તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અષાઢમાં અનરાધાર:રાજ્યમાં મેઘાની તોફાની બેટિંગ, 197 તાલુકાઓમાં વરસાદ, સૌથી વધુ લોધિકા અને છોટાઉદેપુરમાં 7 ઈંચ તો કવાંટમાં 6.5 ઈંચ વરસાદ ખાબક્યો

અમદાવાદ2 મહિનો પહેલા
  • આગામી 30 જુલાઈ સુધી રાજ્યભરમાં વરસાદની આગાહી
  • કાલાવાડમાં 5.5, કપરાડામાં 5 અને માણાવદરમાં 4.88 ઈંચ વરસાદ
  • અમદાવાદમાં પણ સવારથી ધીમે ધારે વરસાદ
  • કાલાવડ નજીક જેસીબી તણાયું, જામનગરમાં પુલ ધરાશાયી થયો
  • છોટા ઉદેપુરની ઓરસંગ, હેરણ સહિતની તમામ નદીઓમાં પૂર
  • રાજકોટમાં ભારે વરસાદથી અનેક સોસાયટીમાં પાણી ઘૂસ્યા

રાજ્યમાં રવિવારે મેઘરાજા મનમૂકીને વરસ્યા હતાં. જામનગરના જામજોધપુર તાલુકાના નરમાણા ગામે બપોર બાદ આભ ફાટતા 3 કલાકમાં 10 ઇંચ વરસાદથી ગામમાં સ્થળ ત્યાં જળની સ્થિતિ જોવા મળી હતી. કાલાવડમાં પણ બપોરે 2 થી 6 એટલે કે 4 કલાકમાં 6 ઇંચ વરસાદ ખાબકયો હતો. ધ્રોલ અને જોડિયા તાલુકામાં 3 ઇંચ વરસાદ વરસ્યો હતો. જ્યારે છોટાઉદેપુર તાલુકામાં 7.5 ઇંચ, ક્વાંટ તાલુકામાં 6.73 ઇંંચ વરસાદ ખાબક્યો હતો.

ઉપરવાસમાં પણ ભારે વરસાદથી આરસંગ નદીમાં ઘોડાપૂર આવ્યું હતું. સોરઠના માણાવદરમાં 5, જૂનાગઢ-વંથલી પંથકમાં 4 ઇંચ વરસાદ નોંધાયો હતો. આ ઉપરાંત કેશોદ,મેંદરડામાં અઢી ઇંચ વરસાદ થયો હતો. ગિરનારના પગથિયાર પર પાણીથી ભીંજાયા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા હતાં. રાજકોટમાં 4, જેતપુરમાં 3.5 અને ટંકારામાં 3 ઇંચ વરસાદ સાથે મેઘરાજાએ જોરદાર જમાવટ જમાવી હતી. બીજી તરફ ઉત્તર ગુજરાતમાં પણ સારો વરસાદ નોંધાયો હતો.

સૌથી વધુ સાબરકાંઠાના પ્રાતિજમાં 5 ઇંચ, મહેસાણાના ઊંઝામાં 3.50 ઇંચ વરસાદ નોંધાયો હતો. વલસાડ જિલ્લાના વાપીમાં 2 ઇંચ, કપરાડામાં 4 કલાકમાં 4 ઇંચ વરસાદ ખાબક્યો હતો. પંચમહાલના ગોધરામાં 3 ઇંચ, મોરવા(હ)માં 2.5 ઇંચ, જાંબુઘોડા અને શહેરમાં 3 ઇંચ ખાબક્યો હતો. ગોહિલવાડના વલ્લભીપુરના પાટણામાં 4 કલાકમાં 4 ઇંચ અને બોટાદના ગઢડામાં પણ 4 ઇંચ વરસાદથી ઠેરઠેર જળબંબાકરની સ્થિતિ જોવા મળી હતી. બીજી તરફ પાલિતાણામાં 1 ઇંચ વડોદરા શહેરમાં પણ દોઢ ઇંચ વરસાદ નોંધાયો હતો.

30મી જુલાઈ સુધી વરસાદની આગાહી
હવામાન વિભાગે સમગ્ર રાજ્યમાં આગામી 5 દિવસ સુધી ભારે વરસાદની આગાહી કરી છે. રાજ્યના તમામ જિલ્લાઓમાં 30 જુલાઈ સુધી વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ થવાની સંભાવના છે. મધ્ય ગુજરાતમાં હજી વરસાદની ઘટ જોવા મળી રહી છે. બંગાળના અખાતમાં સર્જાયેલા લો પ્રેશર તથા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે રાજ્યમાં વરસાદી માહોલ સર્જાયો છે. હવામાન વિભાગે માછીમારોને હાલમાં દરિયો નહીં ખેડવાની પણ સૂચના આપી છે. આ ઉપરાંત નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને દૂર જતા રહેવા માટે પણ જણાવવામાં આવ્યું છે.

