને હિન્દુ યુવતીને ફસાવી દુષ્કર્મ આચર્યું
રાજ્ય સરકાર દ્વારા ગુજરાત ધર્મ સ્વતંત્રતા સુધારા અધિનિયમ લાગુ કરાયાના ત્રણ દિવસ બાદ વડોદરાના ગોત્રી પોલીસ સ્ટેશનમાં પ્રથમ કેસ નોંધાયો છે. મુસ્લિમ યુવકે ખ્રિસ્તી હોવાનું જણાવી મિત્રતા બાંધી હિન્દુ યુવતી સાથે બળજબરીપૂર્વક સંબંધ બાંધીને તેની સાથે નિકાહ પઢ્યા હતા. ત્યાર બાદ મારઝૂડ કરીને તેના જાતિવિષયક અપશબ્દો બોલતાં મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યો હતો. પોલીસે આરોપીની ધરપકડ કરીને કાર્યવાહી હાથ ધરી છે.
વાંચો સમાચાર વિગતવાર

4) રાજકોટથી વડોદરા આવેલા જ્વેલર્સના 3 કર્મચારીને ચા-નાસ્તો રૂ.2 કરોડમાં પડ્યો, દાગીનાની ચોરી કરીને 2 શખસ ફરાર
વડોદરા શહેરના છાણી વિસ્તારમાં 2 કરોડની કિંમતના 4 કિલો સોનાના દાગીના ભરેલી બેગની ચોરી કરીને બે બાઇક સવાર ફરાર થઇ ગયા હતા. ઘટનાની જાણ થતાં ફતેગંજ પોલીસ ઘટનાસ્થળે દોડી ગઇ હતી અને પોલીસે CCTVની મદદથી તપાસ શરૂ કરી હતી. રાજકોટના રસિકલાલ જ્વેલર્સ કંપનીના કર્મચારીઓ હોવાનું જાણવા મળ્યું છે.
વાંચો સમાચાર વિગતવાર

5) 'ખાનગી સ્કૂલ વર્ષે રૂ.5000ની બુક્સ મગાવે છે, મોંઘી ફી પોસાતી નથી', અમદાવાદમાં 8 વર્ષમાં 34 હજારથી વિદ્યાર્થીઓએ ખાનગી સ્કૂલ છોડી
શૈક્ષણિક સત્ર 2021-22 શરૂ થયું છે ત્યારે હવે આર્થિક સંકડામણ અને સારી સુવિધાને કારણે ખાનગી સ્કૂલોની જગ્યાએ સરકારી સ્કૂલોમાં એડમિશન વધ્યાં છે. અમદાવાદમાં ગત વર્ષે ખાનગી સ્કૂલમાંથી 3500 જેટલા વિદ્યાર્થીઓએ સરકારી સ્કૂલમાં પ્રવેશ લીધો હતો, ત્યારે હવે નવા વર્ષની શરૂઆતના અઠવાડિયામાં જ 375 વિદ્યાર્થીએ ખાનગીમાંથી સરકારી સ્કૂલમાં એડમિશન લીધું છે. અલગ અલગ કારણોથી વાલીઓએ એડમિશન ખાનગીમાંથી સરકારી સ્કૂલોમાં ટ્રાન્સફર કર્યા છે.
વાંચો સમાચાર વિગતવાર

અન્ય સમાચારો પણ છે...