તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દરોડા:નારણપુરામાં CID ક્રાઇમ સહિત રેલવે નાર્કોટિક્સ સેલની રેઇડ, બ્રાઉન સુગર સાથે એકની ધરપકડ કરાઈ

અમદાવાદ22 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • પ્રગતિનગર ફ્લેટનો શખ્સ નશીલી ચીજવસ્તુઓની હેરાફેરી કરતો હતો

સીઆઈડી ક્રાઇમ એન્ડ રેલ્વેઝના નાર્કોટિક્સ સેલની ટીમે શહેરના નારણપુરા વિસ્તારમાંથી બ્રાઉન સુગર સાથે એકની ધરપકડ કરી છે. આરોપી પાસેથી પોલીસે 5.970 ગ્રામ બ્રાઉન સુગર (કિંમત રૂ. 29,970)નો કબજે કરી આરોપીને વધુ તપાસ માટે નારણપુરા પોલીસને સોંપી દીધો હતો.

સીઆઈડી ક્રાઈમ એન્ડ રેલ્વેઝને બાતમી મળી હતી કે, અમદાવાદના નારણપુરા વિસ્તારમાં પ્રતિબંધિત નશીલી ચીજવસ્તુઓની હેરાફેરી થઈ રહી છે. આ બાતમીના પગલે સીઆઈડી ક્રાઈમની ટીમે નારણપુરા પ્રગતિનગર ફ્લેટના એક મકાનમાં રેડ કરીને દેવેન્દ્રસિંહ જગજિતસિંહ ભાસીન (ઉં.વ. 58)ને ઝડપી તપાસ કરતા તેના કબજામાંથી 5.970 ગ્રામ બ્રાઉન સુગર (કિંમત રૂ. 29,970) તથા રોકડા રૂ.5 હજાર મળી કુલ રૂ.34,970નો મુદ્દામાલ કબજે કર્યો હતો.

આરોપી દેવેન્દ્રસિંહ ભાસીનને સીઆઈડી ક્રાઈમ પોલીસે નારણપુરા પોલીસને સોંપતા પોલીસે તેની વિરુદ્ધ એનડીપીએસ એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી આરોપી કોની પાસેથી બ્રાઉન સુગર લાવ્યો હતો અને તેની સાથે અન્ય કોણ સંડોવાયેલા છે અને અત્યાર સુધીમાં કોને કોને વેચ્યું તે દિશામાં નારણપુરા પોલીસે તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...