તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સરકારે વિધાનસભા ગૃહમાં જણાવ્યું:1 વર્ષમાં 255 કરોડના ખર્ચે 78 લાખ રેપિડ ટેસ્ટ કિટ ખરીદાઇ

અમદાવાદ11 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • રેપિડ, PPE કિટ, સેનિટાઇઝર પાછળ 293.25 કરોડનો ખર્ચ
 • 4.43 લાખ PPE કિટ રૂ. 31.64 કરોડમાં ખરીદી

કોવિડની સારવારમાં રાજ્ય સરકારે 31 જાન્યુઆરી, 2021ની સ્થિતિએ 1 વર્ષમાં 78 લાખ રેપિડ ટેસ્ટ કિટ રૂ. 255 કરોડના ખર્ચે ખરીદી હતી, તેમ સરકારે કોંગ્રેસના ધારાસભ્ય ગુલાબસિંહ રાજપુતના પ્રશ્નમાં વિધાનસભા ગૃહમાં જણાવ્યું હતું. રેપિડ ટેસ્ટ, સેનિટાઇઝર અને પીપીઇ કિટની રૂ.293.25 કરોડની ખરીદી થઇ છે.

રેપિડ ટેસ્ટ કિટના જવાબમાં સરકારે જણાવ્યું હતું કે, રૂ. 255.61 કરોડની કિટ પૈકી 136.30 કરોડની ચૂકવણી કંપનીઓને કરાઇ છે, બીજી રકમ ચૂકવવાની બાકી છે. સેનિટાઇઝર માટે કોંગ્રેસના ધારાસભ્ય વિક્રમ માડમ દ્વારા પૂછાયેલા પ્રશ્નના જવાબમાં સરકારે જણાવ્યું હતું કે, 350 એમ.એલ.સેનિટાઇઝરથી 500 એમ.એલ. સેનિટાઇઝરની કુલ 6,45,780 બોટલ રૂ. 6 કરોડની ખરીદાઇ હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...

  વધુ વાંચો