તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મોર્નિંગ બ્રીફ:માનહાનિ કેસમાં રાહુલ ગાંધી સુરત કોર્ટમાં હાજર થશે, રાજ્યમાં 15મી ઓગસ્ટ સુધીમાં સ્કૂલો શરૂ કરવા તૈયારી, પ્રથમ તબક્કામાં ધો.9થી 12ની સ્કૂલો શરૂ થઈ શકે

3 મહિનો પહેલા

નમસ્કાર!
વડાપ્રધાન મોદી અમદાવાદમાં GTU ખાતે શરૂ થયેલા ટોયકાથોનમાં ભાગ લેનારા વિદ્યાર્થીઓ સાથે ચર્ચા કરશે. અમદાવાદમાં ભગવાન જગન્નાથની જળયાત્રા યોજાશે... ચાલો, શરૂ કરીએ મોર્નિંગ ન્યૂઝ બ્રીફ...

સૌથી પહેલા જોઇએ, બજાર શું કહે છે...

સેન્સેક્સ52,306.08-282.63
ડોલરરૂ.74.28-0.08

સોનું(અમદાવાદ)પ્રતિ 10 ગ્રામ

48,800-50

આ 3 ઘટના પર રહેશે નજર
1) માનહાનિના કેસ મામલે કોંગ્રેસનેતા રાહુલ ગાંધી સુરત કોર્ટમાં હાજરી આપે એવી શક્યતા.
2) વડાપ્રધાન મોદી અમદાવાદમાં GTU ખાતે શરૂ થયેલા ટોયકાથોનમાં ભાગ લેનારા વિદ્યાર્થીઓ સાથે ચર્ચા કરશે.
3) અમદાવાદમાં ભગવાન જગન્નાથની જળયાત્રા યોજાશે, ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા ઉપસ્થિત રહેશે.

હવે જોઈએ ગઈકાલના 5 ખાસ સમાચાર
1) ગુજરાતમાં 15મી ઓગસ્ટ સુધીમાં સ્કૂલો શરૂ કરવાની તૈયારી, પ્રથમ તબક્કામાં ધો.9થી 12ની સ્કૂલો શરૂ થઈ શકે

હાલ ગુજરાતમાં કોરોનાની બીજી લહેર શાંત થઈ ગઈ છે અને હવે દૈનિક માત્ર 150 જેટલા જ કેસો આવી રહ્યા છે તેમજ ધંધા-રોજગાર પણ પાટે ચડી ગયા છે. આમ, રાજ્ય હવે સંપૂર્ણ અનલોક થવા તરફ જઈ રહ્યું છે. હવે રાજ્ય સરકાર શિક્ષણને પણ તબક્કાવાર અનલોક કરવા વિચારણા કરી રહી છે. સરકારે 15 ઓગસ્ટ સુધીમાં સ્કૂલો શરૂ કરવાની કવાયત શરૂ કરી છે.
વાંચો સમાચાર વિગતવાર

2) દારૂબંધી મામલે સરકાર કડક, હાઈકોર્ટમાં કહ્યું 'નોન-વેજ ખાવાના અધિકારની તુલના નશીલા પદાર્થો સાથે ન કરી શકાય
ગુજરાત હાઈકોર્ટમાં દારૂબંધીના કાયદાને પડકારતી અરજી પર સુનાવણી થઈ હતી. આ દરમિયાન એડવોકેટ જનરલે અરજી સાંભળવાનો હાઇકોર્ટને અધિકાર ન હોવાની રજૂઆત કરી હતી, જે બાદ હાઇકોર્ટે ચુકાદો અનામત રાખ્યો હતો. આ પહેલાં એડવોકેટ જનરલે દારૂબંધીના કાયદાને પડકારતી અરજી સામે વાંધો ઉઠાવ્યો હતો. તેમણે આ અરજીઓ હાઈકોર્ટ સમક્ષ ટકી શકે નહીં એવી રજૂઆત કરી હતી. એડવોકેટ જનરલે નોન-વેજ ખાવાના અધિકારની તુલના નશીલા પદાર્થોના સેવન સાથે ન કરી શકાય એમ રજૂઆત કરી હતી.
વાંચો સમાચાર વિગતવાર