30મી જુલાઈ સુધી હવામાન ખાતાની વરસાદની આગાહી
હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યભરમાં આગાહી 5 દિવસ સુધી ભારે વરસાદની આગાહી કરી છે. રાજ્યના તમામ જિલ્લાઓમાં 30 જુલાઈ સુધીમાં વરસાદ વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ થવાની સંભાવના છે.

આજે સવારે 6 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધીમાં ક્યાં કેટલો વરસાદ?

જામનગર10 ઇંચ
છોટા ઉદેપુર7.5 ઇંચ
ક્વાંટ6.7 ઇંચ
કાલાવડ6 ઇંચ
માણાવદર5 ઇંચ
પ્રાંતિજ5 ઇંચ
જૂનાગઢ4 ઇંચ
રાજકોટ4 ઇંચ
વલ્ભીપુર4 ઇંચ
બોડેલી4 ઇંચ
બોટાદ4 ઇંચ
કપરાડા4 ઇંચ
કરજણ4 ઇંચ
જેતપુર3.5 ઇંચ
ઊંઝા3.5 ઇંચ
સરસ્વતી3.5 ઇંચ
ડભોઈ3.5 ઇંચ
ટંકારા3 ઇંચ
જાંબુઘોડા3 ઇંચ
બાયડ3 ઇંચ
પાદરા3 ઇંચ
પાવી જેતપુર3 ઇંચ
દાહોદ3 ઇંચ
ઝાલોદ3 ઇંચ

​​​​​અમદાવાદમાં પણ સવારથી ધીમી ધારે વરસાદ

અમદાવાદ શહેરમાં પણ સતત બીજા દિવસે વરસાદી માહોલ છે. ગઈકાલે શનિવારે સાંજે શહેરના અનેક વિસ્તારોમાં વરસાદ બાદ રવિવારે સવારથી જ ધીમી ધારે વરસાદ પડી રહ્યો છે. શહેરના એસ.જી હાઈવે, બોપલ, ઈસનપુર, ઘોડાસર, વસ્ત્રાલ તથા ઓઢવ સહિતના વિસ્તારોમાં ઝરમર વરસાદ વરસી રહ્યો છે. જ્યારે ગઈકાલે સાંજે પણ શહેરમાં મોડી સાંજે વરસાદ પડવાની શરૂઆત થઈ હતી. જેમાં સૌથી વધુ બોડકદેવ અને સાયન્સ સિટી વિસ્તારમાં બે ઈંચ કરતા વધુ વરસાદ પડ્યો હતો. સતત અડધો કલાક સુધી પડેલા વરસાદના કારણે વિસ્તારમાં કેટલાક સ્થળો ઉપર પાણી ભરાયા હતાં.

માણાવદરમાં વરસાદ બાદ રસ્તા પર જાણે નદીઓ વહેતી હોય એવા દ્રશ્યો સર્જાયા
માણાવદરમાં વરસાદ બાદ રસ્તા પર જાણે નદીઓ વહેતી હોય એવા દ્રશ્યો સર્જાયા

વલસાડના કપરાડામાં ચાર કલાકમાં સાડા ત્રણ ઈંચ વરસાદ
વલસાડ જિલ્લામાં હવામાન વિભાગ દ્વારા આજે ભારેથી અતિભારે વરસાદ વરસવાની આગાહી કરવામા આવી છે, તેની વચ્ચે ઉમરગામ, ધરમપુર અને કપરાડા તાલુકામાં આજે સવારથી જ મેઘરાજા મહેરબાન છે. કપરાડા અને આસપાસના વિસ્તારમાં મેઘરાજા મનમૂકીને વરસતા ચાર કલાકમાં સાડા ત્રણ ઈંચ જેટલો વરસાદ વરસી ચૂક્યો છે. ઉપરવાસમાં પણ ધોધમાર વરસાદ વરસતા જિલ્લાની નદીઓમાં પાણીની ભરપૂર આવક થઈ રહી છે.

