અપડાઉન કરતાં પેસેન્જરોને લાભ:રેલવેએ દોઢ વર્ષથી બંધ મંથલી સિઝન ટિકિટ ફરીથી શરૂ કરી, અમદાવાદ ડિવિઝનની 14 ટ્રેનમાં MST પાસ મળશે

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર

કોરોનાકાળમાં ટ્રેનો બંધ કરાયા બાદ રેલવેએ ડેલી અપ ડાઉન કરતા પેસેન્જરો માટે મંથલી સિઝન ટિકિટ (એમએસટી)ની સુવિધા પણ બંધ કરી હતી. કેસ ઘટ્યા બાદ રેલવેએ 80 ટકાથી વધુ ટ્રેનોનું સ્પેશિયલ ટ્રેન તરીકે સંચાલન શરૂ કરાયા બાદ પણ એમએસટી પાસની સુવિધા શરૂ કરવામાં આવી ન હતી. પેસેન્જરોની વારંવારની રજૂઆત બાદ 15 સપ્ટેમ્બરથી પસંદગીની ટ્રેનમાં એમએસટી પાસની સુવિધા શરૂ કરવાની રેલવેએ જાહેરાત કરી છે.

અમદાવાદ ડિવિઝનની 14 ટ્રેન સહિત પશ્ચિમ રેલવેની 58 જેટલી ટ્રેનોમાં હાલ ફક્ત મંથલી પાસની સુવિધા શરૂ કરાશે. જેમાં અમદાવાદ ડિવિઝનની 14 ટ્રેનમાં, વડોદરા અને ભાવનગર ડિવિઝનની 12-12 ટ્રેનમાં મુંબઈ અને રતલામની 8-8 ટ્રેનમાં તેમજ રાજકોટ ડિવિઝનની 4 ટ્રેનમાં આ પાસની સુવિધા શરૂ કરાઈ છે. મંજૂરી અપાયેલી ટ્રેન સિવાય અન્ય ટ્રેનોમાં એમએસટી પાસ ધારક જો મુસાફરી કરતા પકડાશે તો પેનલ્ટી વસૂલ કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...