3) રાજકોટમાં દારૂ પી પતિ પત્નીના ગુપ્તભાગે બચકા ભરી શારીરિક સંબંધ બાંધતો, અંતે કહ્યું ‘તારી સાથે હવે મજા નથી આવતી’
રાજકોટમાં પતિ-પત્નીના સંબંધને હચમચાવી નાખતો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. શરીરસુખના ભૂખ્યો પતિ રોજ દારૂ પીને ઘરે આવી રીતસરની હેવાનિયત આચરી પત્ની પર ત્રાસ ગુજારતો હતો. પત્નીના ગુપ્તભાગ પર ઉપર બચકા ભરી લેતાં તેની આ હરકતથી કંટાળીને પત્નીએ ફિનાઈલ ગટગટાવી લીધું છે. આથી ગંભીર હાલતમાં તેને સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. જોકે આ અંગે પોલીસમાં ફરિયાદ નોંધાતા પતિની ધરપકડ કરવામાં આવી છે.
વાંચો સમાચાર વિગતવાર

4) યુપીના શખ્સે સગીરાનું અપહરણ કરી રાજકોટની પાર્ક ઇન હોટલમાં 2 મહિના ગોંધી રાખી, વારંવાર દુષ્કર્મ આચર્યું
રાજકોટમાં 6 દિવસ પહેલા સદર બજારમાં આવેલી હોટેલ પાર્ક ઇનમાંથી મહિલા પોલીસે કુટણખાનું ઝડપી પાડી દેહવ્યાપાર કરાવતી વડોદરાની મહિલા, હોટલ મેનેજર અને રાજકોટના શખ્સની ધરપકડ કરી હતી. આ 6 દિવસ પહેલા દરોડા દરમિયાન મળી આવેલી સગીરાનું 6 દિવસ સુધી કાઉન્સેલિંગ કર્યા બાદ ચોંકાવનારી હકીકત સામે આવી છે. જેમાં હોટેલના રૂમમાં જ બે મહિના સુધી યુપીના સંતોષકુમાર કુશવાહે સગીરાને ગોંધી રાખી વારંવાર દુષ્કર્મ આચર્યું હોવાનો ખુલાસો થયો છે.
વાંચો સમાચાર વિગતવાર

5) લોધિકાની રાવકી નદીમાં કાર તણાતાં 3 યુવાન મોતને મૂઠીમાં લઈ નદીમાં કૂદ્યા, 2 મહિલાને બચાવી, સીટબેલ્ટ ન ખૂલતાં ચાલકનું મોત
22 જૂને રાજકોટ જિલ્લામાં ધોધમાર વરસાદ વરસ્યો હતો, જેને પગલે નદીનાળાં ઊભરાયાં હતાં. ત્યારે લોધિકા પોલીસ સ્ટેશનની હદમાં એક એસયુવી કાર નદીમાં ખાબકી હતી. ઘટનાની જાણ થતાં ગ્રામજનો દોડી આવ્યાં હતાં અને ત્રણ યુવાનો નદીમાં કારમાં સવાર લોકોને બચાવવા મોતને મૂઠીમાં લઇને કૂદ્યા હતા. ગ્રામજનોએ દોરડા વડે રેસ્ક્યૂ-ઓપરેશન કર્યું હતું, પરંતુ સીટબેલ્ટ ન ખૂલતાં કારચાલકનું કારની અંદર જ મોત થયું હતું, જ્યારે કારમાં સવાર બે મહિલાને બચાવી લેવામાં આવી હતી.
વાંચો સમાચાર વિગતવાર

અન્ય સમાચારો પણ છે...