IT ડિપાર્ટમેન્ટની કાર્યવાહી:સુરત, બેંગલુરુ, ચંદીગઢમાં વેસ્ટ મેનેજમેન્ટ કંપની પર દરોડા; 70 કરોડના બોગસ ખર્ચ બતાવીને ટેક્સચોરી

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર

ઇન્કમટેકસ ડિપાર્ટમેન્ટના અધિકારીઓ ટેકસ ચોરી કરતા કરદાતાઓને શોધવાનું કામ શરૂ કરી દીધું છે. ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટે ડિજિટલ માર્કેટિંગ અને વેસ્ટ મેનેજમેન્ટનું કામ કરતી કંપનીને ત્યાં આઇટીના દરોડા પાડ્યા છે, જેમાં સુરત સહિત બેંગલુરુ, ચંદીગઢ અને મોહાલીમાં સાતથી વધુ સ્થળે દરોડાની કાર્યવાહી શરૂ કરાઈ છે.

આ કંપની વેસ્ટ મેનેજમેન્ટના કોર્પોરેશનના ટેન્ડર લઇને વેસ્ટ કલેક્શન, ટ્રાન્સ્પોર્ટેશન તેમજ તેના નિકાલનું કામ કરે છે. આ ઉપરાંત તે ડિજિટલ માર્કેટિંગ સાથે પણ સંકળાયેલી છે. આ કંપનીમાં હવાલા દ્વારા પૈસા ફેરવ્યાના વ્યવહાર મળ્યા છે. આ કંપનીએ રોકડ અને બે નંબરની આવકને કાયદેસર કરવા માટે હવાલા કરીને ખોટા ખર્ચ વધારે બતાવીને તેમજ આવક ઓછી બતાવીને કરચોરી કરી છે.

વધારામાં લકઝુરિયસ કાર જે ડાયરેકટર અને પરિવારના લોકો વાપરતા હોય તેને કર્મચારીના નામે કરાયાના પુરાવા પણ મળ્યા છે. આઈટીએ મોટા પ્રમાણમાં દસ્તાવેજો અને ડિજિટલ પુરાવા ભેગા કર્યા છે. આશરે રૂ. 70 કરોડ જેટલા ખોટા ખર્ચને રજૂ કર્યાનું આઈટીએ શોધી કાઢ્યું છે, જ્યારે રૂ. 7 કરોડ જેટલી બેનામી પ્રોપર્ટીમાં ઇન્વેસ્ટમેન્ટ, રૂ. 1.95 કરોડની રોકડ અને રૂ. 65 લાખની જ્વેલરી મળી આવી છે.

અન્ય સમાચારો પણ છે...