આગાહી / અમદાવાદમાં વાતાવરણમાં પલટો, અનેક વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ પડ્યો

Rain forecast with heavy winds in several cities including Ahmedabad for the next 5 days
X
Rain forecast with heavy winds in several cities including Ahmedabad for the next 5 days

  • રાજ્યમાં આગામી બે દિવસમાં કેટલાક વિસ્તારોમાં વાવાઝોડા સાથે ભારે પવન ફુકાવવાની શક્યતા છે
  • આગામી 4 દિવસ ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમાં વરસાદ પડી શકે છે

દિવ્ય ભાસ્કર

Jun 30, 2020, 09:48 AM IST

અમદાવાદ. શહેરના વાતાવરણમાં પલટો આવ્યો છે. કેટલાક વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ પડ્યો હતો. હવામાન વિભાગ દ્વારા અમદાવાદ, વડોદરા, આણંદ, ખેડા સહિત અનેક શહેરોમાં સામાન્ય વરસાદની આગાહી આપવામાં આવી છે. આગામી 5 દિવસ વરસાદની આગાહી છે. અમદાવાદમાં છેલ્લા કેટલાક દિવસોથી લોકો ગરમીથી ત્રાહિમામ પોકારી રહ્યા છે. ત્યારે જો આજે વરસાદ પડે તો લોકોને ગરમીથી રાહત મળી શકે છે. 

હવામાન વિભાગે જણાવ્યું કે, રાજ્યમાં આગામી બે દિવસમાં વાવાઝોડા સાથે ભારે પવન ફુકાવવાની શક્યતા છે. મધ્યની સાથે સૌરાષ્ટ્રમાં પણ કેટલાક જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરાઈ છે. અમદાવાદ આગામી પાંચ દિવસમાં સામાન્ય વરસાદની આગાહી કરાઈ છે. આગામી 4 દિવસ ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમાં વરસાદ પડી શકે છે. ખાસ કરીને ઉત્તર તેમજ દક્ષિણ ગુજરાતમાં બે દિવસ સામાન્ય વરસાદની આગાહી કરાઈ છે. જેના કારણે દક્ષિણ ગુજરાતના માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામા આવી છે.

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી