તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિવાદ:રોડ-બિલ્ડિંગ વિભાગના કામના ભાવના આંકલન સામે પ્રશ્નાર્થ; 24-28% ઓછા ભાવના ટેન્ડર, પણ નેગોશિએશનનો અભાવ!

અમદાવાદ21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • એક જ પ્રકારના કામમાં અંદાજિત ભાવથી અલગ અલગ ભાવ

શહેરમાં મહત્ત્વના કામોમાં રોડ એન્ડ બિલ્ડિંગ વિભાગ વિવિધ કામો માટે ટેન્ડર મગાવે છે ત્યારે એક કામ જ્યાં અંદાજિત રકમથી 24 ટકા ઓછામાં આવ્યું તો, બીજું કામ અંદાજિત કિંમતથી 28 ટકા ઓછા ભાવે કરવા કોન્ટ્રાક્ટરો તૈયાર થયા છે ત્યારે આ કામમાં એક તરફ ભાવમાં નેગોશિએશન ન થયાની ચર્ચા ચાલી રહી છે.

મક્તમપુરા વોર્ડમાં જુદી જુદી જગ્યાએ આરસીસી રોડ તથા પેવર બ્લોક લગાવવાના કામમાં અંદાજિત ભાવથી 24.12 ટકા ઓછા ભાવનું લોએસ્ટ ટેન્ડર આવ્યું હતું. 52.93 લાખના આ કામ ઉપરાંત વેજલપુર અને જીવરાજપાર્ક સહિત અન્ય વિસ્તારમાં આરસીસી રોડ તથા પેવર બ્લોક બનાવવાના અલગ અલગ ટેન્ડર મગાવતાં તેમાં પણ અંદાજિત ભાવથી 24.10 ટકા ઓછો ભાવ આવ્યો હતો. 60.71 લાખની કિંમતના આ કામમાં પણ કોઈ નેગોશિએશન કરાયું નહીં હોવાનું સૂત્રોએ જણાવ્યું છે.

સરખેજ ​​​​​​​ગામતળ વિસ્તારમાં આરસીસી રોડ અને પેવરબ્લોક નાખવાના કામમાં ટેન્ડર 28.43 ટકા ઓછા ભાવે આવ્યું હતું. 68.43 લાખની કિંમતના આ કામમાં પણ કોઇ નેગોશિએશન થયું ન હતું. એક જ પ્રકારના કામમાં અંદાજિત ભાવથી અલગ અલગ ભાવ આ‌વતાં આ બાબતે રોડ એન્ડ બિલ્ડિંગ કમિટીના ભાજપના ચેરમેનને પૂછતાં તેમણે જણાવ્યું હતું કે, કોન્ટ્રાક્ટરોએ ભાવ ભર્યા છે અને એક જ પ્રકારના કામમાં 3થી 4 ટેન્ડર આવ્યા હોવાથી તેમાં કોઇ ખાસ નેગોશિએશનની આવશ્યકતા ન હતી.

અન્ય સમાચારો પણ છે...