તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મોર્નિંગ ન્યૂઝ પોડકાસ્ટ:રાજ્યમાં અનેક વિસ્તારમાં વરસાદ પડી શકે છે, કચ્છના MPના ભાણેજની લાશ મળી, ટોક્યો પેરાલિમ્પિકમાં એક જ દિવસમાં ઈન્ડિયાની મેડલની હેટટ્રિક

અમદાવાદએક મહિનો પહેલા

નમસ્કાર,
આજે સોમવાર છે, તારીખ 30 ઓગસ્ટ, જન્માષ્ટમી.

આ મહત્ત્વપૂર્ણ ઘટનાઓ પર રહેશે નજર

1) આજથી 6 સપ્ટેમ્બર સુધી રાજ્યના વિવિધ વિસ્તારોમાં વરસાદ પડી શકે.
2) જન્માષ્ટમી પર્વે સોમનાથ મંદિર સવારે 4 થી રાત્રે 10 વાગ્યા સુધી ભાવિકો માટે ખુલ્લુ રહેશે.
3) 8 મહાનગરમાં આજનો દિવસ રાતના 11 વાગ્યાને બદલે 1 વાગ્યાથી સવારના 6 વાગ્યા સુધી રાત્રિ કર્ફ્યૂ રહેશે.
4) રાજકોટ શહેરના તમામ વોર્ડમાં આરોગ્ય વિભાગની જુદી-જુદી ટીમ દ્વારા પીડિયાટ્રિક સર્વે શરૂ કરવામાં આવશે.

હવે જોઈએ ગઈકાલના ખાસ સમાચાર

1) નખત્રાણામાં કોટડા પાસે છાતીમાં ગોળી વાગેલી હાલતમાં કારમાંથી મૃતદેહ મળ્યો, થોડા દિવસ પહેલા જ અમેરિકાથી આવ્યો હતો
કચ્છના સાંસદ વિનોદ ચાવડાના સગા ભાણેજ અક્ષય લોચાનો નખત્રાણાના કોટડા જડોદર પાસેથી કારમાંથી શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવતા ચકચાર મચી છે. હોન્ડા કારમાંથી મૃતદેહની સાથે એક રિવોલ્વર પણ મળી આવી છે. પોલીસે અક્ષયના મૃત્યનું કારણ જાણવા તપાસ શરૂ કરી છે.
વાંચો સમાચાર વિગતવાર

2) Dy. CMના હિન્દુવાદી નિવેદનને યોગ્ય ઠેરવતા પાટીલે કહ્યું, નીતિનભાઈએ આવનારા દિવસોનું ભવિષ્ય જોઈ વાસ્તવિકતાનું વર્ણન કર્યું
ગાંધીનગરમાં ભારતમાતા મંદિરમાં ભારતમાતાની મૂર્તિ પ્રતિષ્ઠા કાર્યક્રમ પ્રસંગે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે આપેલું ભાષણ દેશભરમાં ચર્ચામાં રહ્યું હતું. જે નિવેદન અંગે આજે ભરૂચ અને અંકલેશ્વર આવેલા ગુજરાત પ્રદેશ BJP પ્રમુખ સી.આર.પાટીલે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના નિવેદનને યથાર્થ ગણાવ્યું છે. સી. આર પાટીલે કહ્યું હતું કે, મને લાગે છે કે, નીતિનભાઈએ આવનારા દિવસોનું ભવિષ્ય જોઈ ને વાસ્તવિકતાનું વર્ણન કર્યું છે. હું નીતિન ભાઈ સાથે સહમત છું,
વાંચો સમાચાર વિગતવાર

3) Dy.CMના નિવેદન સામે કોંગ્રેસ નેતા ભરતસિંહે કહ્યું- ભાગલા પડાવી રાજ કરવાની શરૂઆત નીતિનભાઈએ કરી
વડોદરા ખાતે કોંગ્રેસ નેતા ભરતસિહ સોલંકી સામાજિક પ્રસંગમાં આવ્યા હતા. દરમિયાન નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના નિવેદન સામે કોંગ્રેસ નેતા ભરતસિંહે વળતો જવાબ આપતા જણાવ્યું હતું કે, 2022ની ચૂંટણીમાં ભાજપની હાર નિશ્ચિત છે અને ભાગલા પડાવી રાજ કરવાની શરૂઆત નીતિન ભાઈએ કરી છે અનેક લોકોએ દેશમાં રાજ કર્યું છે.
વાંચો સમાચાર વિગતવાર

4) ટોક્યો પેરાલિમ્પિકમાં ભાવિના પછી હાઇ જંપર નિશાદ કુમારે સિલ્વર મેડલ જીત્યો, ડિસ્કસ થ્રોમાં વિનોદનો બ્રોન્ઝ મેડલ
નેશનલ સ્પોર્ટ્સ ડે ભારત માટે અવિસ્મરણીય સાબિત થઈ રહ્યો છે. આજે 3 પેરા એથ્લીટ્સે ભારતને 2 સિલ્વર અને 1 બ્રોન્ઝ મેડલ જીતાડ્યો છે. ભારતના વિનોદ કુમારે રવિવારે ડિસ્કસ થ્રો F-52 ઇવેન્ટમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. આની સાથે જ નિશાદ કુમારે પેરાલિમ્પિકની T-47 હાઇ જંપ ઇવેન્ટમાં સિલ્વર મેડલ જીત્યો છે. તેણે ફાઇનલમાં પોતાનું શ્રેષ્ઠ પ્રદર્શન દાખવીને 2.06 મીટરના હાઇ જંપ સાથે દેશને બીજો સિલ્વર મેડલ જીતાડ્યો છે.
વાંચો સમાચાર વિગતવાર

