દિવ્યાંગ વોટર્સ માટે ખાસ એપ:વિધાનસભા ચૂંટણી માટે મત આપવા કે કોઈ સમસ્યાનો સામનો ન કરવો પડે તે માટે PWS એપ

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રાજ્યના તમામ જૂથોના મતદારો મતદાન પ્રક્રિયામાં સહભાગી બને તેના માટે ચૂંટણી પંચનો ટેક્નોલોજી સાથેનો નવો અભિગમ

ગુજરાત રાજ્યમાં ચૂંટણીની તૈયારીઓનો ધમધમાટ શરૂ કરી દેવામાં આવ્યો છે. અમદાવાદ કલેક્ટર કચેરી દ્વારા વધુમાં વધુ મતદાન થાય તેના માટે થઈને પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે. મતદારોને કોઈ પણ જાતની તકલીફ ના પડે તેનું પણ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. કલેક્ટર કચેરીમાં મિટિંગોનો દોર શરૂ થઈ ચૂક્યો છે. પરંતુ અત્યારે વેકેશન ચાલતું હોવાથી શિક્ષકો તેમાં વ્યસ્ત છે અને એને લઈને જ જે ટ્રેનિંગનો દૂર છે, તે 10 તારીખ બાદ જ પૂરું જોશમાં ચાલશે. મતદારોને કોઈ પણ જાતની તકલીફ ના પડે તેના માટે થઈને ઇલેક્શન અધિકારીઓ દ્વારા ખાસ પ્રકારના આયોજન કરવામાં આવી રહ્યા છે.

Pws નામની એપમાં નવા દિવ્યાંગ વોટર્સ વોટરનું રજિસ્ટ્રેશન કરવામાં આવશે. દિવ્યાંગ મતદારને કોઈ પણ ફરિયાદ હશે તેનું રજિસ્ટ્રેશન એમાં કરી શકાશે. આ એપમાં વ્હીલચેરની જરૂરીયાત હોય તો તેની પણ માંગણી કરી શકાશે. દિવ્યાંગ મતદારોને મતદાન કાર્ડમાં કોઈ પણ સુધારો વધારો કરવો હોય તો તે પણ થઇ શકશે.

દેશના કોઈ પણ ખૂણે દિવ્યાંગ મતદાર હોય તો તે પોતાનો મત આ એપ દ્વારા આપી શકશે. તેમાં પણ દિવ્યાંગ મતદારો માટે થઈને એક ઓનલાઇન એપ્લિકેશન બનાવવામાં આવી છે. જે એપ્લિકેશન માધ્યમથી દિવ્યાંગ મતદારો પોતાના ઘરેથી જ પોતાનો વોટ અને મત અધિકારનો ઉપયોગ કરી શકશે. પી ડબ્લ્યુ ડી એપ્લિકેશનના માધ્યમથી દિવ્યાંગો પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકશે.

અમદાવાદ જિલ્લાના 30,239 જેટલા દિવ્યાંગ મતદારો પોતાનો વોટ આપી શકશે. જે દિવ્યાંગ લોકોને મતદાન માટે જરૂરી સુવિધાઓ જે પ્રમાણે જોઈતી હોય તે પ્રમાણે ચૂંટણી અધિકારી તે એપ્લિકેશનમાં ભરશે, તે પ્રમાણે તેમને આપવામાં આવશે. જે વિકલાંગ મતદારો છે તેમના માટે વ્હીલચેરની પણ વ્યવસ્થા કરવામાં આવશે. આ એપ્લિકેશન બનાવવામાં આવી છે, તેમાં મતદારે પોતાને જે પણ મત આપવા માટે થઈ અને અગવડતા પડતી હોય અને જે પણ મદદ જોઈતી હોય તે ઇલેક્શન અધિકારીઓ દ્વારા આપવામાં આવશે તેવી માહિતી ચૂંટણી અધિકારી સી પી પટેલે આપી છે. બૂથ લેવલ અધિકારીઓ તેવા દરેક વિકલાંગ અને દિવ્યાંગ મતદારોને ઘરે જઈને મત આપવામાં મદદરૂપ થશે.

2022નું ઇલેકશન અધિકારીઓ દ્વારા ટેક્નોલોજીનો વધુમાં વધુ ઉપયોગ કરીને મતદારોને અગવડ ના પડે અને સારી રીતે ચૂંટણી અને તેના આવનાર પરિણામને સારી રીતે સંપન્ન કરી શકાય. કલેક્ટર કચેરીએ મીડિયા સેન્ટર પણ બનાવામાં આવ્યું છે, જેમાં માહિતી ખાતાના અધિકારીઓ દ્વારા ચૂંટણીને લગતી દરેક પ્રકારની માહિતીનું આદાન-પ્રદાન કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...