શહેરમાં કોરોના સંક્રમણ ફરી માથું ઊંચકી રહ્યું છે. શહેરમાં છેલ્લા એક સપ્તાહમાં જ 217 કેસ નોંધાયા છે, શહેરમાં હાલ 207 જેટલા એક્ટિવ કેસ છે જેમાંથી 157 એક્ટિવ કેસ પશ્ચિમ અમદાવાદના 5 વોર્ડમાં છે. પરિસ્થિતિને જોતાં મ્યુનિ.એ આ વિસ્તારમાં વધુ તકેદારી રાખવા સૂચના આપી છે. કોરોનાનું સંક્રમણ રોકવા બુધવારથી કાલુપુર રેલવે સ્ટેશન અને ગીતા મંદિર એસટી સ્ટેન્ડે કોરોનાના ટેસ્ટિંગ માટેના ડોમ ફરી શરૂ કરવામાં આવશે.
શહેરમાં 97 દિવસ પછી રોજિંદા કેસનો આંકડો 44 થયો છે. 32 દર્દી સાજા થતાં તેમને તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. આજે પણ એક પણ દર્દીનું અવસાન થયું નથી. ઉલ્લેખનીય છેકે, શહેરમાં અગાઉ 2 માર્ચે 47 કેસ નોંધાયા હતા. જે બાદ 97 દિવસ પછી શહેરમાં કોરોનાના 44 કેસ સામે આવ્યા છે. છેલ્લા 3 દિવસમાં શહેરમાં 100થી વધુ કેસ નોંધાયા છે.
ધપુર વોર્ડમાં સૌથી વધુ 44 એક્ટિવ કેસ
વોર્ડ | એક્ટિવ કેસ |
બોડકદેવ | 33 |
થલતેજ | 20 |
જોધપુર | 44 |
નવરંગપુરા | 30 |
પાલડી | 24 |
20થી વધુ દર્દી હોસ્પિટલમાં દાખલ, 187 દર્દી હોમ આઈસોલેશનમાં
કોરોનાના કેસ વધવાની સાથે હોસ્પિટલમાં દાખલ થતાં દર્દીઓની સંખ્યા પણ વધી રહી છે. હાલ 20 દર્દી હોસ્પિટલમાં દાખલ છે. 187 દર્દી હોમ આઈસોલેશનમાં સારવાર હેઠળ છે. સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં કોરોનાનો એકપણ દર્દી સારવાર હેઠળ ન હતો. કેટલીક ખાનગી હોસ્પિટલોમાં કોવિડ વોર્ડ બંધ કરાયા હતા.
એક સપ્તાહમાં 1600થી 2100 ટેસ્ટ થયા, પોઝિટિવિટી રેટ 2.66% થયો
કોરોનાના કેસ વધતાં મ્યુનિ.એ ટેસ્ટિંગ પણ વધાર્યું છે. 1 જૂને 1769, 2 જૂને 2112, 3 જૂને 1723, 4 જૂને 1801 અને 5 જૂને 1579 આરટીપીસીઆર અને રેપિડ ટેસ્ટ થયા હતા. જેમાં પોઝિટિવ આવવાનો રેશિયો 1.19 થી વધીને 2.66 સુધી પહોંચ્યો છે. એટલે શહેરમાં ટેસ્ટિંગની સામે પોઝિટિવિટીનો રેશિયો પણ વધ્યો છે.
4 દિવસમાં ઝાડા-ઊલટીના 113 કેસ
શહેરમાં પાણીજન્ય રોગચાળો વકર્યો છે. જૂનના 4 દિવસમાં ઝાડા-ઊલટીના 113 કેસ નોંધાયા છે. કમળાના 32, ટાઇફોઇડના 34 કેસ નોંધાયા છે. છેલ્લા બે મહિનાથી શહેરમાં પાણીજન્ય રોગચાળો વકર્યો છે. ચાલુ વર્ષે મ્યુનિ.એ લીધેલા પાણીના 149 સેમ્પલમાંથી બેક્ટેરિયોલિજકલ તપાસમાં અનફિટ સાબિત થયા હતા. જ્યારે 785 સેમ્પલમાં પાણીમાં ક્લોરિન નહીં હોવાનું સામે આવ્યું હતું. સાદા મેલેરિયાના 16, ડેન્ગ્યુના 4 અને ચિકનગુનિયાનો 1 કેસ નોંધાયો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.