• Gujarati News
  • Local
  • Gujarat
  • Ahmedabad
  • Rain Damage To 11 Thousand Cars, 25 Thousand Two wheelers Including 100 Luxury Ones Worth More Than 50 Lakhs; 30 Crore Claims In Insurance Companies

ભાસ્કર એક્સક્લૂઝિવ:50 લાખથી વધુ રકમની 100 વૈભવી સહિત 11 હજાર કાર, 25 હજાર ટુ-વ્હિલરને વરસાદથી નુકસાન; વીમા કંપનીઓમાં 30 કરોડના ક્લેઈમ

અમદાવાદ2 મહિનો પહેલાલેખક: ચિરાગ રાવલ
  • કૉપી લિંક
ભોંયરામાં પાણી ઘૂસતા ગાડી તણાઈ ગઈ હતી - ફાઇલ તસવીર - Divya Bhaskar
ભોંયરામાં પાણી ઘૂસતા ગાડી તણાઈ ગઈ હતી - ફાઇલ તસવીર
  • 10-23 જુલાઈએ વરસાદી પાણી સંખ્યાબંધ બહુમાળી ઈમારતોનાં ભોંયરામાં ઘૂસ્યાં હતાં, ભૂકંપ પછી વાહન નુકસાનનો સૌથી મોટો ક્લેઈમ

શહેરમાં 10 અને 23 જુલાઈએ પડેલા ભારે વરસાદથી અંદાજે 11 હજાર કાર, 25 હજાર ટુ-વ્હિલરને નુકસાન થયું છે. વાહન ડીલરોએ આપેલા અંદાજ મુજબ કારની નુકસાનીનો આંકડો 35 કરોડની આસપાસ છે જ્યારે ટુ-વ્હિલર માલિકોએ દોઢ કરોડથી વધુ નુકસાન ઉઠાવવું પડશે. 2001ના ભૂકંપ પછી વીમા કંપનીઓએ વાહનને નુકસાન માટે સૌથી વધુ 30 કરોડ ક્લેઈમની રકમ ચૂકવવી પડશે.

ઓટો ઈન્ડસ્ટ્રીના નિષ્ણાતોના જણાવ્યા અનુસાર આધુનિક કાર સેન્સર બેઝ્ડ તેમજ મલ્ટિ સિસ્ટમ ધરાવતી હોવાથી પાણી જાય તો વાહન ઠપ થઈ જાય છે. બંને દિવસ પડેલા વરસાદમાં અનેક વિસ્તારમાં આવેલી મલ્ટિ સ્ટોરી બિલ્ડિંગોના ભોંયરામાં વરસાદી પાણી ઘૂસી જતાં સેંકડો કાર ખોટકાઈ ગઈ હતી. રોડ પર પાણી ભરાવાને કારણે સંખ્યાબંધ કાર અને ટુ-વ્હિલર માલિકોએ વાહન રોડ પર છોડી દેવું પડ્યું હતું.

વાહન ડીલરોએ કહ્યું કે, અમદાવાદમાં નાનાં-મોટાં ઓથોરાઇઝ 100 સર્વિસ સ્ટેશન છે. જેમાં અંદાજે વરસાદથી છ હજાર કારને નુકસાનીનો અંદાજ છે. આમાંથી અંદાજે 3 હજાર કારના એન્જિન લોક થઇ જવાથી અંદાજે 75 હજાર સુધીના ખર્ચનો અંદાજ મુકાયો છે. અંદાજે 23 કરોડથી વધુ રકમ ઇન્સ્યોરન્સ કંપનીમાં ક્લેઇમ માટે મુકાઇ છે. આ સિવાય કાર દીઠ રૂ. 20 હજાર ખર્ચ થયો હોય તેવી અંદાજે 3 હજાર કાર છે. જેનો અંદાજે 6 કરોડથી ‌વધુ રકમના ક્લેઈમ વીમા કંપનીમાં કરાયા છે.

કાર વોરંટીમાં હોય તો કારમાલિકને પ્રોસેસ ફી સિવાય કોઇ ખર્ચ થતો નથી. જે કારમાલિકોએ વોરંટી પિરિયડ લીધો નથી, તેમને સામાન્ય કરતા વધુ ખર્ચ ભોગવવો પડશે. આ ઉપરાંત વરસાદના લીધે 25 હજાર ટુ-વ્હિલરોના માલિકોને નુકસાન ભોગવવું પડ્યું છે. અંદાજે દોઢ કરોડના નુકસાનનો અંદાજ મુકાયો છે. આમાંથી એક ટકા ટુ-વ્હિલર માલિકોએ ઇન્સ્યોરન્સ કંપનીમાં ક્લેઇમ કર્યો છે.

ટુ-વ્હિલરના નુકસાન માટે દોઢ કરોડના ક્લેઈમ
લક્ઝુરિયસ કારના વાહન ડીલરોએ કહ્યું કે, 50 લાખથી વધુ રકમની અંદાજે 100 કારના એન્જિન લોક થઇ જવાથી 2 લાખથી વધુનું નુકસાન થયું છે. આ તમામ નુકસાનનું વળતર મેળવવા ઇન્સ્યોરન્સ કંપનીમાં ક્લેઇમ કરાયો છે. ટુ-વ્હિલરના નુકસાન માટે પણ દોઢ કરોડના ક્લેઈમ આવ્યા હોવાનું વીમા કંપનીના સૂત્રોનું કહેવું છે.

વેઈટિંગને લીધે રિપેરિંગ માટે કાર સ્વીકારાતી નથી
પાણીથી નુકસાનીના કારણે સર્વિસ સ્ટેશનોમાં પાર્ટસની અછત છે. પાર્ટસ સપ્તાહથી લઇ 15 દિવસે આવે છે. જેના લીધે હાલ સર્વિસ સ્ટેશનોમાં 25 દિવસનું વેઈટિંગ છે. સર્વિસ સ્ટેશનમાં રિપેરિંગ કે સર્વિસ માટે કાર સ્વીકારવામાં આવતી નથી. વેઇટિંગ ઘટાડવા કર્મચારીઓ નાઇટશિફટમાં પણ કામ કરે છે.

સર્વિસ સ્ટેશનો ફૂલ થયા, ગેરેજોમાં લાઈનો લાગી
રિપેરિંગ માટે ઓથોરાઇઝ્ડ સર્વિસ સ્ટેશનોમાં 25 દિવસનું વેઈટિંગ જોઇને ઘણા લોકોએ નાનાં-મોટાં ગેરેજોમાં કાર મોકલી છે. પૂર્વ વિસ્તારોમાં પાણી ભરાતા વધુ ડેમેજ કારો આવી છે. અંદાજે 5 હજાર કારો રિપેરિંગમાં આવી છે. એક કારમાં ઓછામાં ઓછા 4થી લઇ 14 હજાર સુધીનો ખર્ચ થાય છે.

અન્ય સમાચારો પણ છે...