તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આવક વેરો:ત્રિમાસિક રિટર્ન ભરનારાએ હવે GSTR-1, 3B પણ ભરવું પડશે; જાન્યુઆરી-ફેબ્રુઆરીમાં બાકી રહેલા વ્યવહાર બતાવવા પડશે

અમદાવાદ6 દિવસ પહેલા
 • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર
 • 11 એપ્રિલ પહેલાં GSTR-1, 20 એપ્રિલ સુધી GSTR-3B ફાઈલ કરવું પડશે

ત્રિમાસિક રિટર્ન અને મંથલી રિટર્ન સ્કીમમાં આવતા કરદાતાઓને આ મહિને જીએસટીઆર-1 અને જીએસટીઆર-3બી પણ ભરવું પડશે. સીબીઆઇસીએ આ અંગે પરિપત્ર કર્યો છે. ત્રિમાસિક રિટર્ન ભરતા કરદાતાએ જાન્યુઆરી અને ફેબ્રુઆરીનું આઇએફએફ રિટર્ન ભર્યું હોય તો તે સિવાયના બાકી વ્યવહારો જ જીએસટીઆર રિટર્નમાં દર્શાવવાના રહેશે.

જાન્યુઆરીથી માર્ચ દરમિયાન સીએમપી-05માં કોઇ ટેકસ ભર્યો હોય તો તે સિવાયનો બાકીનો ટેકસ જીએસટીઆરમાં ભરવાનો રહેશે. આમ દરેક કરદાતાએ જાન્યુઆરી ફેબ્રુઆરી માર્ચના રિટર્નની સરખામણી કરી ત્રણ મહિના દરમિયાન કરેલા બીટુસી ટ્રાન્ઝેક્શન અને માર્ચ માસના વેચાણના વ્યવહારો આ રિટર્નમાં દેખાડવાના રહેશે. વધારામાં ત્રિમાસિક રિટર્ન ભરનારે આ વખતે 11 એપ્રિલ પહેલા જીએસટીઆર-1 રિટર્ન અને 20 એપ્રિલ પહેલા જીએસટીઆર-3બી રિટર્ન ભરવાનું રહેશે.

આમ અત્યાર સુધી ત્રિમાસિક રિટર્ન ભરનાર 13 સુધીમાં વેચાણની વિગત અને 25 સુધીમાં ટેકસ ભરવાની છૂટ આપી હતી. તેની જગ્યાએ સામાન્ય કરદાતાની જેમ રિટર્ન ફાઇલ કરવાની જબાદારી આવી પડી છે. વધારામાં કરદાતાઓ એપ્રિલથી જૂન માસના ત્રિમાસિક રિટર્નનું ઓપ્શન આપવાનું 30 એપ્રિલ 2021 પહેલા કહેવાનું રહેશે. સરકારે એક તરફ ત્રિમાસિક કરદાતાને વર્ષમાં 4 રિટર્ન ફાઇલ કરવાના રહેશે તેવી જાહેરાત કરવાની હતી. કરદાતાએ માસિક સીએમટી-05 અને આઇએફએફ અને વધારામાં જીએસટીઆર-1 અને જીએસટીઆર3બી ફાઇલ કરવાના રહેશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

  વધુ વાંચો