કોંગ્રેસની આપને ચેલેન્જ:રઘુ શર્માએ કેજરીવાલને ગુજરાતીમાં આપી ચેલેન્જ, કહ્યું- ગુજરાતમાં તમારી એક પણ સીટ નહીં આવે

અમદાવાદ3 દિવસ પહેલા

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈ રાજકીય માહોલ ગરમાયો છે. રાજકીય પક્ષો દ્વારા જોરશોરમાં પ્રચાર કરવામાં આવી રહ્યો છે. એક પક્ષ બીજા પક્ષ પર આક્ષેપો કરી રહ્યા છે અને પોતાના પક્ષનો જંગી બહુમતીથી વિજય થવાની ધારણા કરી રહ્યા છે. ત્યારે કોંગ્રેસ પ્રભારી રઘુ શર્માએ ગુજરાતીમાં વીડિયો બનાવી અરવિંદ કેજરીવાલને ચેલેન્જ આપી છે કે, ગુજરાતમાં તમારી એક પણ સીટ નહીં આવે. તમે BJPની બી ટીમ છો, છો અને છો... કેજરીવાલજી આપણું ગુજરાતમાં ખાતું જ નહિ ખુલે.

કોંગ્રેસ પ્રભારીની અરવિંદ કેજરીવાલને ચેલેન્જ
ગુજરાત કોંગ્રેસના પ્રભારી રઘુ શર્માએ ગુજરાતી ભાષામાં બોલીને વીડિયો બનાવ્યો છે. જેમાં તે કહી રહ્યા છે કે, હું રઘુ શર્મા પ્રભારી ગુજરાત અરવિંદ કેજરીવાલને ચેલેન્જ આપું છું કે તમારી પાર્ટીની ગુજરાતમાં એક પણ સીટ નહીં આવે. તમે BJPની બી ટીમ છો, છો અને છો... કેજરીવાલજી આપણું ગુજરાતમાં ખાતું જ નહિ ખુલે. આટલું કહીને રઘુ શર્માએ કાગળમાં લખ્યું અને કહ્યું કે, કેજરીવાલજી હું તમને લેખિતમાં ચેલેન્જ આપું છું, ગુજરાતમાં તમારી એક પણ સીટ નહીં આવે.

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે અગાઉ કોંગ્રેસ પક્ષ પર પ્રહાર કર્યા હતા. કોંગ્રેસેની હાર થશે તેવું નિવેદન પણ અરવિંદ કેજરીવાલ આપી ચુક્યા હતા. જેને લઈને આજે રઘુ શર્માએ પણ ગુજરાતી ભાષા બોલતા ના આવડતી હોવા છતાં ગુજરાતી ભાષામાં વીડિયો બનાવીને અરવિંદ કેજરીવાલને ચેલેન્જ આપી હતી.

અન્ય સમાચારો પણ છે...