તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રેલવેને 5 મેગાહર્ટ્ઝ સ્પેક્ટ્રમની મંજૂરી:રેલવે 4G નેટવર્કથી ટ્રેનો દોડાવશે, અકસ્માત ઘટવા સાથે સરેરાશ સ્પીડ વધશે, રિયલ ટાઇમ માહિતી મળશે

અમદાવાદ3 મહિનો પહેલાલેખક: ઓમકારસિંહ ઠાકુર
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • કેન્દ્રીય કેબિનેટે 5 મેગાહર્ટ્ઝ સ્પેક્ટ્રમ મંજૂર કરતાં રેલવે 25 હજાર કરોડનું રોકાણ કરશે

ટ્રેનમાં હવે પેસેન્જરોની મુસાફરી વધુ સુરક્ષિત અને આરામદાયક બનશે. હવે 4જી નેટવર્ક સાથે ટ્રેનો દોડાવાતા પેસેન્જરોની સુરક્ષા વધશે. તાજેતરમાં કેન્દ્રીય કેબિનેટે 700 મેગાહર્ટ્ઝમાંથી રેલવેને 5 મેગાહર્ટ્ઝ સ્પેક્ટ્રમની મંજૂરી આપતાં રેલવે 4જી નેટવર્ક પર ટ્રેનોનું સંચાલન શરૂ કરી શકશે. વધુમાં રેલવેને મળેલા આ સ્પેક્ટ્રમ 5 જી નેટવર્કને પણ સપોર્ટ કરશે પરંતુ હાલમાં રેલવે 4જી નેટવર્ક પર જ કામ કરશે. જેના માટે રેલવે આગામી 5 વર્ષમાં 25 હજાર કરોડ રૂપિયાનું રોકાણ કરશે. આ ટેકનોલોજીને લીધે અકસ્માતો ઘટશે અને ટ્રેનના રિયલ ટાઇમ સમય-સ્થળ પણ જાણી શકાશે. વધારામાં ધુમ્મસના કારણે ટ્રેનો મોડી પડવાની પણ બંધ થશે. આ ટેકનોલોજીને લીધે લોકો પાઇલોટને સિગ્નલની આગોતરી માહિતી મળી જશે. ઉલ્લેખનીય છે કે, હાલમાં રેલવે પાસે 2જી સ્પેક્ટ્રમ છે જેનો સિગ્નલ સિસ્ટમ અને કમ્યુનિકેશન સિસ્ટમ માટે ઉપયોગ કરાય છે.

આ સ્પેક્ટ્રમની સાથે જ રેલવે 5 વર્ષમાં લોંગ ટર્મ ઇવોલ્યુશન (એલટીઈ) આધારિત મોબાઈલ ટ્રેન રેડિયો સંચાર સિસ્ટમ શરૂ કરશે. આ ઉપરાંત રેલવેએ સ્વદેશી ટેકનોલોજીથી તૈયાર થયેલ ઓટોમેટિક ટ્રેન પ્રોટેક્શન (એટીપી)સિસ્ટમ અને ટ્રેન કોલિજન એવોઈડેન્સ સિસ્ટમ (ટીસીએએસ)ને પણ મંજૂરી આપી છે, જે બે ટ્રેનોને અથડાતા બચાવશે પરિણામે અકસ્માત ઘટતા પેસેન્જરોની સુરક્ષા વધશે.

રેલવેમાં એલટીઈની મદદથી ટ્રેનોના સંચાલન તેમજ સુરક્ષા સાથે જોડાયેલા એપ્લિકેશન માટે વિશ્વસનીય વોઈસ, વીડિયો અને ડેટાસંચાર સેવાઓ ઉપલબ્ધ થશે. જેનો ઉપયોગ આધુનિક સિગ્નલ સિસ્ટમ તેમજ ટ્રેનની સુરક્ષા સાથે જોડાયેલી ટેકનોલોજી માટે કરવામાં આવશે. એજ રીતે લોકો પાયલટ (ડ્રાઈવર) અને ગાર્ડ વચ્ચે કોઈ પણ અવરોધ વગર વાર્તાલાપ થઈ શકશે. ઇન્ટરનેટ ઓફ થિંગ્સ આધારિત રિમોટ એસેટ મોનિટરિંગ સિસ્ટમથી કોચ, વેગન તેમજ એન્જીનનું મોનિટરિંગ થવાની સાથે ટ્રેનના ડબ્બામાં સીસીટીવી કેમેરાથી લાઈવ વીડિયો મેળવવાની સાથે ટ્રેનના સુરક્ષિત અને ઝડપી સંચાલનમાં મદદ મળશે. સિગ્નલ આવે ત્યારે હવે ટ્રેન ધીમી કરવાની જરૂર નહીં પડે અને ટ્રેનને સિગ્નલ મળ્યું છે કે નહીં તેની જાણ ડ્રાઈવરને એન્જિનમાં જ થઈ જતા ટ્રેનની ઝડપ ઘટાડવાની જરૂર નહીં પડે.

સ્પેક્ટ્રમના ફાયદા

  • ટ્રેનો રિયલ ટાઈમ ટ્રેકિંગ કરી શકાશે.
  • પેસેન્જરોને ટ્રેનનો ચોક્કસ સમય અને લોકેશન સરળતાથી મળી રહેશે.
  • ટ્રેન અકસ્માત ઘટશે.
  • ટ્રેનની એવરેજ સ્પીડ વધશે.
  • કોચમાં સીસીટીવી કેમેરો હોવાથી પેસેન્જરોની સુરક્ષા વધશે.
  • મુસાફરી દરમિયાન પેસેન્જરોને વાઈફાઈની સુવિધા મળી રહેશે.
અન્ય સમાચારો પણ છે...