માનહાની કેસ:રાહુલ ગાંધી સુરત કોર્ટમાં હાજર થવા આજે આવશે

અમદાવાદ9 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મોદી સરનેમ બાબતે ટિપ્પણી મુદ્દે કેસ ચાલે છે

કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી 29મી ઓકટોબરે ગુજરાતના સુરત ખાતે આવશે. તેઓ સુરતની સેશન કોર્ટમાં શુક્રવારે બપોરે હાજર રહેશે. પછી સાંજે 5 કલાકે દિલ્હી જવા રવાના થશે. ઉલ્લેખનીય છે કે, રાહુલ ગાંધીએ ચૂંટણી વખતે મોદી અટક બાબતે ટીપ્પણી કરી હતી. આ ટીપ્પણીને લઇને તેમની સામે બદનક્ષીનો કેસ સુરતના ધારાસભ્ય અને રાજ્યના મંત્રી પૂર્ણેશ મોદીએ કર્યો હતો.

રાહુલ લાભ પાંચમ પછી 3 દિવસ ગુજરાતમાં રોકાશે
કોંગ્રેસ નેતાઓને દિશાસૂચન કરવા લાભ પાંચમ પછી ત્રિદિવસીય ચિંતન શિબિર યોજશે. આ શિબિરમાં રાહુલ ગાંધી સતત 3 દિવસ ગુજરાત રોકાશે તેમ કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ ચાવડાએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...