તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રાહત:કરંટ ટિકિટનું બુકિંગ કરનારને રેલવે 10 % ડિસ્કાઉન્ટ આપશે, ચાર્ટ તૈયાર થયા બાદ ખાલી સીટ પર બુકિંગ થશે

અમદાવાદ25 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર
  • જનરલ ટિકિટ બંધ હોવાથી ટ્રેનમાં ખાલી સીટ પર મુસાફરો પ્રવાસ કરી શકતા નથી

અમદાવાદ સ્ટેશનેથી હાલમાં 150 જેટલી ટ્રેનોનું સંચાલન કરવામાં આવી રહ્યું છે. કોરોનાકાળ પછી આ તમામ ટ્રેનોને સંપૂર્ણ રીઝર્વેશન સાથે જ દોડાવવામાં આવી રહી છે. અમદાવાદ સહિત ડિવિઝનમાંથી પસાર થતી આ ટ્રેનોમાંં અનેક સીટ ખાલી રહે છે અને પેસેન્જરોને મુસાફરી કરી શકતા નથી.

ઘણા પેસેન્જરો ટ્રેન ઉપડવાના એક કે બે કલાક પહેલા સ્ટેશન પર આવે છે પરંતુ જનરલ ટિકિટ બંધ હોવાથી તેમને ટિકિટ મળતી નથી અને તેઓ ટ્રાનમાં મુસાફરી કરી શકતા નથી. હાલની સ્થિતિની સમીક્ષા કર્યા બાદ એક મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે કે આવા પેસેન્જરો ટ્રેન ઉપડવાના ચાર કલાક પહેલા રિઝર્વેશન ચાર્ટ બન્યા બાદ પણ ટ્રેન ઉપડવાના 30 મિનિટ પહેલા કરંટ બુકિંગ કાઉન્ટર પરથી રિઝર્વેશન ટિકિટ મેળવી શકે છે.

કરંટ બુકિંગ કાઉન્ટર પર બુક થનાર તમામ ટિકિટ પર રિઝર્વેશન ભાડામાં રેલવે દ્વારા 10 ટકા ડિસ્કાઉન્ટ આપવાની પણ જાહેરાત કરવામાં આવી છે. આ સુવિધાનો લાભ અમદાવાદ સહિત ડિવિઝનના અન્ય સ્ટેશનો પરથી પણ મેળવી શકાય છે. આ નિર્ણયથી ઈમરજન્સીમાં જઈ રહેલા મુસાફરોને ફાયદો થશે અને તેઓ રેલવેમાં પ્રવાસ કરી શકશે.

અન્ય સમાચારો પણ છે...