અમદાવાદ ડિવિઝનમાં અભિયાન:ખુદાબક્ષોને પકડી રેલવેએ રૂ.1.80 કરોડ વસૂલ કર્યા

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર

અમદાવાદ ડિવિઝનમાં અમદાવાદ સહિત મુખ્ય સ્ટેશનો પર તેમજ ટ્રેનોમાં ટિકિટ ચેકિંગ સ્ટાફ દ્વારા ઓક્ટોબર મહિનામાં ટિકિટ ચેકિંગ અભિયાન ચલાવવામાં આવ્યું હતું. જેના ભાગરૂપે ઓક્ટોબર મહિનામાં અમદાવાદ ડિવિઝનના ટિકિટ ચેકિંગ વિભાગને 1.80 કરોડથી વધુની આવક થઈ હતી. આ માહિતી આપતા રેલવે અધિકારીએ જણાવ્યું કે, ટ્રેનમાં તેમજ સ્ટેશન પર ટિકિટ વગર ફરતા લોકોને ઝડપી પાડવાની સાથે, અનિયમિત ટિકિટો, દલાલો દ્વારા છેતરપિંડી અને સ્ટેશન પર અનઅધિકૃત વિક્રેતાઓને ઝડપી પાડવા આ ટિકિટ ચેકિંગ અભિયાન ચલાવવામાં આવ્યું હતું.

દિવાળીમાં શહેરીજનો ઉત્તર ભારત તરફ જતી ટ્રેનોમાં મુસાફરી કરતા હોવાથી લગભગ તમામ ટ્રેનોમાં ભીડ છે અને વેઈટિંગ લિસ્ટ પણ 300થી ઉપર પહોંચી ગયું છે. ત્યારે અનેક લોકોને ટિકિટ ન મળતા તેઓ ટિકિટ વગર પણ મુસાફરી કરી રહ્યા છે. ટિકિટ વગર ફરતા આવા પેસેન્જરોને ઝડપી પાડવા સઘન ટિકિટ ચેકિંગ અભિયાન ચલાવવામાં આવ્યું હતું.

ઓક્ટોબર મહિનામાં કુલ 26962 મુસાફરો ટિકિટ વિના અથવા અયોગ્ય ટિકિટ પર મુસાફરી કરતા પકડાયા હતા. રેલવેએ તેમની પાસેથી દંડ સ્વરૂપે લગભગ 1.80 કરોડ રૂપિયા વસૂલ કર્યા હતા. દિવાળી અને છઠ પર્વને પગલે મોટી સંખ્યામાં શ્રમિકો અને અન્ય લોકો વતન જઈ રહ્યા છે. હાલ રેલવે માત્ર રિઝર્વ ટ્રેનો જ દોડાવતી હોવાથી પેસેન્જરોને ટ્રેનમાં ટિકિટ મળતી નથી. ત્યારે આવા ટિકિટ વગરના લોકો પણ દિવાળી અને છઠ પર્વ ઉજવવા ટિકિટ વગર ટ્રેનમાં મુસાફરી કરતા હતા.

અન્ય સમાચારો પણ છે...