તાજેતરમાં સ્ટેટ જીએસટીની ટીમ દ્વારા રાજ્યના પેટ્રોલપંપ સંચાલકોને ત્યાં સાગમટે દરોડા પાડવામાં આવ્યા હતા. ટેક્સ ચોરીના કૌભાંડમાં રાજ્યના 104 પેટ્રોલપંપ પર દરોડા દરમિયાન ટેકસ ચોરી તેમજ વેટના રજિસ્ટ્રેશન રદ થવા છતાં તેઓએ પેટ્રોલનું વેચાણ ચાલું રાખ્યું હતું. અત્યાર સુધીમાં પેટ્રોલપંપ સંચાલકોએ રૂ. 400 કરોડનું પેટ્રોલ બારોબાર વેચીને રૂ. 65 કરોડની ટેકસ ચોરી કરી હોવાનું તપાસમાં બહાર આવ્યું છે.
પેટ્રોલનો ભાવ રૂ. 100ની નજીક પહોંચી ગયા છે ત્યારે કેટલાક પેટ્રોલ પંપ સંચાલકો ગેરરીતિ કરવામાંથી ખચકાઇ રહ્યા નથી. જીએસટી લાગુ થયાને ચાર વર્ષ વીતી ગયા તેમ છતાં નંબર લેવાયા ન હતા. આ પેેટ્રોલ સંચાલકો ટેકસ ભર્યા વગર પેટ્રોલ વેચતા હતા. વેટના રજિસ્ટ્રેશન વગર 27 પેટ્રોલ પંપ વેચાણ કરતા હતા, જેમણે રજિસ્ટ્રેશન વગર અંદાજે રૂ. 400 કરોડનું વેચાણ કર્યા હોવાનું સામે આવ્યું છે. આ ઉપરાંત કેટલાક પેટ્રોલ પંપો ભરવાપાત્ર વેરો ન ભરીને ટેકસ ચોરી કરી હોવાનું જાણવા મળ્યુંં છે. અત્યાર સુધીની તપાસમાં રૂ. 64 કરોડનો વેરો ભરપાઇ કર્યો ન હોવાનું બહાર આવ્યું છે. પેટ્રોલપંપ સંચાલકોની મિલકતો ટાંચમાં લેવામાં આવી છે.
વેટ રજીસ્ટ્રેશન વગર વેચાણ થતું હતું
પેટ્રોલ પંપ | વેચાણ (કરોડમાં) |
કેશરી નંદન પેટ્રોલિમય, પલસાણા, સુરત | 62.64 |
મારુતિસાઇ પેટ્રોલિયમ, વલસાડ | 54.89 |
વિનાયક પેટ્રોલિયમ, ભુજ | 21.44 |
દ્વારકેશ પેટ્રોલિયમ, ધાણેટી, કચ્છ | 19.51 |
જય બેલનાથ પેટ્રોલિયમ, પોરબંદર | 17.09 |
વાસુદેવ પેટ્રોલિયમ, પોરબંદર | 3.98 |
હરસિધ્ધિ પેટ્રોલિયમ, ગોધરા | 3.17 |
કયા શહેરમાં કેટલા પેટ્રોલ પંપ પર દરોડા
અમદાવાદ | 6 |
આણંદ | 4 |
બનાસકાંઠા | 4 |
ગોધરા | 4 |
ખેડા | 7 |
પોરબંદર | 5 |
રાજકોટ | 15 |
જામનગર | 9 |
સુરત | 8 |
વડોદરા | 9 |
વલસાડ | 4 |
અન્ય | 29 |
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.