રાહુલ ગાંધીનો ગુજરાત પ્રવાસ:ગુજરાતના સ્થાપના દિવસે રાહુલ ગાંધી દાહોદથી આદિવાસી અધિકાર યાત્રાની શરૂઆત કરાવશે

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
રાહુલ ગાંધી ( ફાઈલ ફોટો) - Divya Bhaskar
રાહુલ ગાંધી ( ફાઈલ ફોટો)
  • વડાપ્રધાન મોદી 18 એપ્રિલથી 20 એપ્રિલ સુધી ગુજરાત આવશે​​​

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે ભાજપ અને કોંગ્રેસ સહિત આપના રાષ્ટ્રીય નેતાઓના ગુજરાત પ્રવાસ વધી રહ્યાં છે. જેમાં 18 તારીખથી ત્રણ દિવસ માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દાહોદ સહિતના કાર્યક્રમો બાદ તારીખ 1 મેના રોજ કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી પણ ગુજરાત આવી દાહોદથી આદિવાસી અધિકાર યાત્રાનો પ્રારંભ કરાવશે અને દાહોદમાં જ રાહુલ ગાંધી સભાને સંબોધન કરશે.

વડાપ્રધાન મોદી પણ ત્રણ દિવસ ગુજરાત આવશે
ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલાં કેન્દ્રીય નેતાઓના આંટાફેરા ગુજરાતમાં વધી ગયાં છે. વડાપ્રધાન મોદી ઉત્તરપ્રદેશ સહિતના પાંચ રાજ્યોની ચૂંટણીમાં વિજય મેળવ્યા બાદ અમદાવાદ આવ્યાં હતાં અને રોડ શો કરીને ઉજવણી કરી હતી. તે ઉપરાંત તેમણે ખેલ મહાકુંભ 2022નો પણ પ્રારંભ કરાવ્યો હતો. તેમની સાથે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ ગુજરાતની મુલાકાતો લઈ રહ્યાં છે. તાજેતરમાં જ તેઓ નડાબેટ ખાતેના કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યાં હતાં. હવે વડાપ્રધાન મોદી આગામી 18મી એપ્રિલે ગુજરાત આવશે.

વડાપ્રધાનનો 18 એપ્રિલનો કાર્યક્રમ
સાંજે 5:30 કલાકે અમદાવાદ પહોંચશે
સાંજે 6 કલાકે ગાંધીનગર કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરની લેશે મુલાકાત
રાત્રે રાજભવન ખાતે કરશે રાત્રી રોકાણ

વડાપ્રધાનનો 19 એપ્રિલનો કાર્યક્રમ
બનાસ ડેરીના વિવિધ પ્રોજેક્ટનોમું ખાતમુહૂર્ત કરશે
દિયોદર ખાતે યોજાયેલી જનસભામાં હાજર રહેશે
દિયોદર બાદ PM જામનગરના કાર્યક્રમમાં આપશે હાજરી
PM બપોરે 1:20 કલાકે જામનગર પહોંચશે
વિશ્વ આયુર્વેદિક યુનિવર્સિટી કાર્યક્રમમાં ભાગ લેશે
ગ્લોબલ મેડિસિન સેન્ટરનું કરશે ખાતમુહૂર્ત
5:00 વાગ્યે જામનગરથી અમદાવાદ આવશે
રાત્રે પુનઃ રાજભવનમાં કરશે રાત્રી રોકાણ

વડાપ્રધાનનો 20 એપ્રિલનો કાર્યક્રમ
મહાત્મા મંદિર કાર્યક્રમમાં આપશે હાજરી
દાહોદ અને પંચમહાલમાં વિવિધ પ્રોજેક્ટોનું ખાતમુહૂર્ત કરશે
2 વાગ્યે PM મોદી દાહોદ જવા થશે રવાના
સાંજે 6.16 કલાકે અમદાવાદ એરપોર્ટથી દિલ્લી જવા રવાના થશે