તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

વરસાદી માહોલ:બપોરે અમદાવાદ શહેરના અલગ અલગ વિસ્તારમાં વરસાદ પડ્યો, વરસાદ બાદ બફારો થતા શહેરીજનો અકળાયા

અમદાવાદ3 દિવસ પહેલા
  • કૉપી લિંક
વાડજ, બાપુનગર, સરસપુર, ઇન્કમટેક્ષ, માધુપુરા સહિતના વિસ્તારોમાં વરસાદ પડ્યો

રાજ્યમાં પાંચ દિવસની વરસાદની આગાહી વચ્ચે આજે બપોરે અમદાવાદ શહેરના અલગ અલગ વિસ્તારમાં વરસાદ પડ્યો હતો. શાહીબાગ, વાડજ, બાપુનગર, સરસપુર, ઇન્કમટેક્ષ, માધુપુરા સહિતના વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો. હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં પાંચ દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી આપવામાં આવી છે. જો કે આ વરસાદના કારણે બફારાની પરિસ્થિતિ ઉભી થાય છે. અડધા કલાકના વરસાદ બાદ તડકો નીકળે છે જેથી લોકોને ભારે બફારો થાય છે.

શહેરમાં મંગળવારે વીજળી પડવાથી એકનું મોત
શહેરમાં મંગળવારે બપોરે વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ પડ્યો હતો. જેમાં ઘાટલોડિયા વિસ્તારમાં મજુરી કામ માટે ગયેલા યુવક પર વીજળી પડતા તેનું મોત થયું છે. રાજસ્થાનના ધોલપુરનો રહેવાસી શ્રીરામ કુશવા (ઉ.વ.30) ઘાટલોડિયા ત્રિવેણી પાર્ક સોસાયટીમાં 15 સપ્ટેમ્બર બપોરે કડીયાકામ કરવા ગયો હતો. વરસાદ ચાલુ હતો અને કંઈક કામ માટે ધાબા પર ગયો હતો અને અચાનક તેના પર વીજળી પડતા 108માં સારવાર માટે સોલા સિવિલ હોસ્પિટલમાં લઈ જતા ડોકટરે તેને મૃત જાહેર કર્યો. ઘાટલોડિયા પોલીસે અકસ્માત મોત નોંધી તપાસ શરૂ કરી છે.

રાજ્યમાં અત્યાર સુધીમાં સરેરાશ 1051.22 મીમી વરસાદ પડ્યો
વેધર વોચ ગૃપના વેબીનાર બાદ સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ખાતે મીડિયાને વિગતો આપતા રાહત કમિશનર હર્ષદ પટેલે જણાવ્યુ કે, આજે સવારે 6.00થી બપોરના 4 સુધી 5 તાલુકાઓમાં 1 મીમીથી લઇ 6 મીમી સુધી વરસાદ નોધાયો છે. જેમાં દેવભૂમિ દ્વારકા જિલ્લાના દ્વારકા તાલુકામાં સૌથી વધુ 6 મીમી વરસાદ વરસ્યો છે. રાજ્યમાં અત્યાર સુધી તા.15/09/2020 અંતિત 1051.22 મીમી વરસાદ પડ્યો છે. જે પાછલા ત્રીસ વર્ષની રાજ્યની એવરેજ 831મીમીની સરખામણીએ 126.50 % છે.

0

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ઉન્નતિને લગતાં શુભ સમાચારની પ્રાપ્તિ થશે. ધાર્મિક અને આધ્યાત્મિક કાર્યોમાં પણ થોડો સમય પસાર થશે. કોઇ વિશેષ સમાજ સુધારકનું સાનિધ્ય તમારી અંદર પોઝિટિવ ઊર્જા ઉત્પન્ન કરશે. નેગેટિવઃ- ઘરના...

વધુ વાંચો