વેરાવળ-સોમનાથમાં બે કલાકમાં અઢી ઈંચ અને સુત્રાપાડામાં અડધો ઈંચ
વેરાવળ-સોમનાથ અને સુત્રાપાડા શહેર અને પંથકમાં આજે વહેલી સવારથી મેઘરાજાની ધીમી ધારે પધરામણી થતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. અઠવાડિયાના વિરામ બાદ વરસેલા વરસાદના પગલે જગતનો તાત ખુશખુશાલ બન્યો હતો. વહેલી સવારથી શરૂ થયેલી મેઘસવારી અવિરત ચાલુ હોય સવારે 8 થી 10 માં વેરાવળ સોમનાથમાં વધુ એક ઈંચ મળી આજે કુલ 2.5 ઈંચ વરસાદ વરસ્યો છે. જ્યારે સુત્રાપાડામાં વઘુ એક ઈંચ પડતા કુલ 1.5 ઈંચ વરસાદ પડ્યો છે. જ્યારે તાલાલામાં 16 મીમી (અડધો ઇંચ) વરસાદ વરસ્યો હોવાનું જાણવા મળ્યું છે.

1 કલાકમાં 2 ઈંચ વરસાદથી રાજકોટ પાણી-પાણી થયું
1 કલાકમાં 2 ઈંચ વરસાદથી રાજકોટ પાણી-પાણી થયું

રાજકોટમાં સતત બીજા દિવસે વરસાદ
રાજકોટમાં મેઘરાજા અનરાધાર બન્યા હોય તેમ બપોર બાદ સમગ્ર શહેરમાં વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. એક કલાકમાં શહેરમાં 2 ઇંચ વરસાદ નોંધાયો છે. આથી રસ્તા પર ગોઠણ સમા પાણી ભરાયા છે. ધોરાજીમાં સતત બીજા દિવસે મેઘરાજાએ હેત વરસાવતા સાડા ત્રણ ઈંચ વરસાદ નોંધાયો છે. આથી ખેડૂતોમાં આનંદની લાગણી વ્યાપી ગઈ છે. જામકડોરણા પથંકમાં પવન સાથે વરસાદ પડતા જૂનાગઢ-જામનગર રોડ પર રાયડી પાસે પીપળાનું વૃક્ષ પડી જતા વાહન વ્યવહાર બંધ થતાં મામલતદાર સહિતના અધિકારીઓની ટીમ દોડી જઈ રોડ પરથી વૃક્ષને દૂર કરી રોડ ફરી શરૂ કરાયો હતો.

જામનગરમાં પણ વહેલી સવારથી વરસાદ
જામનગર શહેર અને જિલ્લામાં વહેલી સવારથી વરસાદ વરસી રહ્યો છે. મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થતાં ખેડૂતોમાં ખુશીની લાગણી જોવ મળી રહી છે. ગઈકાલે પણ કાલાવડ અને જામજોધપુર તાલુકા મથકે અડધો અડધો ઇંચ તેમજ ગ્રામ્ય પંથકમાં અડધાથી માંડી ત્રણ-ચાર ઇંચ વરસાદ પડી ગયો હતો. જેને લઈને નીચાણવાળા ગ્રામ્ય પંથકની નદીઓ બે-કાઠે થઇ હતી તો ખરીફ પાક પર આ વરસાદ કાચા સોના જેવો સાબિત થયો છે.

જૂનાગઢમાં ભારે વરસાદ
જૂનાગઢમાં ભારે વરસાદ

સમગ્ર રાજ્યમાં કુલ સીઝનનો 30 ટકા વરસાદ
ગુજરાતમાં શનિવારે રાજકોટ, ગોંડલ, અમરેલી, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, વડોદરા અને અમદાવાદ શહેરમાં એકથી પાંચ ઈંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. ગોંડલમાં તો ચાર કલાકમાં પાંચ ઈંચ વરસાદ નોંધાયો હતો. જ્યારે રાજકોટમાં ચાર ઈંચ વરસાદ પડ્યો હતો. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે તથા બંગાળની ખાડીમાં સર્જાયેલા લો પ્રેશરથી રાજ્યના વિવિધ વિસ્તારમાં વરસાદી વાતાવરણ જામ્યું છે. જોકે રાજ્યમાં હજી પણ 8થી 10 ટકા જેટલી ઘટ છે અને કુલ સીઝનનો 30 ટકા જેટલો વરસાદ નોંધાયો છે. પાટણ શહેર સહિત સમગ્ર જિલ્લામાં મોડી સાંજે વરસાદ પડ્યો હતો તેવી જ રીતે બનાસકાંઠાના પાલનપુર, ડીસા, રાધનપુરમાં પણ વરસાદે હાજરી પુરાવી હતી.