5) કાબુલ એરપોર્ટ નજીક ફરી વિસ્ફોટ, મકાન ઉપર રોકેટ પડવાથી બાળક સહિત 2નાં મોત; ISIS-Kના સુસાઈડ બોમ્બર પર અમેરિકાએ એર સ્ટ્રાઈક કરી હોવાનો દાવો

170 લોકોના જીવ લેનારા આત્મઘાતી હુમલા બાદ કાબુલ એરપોર્ટ નજીકના એક મકાન પર રોકેટથી હુમલો કરવામાં આવ્યો છે મીડિયા રિપોર્ટ અનુસાર આ હુમલો રવિવારે સાંજે એરપોર્ટની પશ્ચિમે આવેલા રહેણાંક વિસ્તાર ખાજ-એ-બુગરામાં થયો છે. અમેરિકી અધિકારીઓએ સમાચાર એજન્સી AFP અને રોયટર્સને જણાવ્યું છે કે ISIS-Kની શંકાસ્પદ ગાડીને નિશાન બનાવામાં આવી છે. ગાડીમાં સુસાઈડ બોમ્બર હતો, જે એરપોર્ટ પર હુમલો કરવાનો હતો.
વાંચો સમાચાર વિગતવાર

6) મન કી બાતમાં મોદીનું સંબોધન, વડાપ્રધાને કહ્યું ઓલિમ્પિકે આ વખતે અસર કરી, દરેક પરિવારમાં રમતની ચર્ચા શરૂ થઈ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે મન કી બાત કાર્યક્રમ દ્વારા રાષ્ટ્રને સંબોધન કર્યું હતું. આ દરમિયાન, તેમણે હોકીના વિશેષ ઉલ્લેખ સાથે મેજર ધ્યાનચંદને યાદ કર્યા હતા અને એક નવો નારો આપ્યો હતો. બધા રમે, બધા ખીલે. આ સાથે કુશળ લોકો વિશે વાત કરતા તેમણે કહ્યું કે પ્રતિભાશાળી લોકો આજના વિશ્વકર્મા છે. વડાપ્રધાને કહ્યું છે કે આ વખતે ઓલિમ્પિક્સે અસર કરી છે. દરેક પરિવારમાં રમતની ચર્ચા શરૂ થઈ, તેને અટકાવવી જોઈએ નહીં.
વાંચો સમાચાર વિગતવાર

7) રાજનાથસિંહે કહ્યું- ભારત પોતાની જમીન પરથી હુમલો કરી શકે છે, જરુર પડી તો બીજાની જમીન પર જઈને પણ હુમલો કરવાની ક્ષમતા છે
સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે રવિવારે પાકિસ્તાનનું નામ લીધા વિના તેના પર કટાક્ષ કર્યો હતો. રાજનાથ સિંહે કહ્યું કે એક દેશ આતંકવાદનો આશરો લઈ રહ્યો છે. તેમણે કહ્યું કે ભારત તેની સુરક્ષા સાથે સમાધાન નહીં કરે અને જરૂર પડશે તો અમે તેમની ભૂમિ પર જઈશું અને આતંકવાદનો અંત લાવીશું.
વાંચો સમાચાર વિગતવાર

મહત્ત્વપૂર્ણ સમાચારો માત્ર હેડલાઈનમાં

1) ભિલોડાના ગોઢકુલ્લાના ભેદી બ્લાસ્ટમાં પિતા બાદ પુત્રીનું મોત, દોઢ વર્ષીય બાળકીએ સારવાર દરમિયાન દમ તોડ્યો
2) બે મોબાઈલ ફોનને નારિયેળ સાથે દોરાથી બાંધી કોઈ ચોકમાં મૂકી ગયું, ભાવનગરના કરચલિયાપરા વિસ્તારની ઘટના
3) અમદાવાદના કાલુપુર અર્બન હેલ્થ સેન્ટરમાં દારૂ પીતાં AMCના મેડિકલ ઓફિસર ઝડપાયા, પોલીસે પીધેલાનો કેસ કર્યો
4) પેરાલિમ્પિકમાં સિલ્વર મેડલ જીતનારી મહેસાણાની ભાવિના પટેલને રાજ્ય સરકાર 3 કરોડ આપશે.
5) હરિયાણામાં બસતાડા ટોલ પ્લાઝા પર લાઠીચાર્જ અને ઝપાઝપી બાદ 130 ખેડૂતો સામે કેસ નોંધાયો.
6) )તાલિબાનનો પાકિસ્તાનને ઝાટકો, કહ્યું-તહરીક-એ-તાલિબાન સાથેની સમસ્યાનું જાતે જ સમાધાન લાવે, અફઘાનિસ્તાન દરમિયાનગીરી નહીં કરે

આજનો ઈતિહાસ
વર્ષ 1659માં આજના દિવસે ઓરંગઝેબે તેના નાના ભાઈ દારા શિકોહની હત્યા કરાવી હતી. શિકોહે ભગવદ્ ગીતા અને 52 ઉપ-નિષદોનું પારસી ભાષામાં અનુવાદ કરાવ્યો હતો.

અને આજનો સુવિચાર
સમય કિંમતી છે, પણ સત્ય તો એથી વધુ કિંમતી છે.

તમારો દિવસ શુભ રહે, કાલે ફરી મળીશું..

અન્ય સમાચારો પણ છે...