તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બે દિવસમાં શહેરમાં ચોમાસું આવશે:પ્રી મોનસૂન એક્ટિવિટીથી ભારે પવન સાથે શહેરમાં સરેરાશ અડધા ઇંચથી વધુ વરસાદ

અમદાવાદએક મહિનો પહેલા
અમદાવાદ શહેરના રાત્રે વરસાદ પડતાં કુબેરનગર બંગલો વિસ્તારની સોસાયટીમાં પાણી ભરાયા
  • નાઉકાસ્ટની ઉત્તર ગુજરાતમાં ભારે પવન સાથે વરસાદની આગાહી
  • અમદાવાદ, પાટણ, સાબરકાંઠા, મહેસાણા અને બનાસકાંઠા વરસાદની સંભાવના
  • અમદાવાદ શહેરમાં એક કલાકમાં સરેરાશ અડધો ઇંચ વરસાદ પડ્યો
  • રાજ્યમાં અત્યાર સુધી 4 જિલ્લાના 6 તાલુકામાં વરસાદ નોંધાયો
  • સરખેજ, જોધપુર, દૂધેશ્વર, મેમ્કોમાં 1 ઇંચથી વધુ વરસાદ, બોપલમાં સૌથી વધુ 35 MM

શહેરમાં દિવસ દરમિયાન વાદળિયંુ વાતાવરણ રહ્યા બાદ સાંજે વરસાદી ઝાપટું પડતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. સરખેજ, જોધપુર, બોપલ, દૂધેશ્વર અને મેમ્કોમાં 1 ઇંચથી વધુ વરસાદ પડ્યો જ્યારે બોપલમાં સૌથી વધુ 35 એમએમ વરસાદ પડ્યો હતો. આગામી બેથી ત્રણ દિવસ દરમિયાન શહેરમાં ચોમાસું જામી જાય તેવી શક્યતા છે. બુધવારે મહત્તમ તાપમાન 39.5 ડિગ્રી અને લઘુતમ તાપમાન 28.9 ડિગ્રી નોંધાયંુ હતું. હવામાન વિશેષજ્ઞ અંકિત પટેલે જણાવ્યું કે, ચોમાસું હવે દક્ષિણ ગુજરાતથી મધ્ય અને ઉત્તર ગુજરાત તરફ આગળ વધ્યું છે, જેને કારણે બુધવારે અમદાવાદમાં મોડી સાંજે વાતાવરણમાં પલટો આવતા વરસાદી ઝાપટાથી લઈને સરેરાશ અડધા ઇંચથી વધુ વરસાદ પડ્યો હતો.

અમદાવાદ શહેરમાં એક કલાકમાં સરેરાશ અડધો ઇંચ વરસાદ પડ્યો છે. જેને પગલે વિવિધ વિસ્તારમાં નીચાણવાળી જગ્યાએ પાણી ભરાયા છે. માત્ર એક ઇંચ વરસાદમાં અમદાવાદના પૂર્વ વિસ્તારમાં આવેલા કુબેરનગર બંગલો વિસ્તારમાં સોસાયટીમાં પાણી ભરાઇ ગયા છે. એ સિવાયના અન્ય વિસ્તારોમાં પણ પાણી ભરાયા છે. સેટેલાઇટ, બોપલ, જોધપુર, વસ્ત્રાપુર, પાલડી, વાસણા, સરખેજ, શીલજ, મેમ્કો, દુધેશ્વર, નરોડા રોડ, જમાલપુર વિસ્તારમાં એક ઇંચ વરસાદ પડ્યો હતો. અમદાવાદ શહેરમાં વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. દરમિયાન નાઉકાસ્ટે આગામી 3 કલાક સુધી ભારે પવન સાથે અમદાવાદ સહિત ઉત્તર ગુજરાતમાં ભારે પવન અને વીજળીના કડકાભડાકા સાથે મધ્યમથી હળવા વરસાદની આગાહી કરી છે.

શહેરના બોપલ, સરખેજ, એસજી હાઈવે, જોધપુર, વસ્ત્રાુપુર, ઘાટલોડિયા, ગોતા, બાપુનગર, સરસપુર, મણિનગર, કાલુપુર, રખિયાલ, નરોડા, ન્યુ રાણીપ, રાણીપ, વૈષ્ણોવદેવી, જગતપુર, ચાંદખેડા, મોટેરા તથા સરખેજની આસપાસના સનાથલ, બાકરોલ, નવાપુરા, શાંતિપુરા સહિતના વિસ્તારમાં ભારે પવન અને વીજળીના કડાકાભડાકા સાથે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે.

જુહાપુરા વિસ્તારમાં ભારે પવન સાથે વરસાદ પડ્યો
જુહાપુરા વિસ્તારમાં ભારે પવન સાથે વરસાદ પડ્યો

નાઉકાસ્ટની 3 કલાક મધ્યમથી હળવા વરસાદની આગાહી
નાઉકાસ્ટ દ્વારા રાતના 8-30થી ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં હળવાથી મધ્ય વરસાદની આગાહી કરી છે. 40થી 50 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન સાથે અમદાવાદ, પાટણ, સાબરકાંઠા, મહેસાણા અને બનાસકાંઠામાં આગામી 3 કલાક વરસાદની આગાહી કરી છે. ઉલ્લેખનીય છે કે હવામાન વિભાગે આગામી ત્રણ દિવસ દક્ષિણ ગુજરાતમાં વરસાદની સંભાવના નહીંવત ગણાવી છે. જો કે ચોમાસુ દક્ષિણ ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે. રાજ્યમાં અત્યાર સુધી 4 જિલ્લાના 6 તાલુકામાં વરસાદ નોંધાયો છે.

અમદાવાદ સહિત ઉત્તર ગુજરાતમાં વરસાદની સંભાવના
હવામાન વિભાગે આગાહી કરી છે કે 17 અને 18 જૂન સુધીમાં રાજયમાં હળવાથી સામાન્ય વરસાદ વરસવાની સંભાવના છે. 17 જૂનથી 20 જૂન સુધીમાં અમદાવાદ સહિત ઉત્તર ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદ વરસી શકે છે. અમદાવાદમાં આવતીકાલે વાદળછાયુ વાતાવરણ રહેશે. 17 અને 19 જૂને હળવાથી મધ્યમ વરસાદ વરસી શકે છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે 20-21 જૂનથી વરસાદ વધશે.

વરસાદને પગલે દિવસભરના બફારા બાદ લોકોને રાહત થઈ
વરસાદને પગલે દિવસભરના બફારા બાદ લોકોને રાહત થઈ

40 કિમી પ્રતિકલાકની ઝડપે પવન સાથે વરસાદની સંભાવના
17મી જૂનથી કચ્છ, મહીસાગર, અરવલ્લી, દાહોદ અને સાબરકાંઠામાં, 18મી જૂને અમદાવાદ, આણંદ અને કચ્છમાં, 19મી જૂને અમદાવાદ, ગાંધીનગર, આણંદ અને ખેડામાં જ્યારે 20મી જૂને દાહોદ અને પંચમહાલમાં 30થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન સાથે હળવાથી માધ્યમ વરસાદ વરસી શકે છે.

વરસાદમાં બાળકોએ પલળવાની મજા માણી હતી
વરસાદમાં બાળકોએ પલળવાની મજા માણી હતી
અન્ય સમાચારો પણ છે...