લૉ પ્રેશરની અસર:સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને કચ્છના દરિયાઈ વિસ્તારોમાં આગામી ચાર દિવસમાં માવઠાંની આગાહી, રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં ઠંડી વધશે

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસવીર. - Divya Bhaskar
પ્રતીકાત્મક તસવીર.
  • લો-પ્રેશરની અસરથી આગામી બે દિવસમાં રાજ્યમાં વાદળછાયું વાતાવરણ રહેશે

અરબી સમુદ્રમાં સક્રિય થયેલા લો-પ્રેશરની અસરથી ગુજરાતમાં માવઠું થવાની શક્યતાઓ છે. 10 નવેમ્બર સુધી રાજ્યના સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને કચ્છના દરિયાકાંઠા વિસ્તારોમાં માવઠું થઈ શકે છે, જ્યારે ઉત્તર-મધ્ય ગુજરાતમાં માવઠાંની શક્યતા નહિવત્ છે. લો-પ્રેશરની અસરથી આગામી બે દિવસમાં રાજ્યમાં વાદળછાયું વાતાવરણ સર્જાવાની વકી હવામાન વિભાગે વ્યક્ત કરી છે. ઉત્તર-પૂર્વના પવનો ફૂંકાતાં રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં ઠંડીનો ચમકારો અનુભવાશે. સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને કચ્છ સહિત જૂનાગઢ, રાજકોટ, દ્વારકા અને જામનગરમાં તાત્કાલિક જરૂરી પગલાં લઈ ખુલ્લામાં પડેલા અનાજને નુકસાની ન થાય એની તકેદારી રાખવા ચેતવણી આપવામાં આવી છે.

ડિસેમ્બર અને જાન્યુઆરીમાં આકરી ઠંડી પડશે
હવામાન વિભાગે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ, કચ્છના વિસ્તારોમાં ઠંડીનું જોર વધવાની આગાહી કરી છે. અત્યારે રાજ્યમાં ડબલ ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. જ્યારે દિવસ અને રાતના તાપમાનમાં લગભગ 10થી 12 ડીગ્રીનો તફાવત જોવા મળી રહ્યો છે. વલસાડ અને નલિયામાં લઘુતમ 16 ડીગ્રી તાપમાન નોંધાયું છે. તો અમદાવાદમાં પણ તાપમાન નીચું જતાં ઠંડીમાં વધારો થયો છે. તો આ વખતે ડિસેમ્બર અને જાન્યુઆરીમાં આકરી ઠંડી પડવાની સંભાવના છે.

ચાર દિવસમાં લઘુતમ તાપમાનમાં ઘટાડો થશે. ( પ્રતીકાત્મક તસવીર).
ચાર દિવસમાં લઘુતમ તાપમાનમાં ઘટાડો થશે. ( પ્રતીકાત્મક તસવીર).

પરોઢે ફૂલ ગુલાબી ઠંડી, બપોરે સામાન્ય ગરમી
પવનની દિશા બદલાતાં ઉત્તર પૂર્વના પવનો ફૂંકાવાનું શરૂ થયું છે. હવે ધીમે ધીમે ઠંડી જમાવટ કરી રહી છે. પરોઢિયે ફૂલ ગુલાબી ઠંડી અને બપોરે સામાન્ય ગરમીનો અહેસાસ થવાથી મિશ્ર ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. ઠંડા પવનોને કારણે રાજ્યના મોટા ભાગના શહેરના લઘુતમ તાપમાનમાં ઘટાડો થઈ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં સૌથી નીચું તાપમાન નલિયા અને વલસાડમાં 16 ડીગ્રી, ડીસામાં 17 ડીગ્રી તેમજ રાજકોટ અને અમદાવાદમાં 18 ડીગ્રી તાપમાન નોંધાયું હતું. આ સાથે સવારે રાજ્યભરમાં ઠંડી અનુભવાઈ હતી.

રાજ્યમાં મોટા ભાગના વિસ્તારોમાં ઠંડી વધશે ( પ્રતીકાત્મક તસવીર).
રાજ્યમાં મોટા ભાગના વિસ્તારોમાં ઠંડી વધશે ( પ્રતીકાત્મક તસવીર).

નલિયાનું તાપમાન સૌથી નીચું
ગુજરાતમાં આગામી સમયમાં ઠંડીનો ચમકારો વધવાના સંકેતો મળી રહ્યા છે. નવા વર્ષમાં રાજ્યનાં કેટલાંક શહેરોમાં તો સવારે લોકો ઠૂંઠવાઈ જાય એવી ઠંડી પડી રહી છે. વલસાડ અને નલિયામાં લઘુતમ 16 ડીગ્રી તાપમાન નોંધાયું છે. તો અમદાવાદમાં પણ તાપમાન નીચું જતાં ઠંડીમાં વધારો થયો છે. તો આ વખતે ડિસેમ્બર અને જાન્યુઆરીમાં આકરી ઠંડી પડવાની સંભાવના છે. બીજી તરફ, અમદાવાદ અને ગાંધીનગરમાં પણ તાપમાનનો પારો ગગડતાં ઠંડીનો ચમકારો વધી રહ્યો છે.