દરોડા:અમદાવાદ, સુરત, વડોદરા, ભાવનગર, જામનગરમાં 115 પેઢીના 205 સ્થળે દરોડા

અમદાવાદ,સુરત20 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસવીર - Divya Bhaskar
ફાઈલ તસવીર
  • અમદાવાદ-ભાવનગરના દરોડામાં મળેલા ડેટાના આધારે કાર્યવાહી, 91ની પૂછપરછ

એસજીએસટી વિભાગ દ્વારા તાજેતરમાં બોગસ બિલિંગ દ્વારા આઈટીસી પાસ ઓન કરતા કેટલાક ટેક્સચોરોની ધરપકડ કરાઈ હતી. આ લોકોએ જેમને બોગસ બિલ આપ્યા હતા, તેવાં લોકોને શોધવા શનિવારે વહેલી સવારે અમદાવાદ, સુરત, વડોદરા, ભાવનગર, જામનગરની 115 પેઢીના 205 સ્થળે એસજીએસટી, એટીએસ અને ક્રાઇમ બ્રાંચનું સંયુક્ત ઓપરેશન હાથ ધરાયું હતું. આ દરોડામાં 91 લોકોની પૂછપરછ કરાઈ હતી. એસજીએસટીની ટીમે સરખેજના તાહિર મોહમ્મદ રજઇવાલાને ત્યાં પાડેલા દરોડામાં મળેલા ડિજિટલ ડેટાના આધારે શનિવારે રાજ્યવ્યાપી દરોડા પડાયા.

સુરતના રૂ. 1200 કરોડના વ્યવહારોમાં જે પેઢીઓ સામેલ હતી. તેઓને ત્યાં શનિવારે વહેલી સવારથી દરોડાની કાર્યવાહી એસજીએસટી, એટીએસ અને ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કરાઈ હતી.આ કૌભાંડમાં મોટી રકમની ટેકસ ચોરી પકડાય તેવી પૂરી શકયતા છે. આ ઓપરેશનમાં એસજીએસટીના 12 નાયબ કમિશનર, પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારીઓ સતત દેખરેખ રાખી રહ્યાં છે. જીએસટીની 90 ટીમ દ્વારા અમદાવાદ, સુરત, વડોદરા, ભાવનગર જામનગર ખાતે દોરડા હાથ ધર્યા હતા.

સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા તાજેતરમાં રૂ. 1200 કરોડના જીએસટી બોગસ બિલિંગ કૌભાંડ ઝડપી પાડ્યું હતું. આ કૌભાંડમાં 26 લેપટોપ અને એક સીએની ધરપકડ કરાઈ છે. જેના તાર શનિવારે પાડેલા દરોડા સાથે સંબંધિત છે. આ પેઢીઓએ બોગસ બિલિંગના વ્યવહારો કર્યા હોવાથી દરોડા પડાયા છે. રૂ. 1200 કરોડનો મુખ્ય આરોપી સુફિયાન હાલમાં ફરાર છે, જેની ડીજીજીઆઇએ અગાઉ ધરપકડ કરી હતી.

કનેક્શન અમદાવાદના રજઇવાલાના ડિજિટલ ડેટાના આધારે કાર્યવાહી
તાજેતરમાં સરખેજના તાહિર મોહમ્મદ રજઇવાલાને ત્યાંથી સ્ટેટ જીએસટીની ટીમને દરોડોમા મોટી સંખ્યામાં ડિજિટલ ડેટા મેળવ્યા હતા. આ ડેટાના આધારે કાર્યવાહી હાથ ધરાઈ હતી. જેના આધારે ભાવનગરના સોહિલ પીરવાણી, મોહમ્મદ ટાટા, જામનગરના યોગેશ વોરા અને સુરતના સુફિયાનને ત્યાં દરોડાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

કયા દરોડાની કાર્યવાહી
1 અમદાવાદમાં સ્ક્રેપ, મેટલ, કેમિકલ અને સળીયા વગેરેના બોગસ પેઢીઓના 29 પેઢીના 30 જગ્યાએ અને 24 લોકોની પૂછપરછની કાર્યવાહી હાથ ધરાઇ છે.
2 સુરતમાં 20 જગ્યાએ 18 પેઢીઓમાં દરોડાની કાર્યવાહી ચાલી રહી છે.
3 ભાવનગરમાં 21 સ્થળમાં 18 પેઢી અને 12 જણાની પૂછપરછ હાથ ધરવામાં આવી છે.
4 બરોડા અને જામનગર ખાતે પણ દરોડાની કાર્યવાહી ચાલી રહી છે.

સુરતમાં 20 સ્થળે દરોડા, પૂછપરછ
આ સંયુક્ત ઓપરેશનમાં આજે સુરતમાં પણ 20 સ્થળે બોગસ બિલિંગની શંકાના આધારે વેરિફિકેશન હાથ ધરાયું હતું. અધિકારીઓએ ડેટા એનાલિસિસના આધારે 30થી વધુ લોકોને ઘેર્યા હતા. જોકે, મોડી સાંજ સુધી કોઈની ધરપકડ નહોતી કરાઈ. એસજીએસટીના એક ઉચ્ચ અધિકારીએ જણાવ્યું કે ડેટાના આધારે તપાસ કરાઈ હતી અને બોગસ બિલિંગની આખી ચેઇન ચેક કરાઈ હતી. હાલ જે દસ્તાવેજો જપ્ત કરાયા છે તેનું વેરિફિકેશન ચાલી રહ્યું છે. નોંધનીય છે કે, અગાઉ ક્રાઇમ બ્રાન્ચ ઇકો સેલ દ્વારા બોગસ બિલિંગના એક કેસમાં 14ની ધરપકડ કરાઈ હતી.

ભાવનગર મોહમ્મદ સવજાણી પાસેથી આઇ કલાઉડનો 50 જીબીનો ડેટા મળ્યો
ભાવનગરના મોહમ્મદ અબ્બાસ સવજાણીની એસજીએસટીની ટીમને દરોડો પાડ્યો હતો. સવજાણી જે આઇ ફોન, મેકબુક વાપરતો તેનો તમામ ડેટા ઓટોમેટીક આઇકલાઉડમાં સ્ટોર થતો હતો. ડિપાર્ટમેન્ટને દરોડા દરમિયાન આઇ કલાઉડનો 50 જીબીનો ડેટા હાથ લાગ્યો હતો. આ ડેટા અધિકારીઓને આંગળની લીંક મળી હતી.

અન્ય સમાચારો પણ છે...