મેહુલો વરસ્યો:સુરત શહેર અને જિલ્લામાં મેઘ મહેર, મોટા ભાગના તાલુકાઓમાં 1 ઈંચ જેટલો વરસાદ પડ્યો

સુરત3 મહિનો પહેલા
સુરત, વલસાડ નવસારી અને તાપી જિલ્લામાં વહેલી સવારથી જ ક્યાંક ધીમીધારે તો ક્યાંક મુશળધાર વરસ્યો હતો.

જેની સૌ કોઈ આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા એ પ્રકારનો વરસાદી માહોલ સમગ્ર દક્ષિણ ગુજરાતમાં જામ્યો છે. વહેલી સવારથી જ સમગ્ર દક્ષિણ ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાં અને તાલુકામાં વરસાદ વરસ્યો હતો. જેને કારણે ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. સુરત વલસાડ નવસારી અને તાપી જિલ્લામાં વહેલી સવારથી જ ક્યાંક ધીમીધારે તો ક્યાંક મુશળધાર વરસ્યો હતો.

અમીછાંટણાથી શરૂ થયેલો વરસાદ બપોરે થોડીવાર માટે મુશળધાર વરસ્યો હતો
અમીછાંટણાથી શરૂ થયેલો વરસાદ બપોરે થોડીવાર માટે મુશળધાર વરસ્યો હતો

મોડી સાંજ સુધી એકધારો વરસાદ વરસ્યો
સુરત શહેરમાં સવારથી ધીમીધારે વરસાદ શરૂ હતો. આકાશ કાળા ડિબાંગ વાદળોથી ઘેરાયેલું જોવા મળ્યું હતું. વહેલી સવારથી જ અમીછાંટણાથી શરૂ થયેલો વરસાદ બપોરે થોડીવાર માટે મુશળધાર વરસ્યો હતો. જોકે મોડી સાંજ સુધી વરસાદ એકધારો વરસતા જનજીવન ઉપર અસર થઈ હતી. સુરત શહેર સહિત જિલ્લામાં વિશેષ કરીને ઉમરપાડા, પલસાણા, માંગરોળ, માંડવી સહિતના તાલુકાઓમાં 1 ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો.

સુરત જિલ્લાના નાના ચેકડેમો છલકાયા
સુરત જિલ્લાના નાના ચેકડેમો છલકાયા

વિયર કમ કોઝવેની જળ સપાટીમાં પણ વધારો
સુરતના વિયર કમ કોઝવેની જળ સપાટીમાં પણ વધારો નોંધાયો હતો. સુરત જિલ્લાના નાના ચેકડેમો પાણીથી છલકાયા હતા. કાકરાપાર અને ઉકાઈ ડેમમાં પાણીની આવક થઈ હતી. છેલ્લા કેટલાક દિવસથી વરસાદ ખેંચાયો હોવાથી ઉકાઈ ડેમ સહિત જળાશયોમાં પાણીની આવક બંધ થઈ ગઈઈ હતી. જેના કારણે વહીવટી તંત્રમાં પણ ચિંતાનું મોજું ફરી વળ્યું હતું. જોકે આ જ રીતનો માહોલ થોડા દિવસ સુધી બની રહેશે તો ઉકાઈ ડેમ તેમજ અન્ય જળાશયોમાં પણ પાણીની આવક થવાની આશા છે.