અખાત્રીજે અમદાવાદમાં ધૂમ ખરીદી:અંદાજે 27 કરોડના 50 કિલો સોનાની ખરીદી; રોજ સરેરાશ 5થી 10 કિલો સોનાનું વેચાણ થતું હોય છે

અમદાવાદ24 દિવસ પહેલા
  • કૉપી લિંક
અખાત્રીજના દિવસે માણેકચોક, સીજી રોડ, સેટેલાઈટ સહિતના સોના-ચાંદીના બજારમાં ખરીદી માટે ભારે ભીડ જોવા મળી હતી.  નાના લોકો ખરીદી કરી શકે તે માટે 24 કેરેટના અડધા ગ્રામના સિક્કા બહાર પડાયા હતા. - Divya Bhaskar
અખાત્રીજના દિવસે માણેકચોક, સીજી રોડ, સેટેલાઈટ સહિતના સોના-ચાંદીના બજારમાં ખરીદી માટે ભારે ભીડ જોવા મળી હતી. નાના લોકો ખરીદી કરી શકે તે માટે 24 કેરેટના અડધા ગ્રામના સિક્કા બહાર પડાયા હતા.
  • એન્ટિક, ટ્રેડિશનલ, લાઈટ વેઈટ દાગીનાની ખરીદીનો ઝોક
  • નવા બહાર પડાયેલા અડધા ગ્રામના 24 કેરેટના સિક્કાનું આકર્ષણ

અખાત્રીજ નિમિત્તે શહેરમાં 27 કરોડના અંદાજે 50 કિલો સોના, લગડી અને ઘરેણાંનું વેચાણ થયું હતું. છેલ્લા 10 દિવસમાં સોનામાં તોલાએ રૂ.2થી 3 હજાર અને ચાંદીમાં કિલોએ રૂ.6થી 7 હજારનો ઘટાડો થતાં આ વખતે સારું એવું એડવાન્સ બુકિંગ થયું હતું.

મંગળવારે સી.જી.રોડ અને માણેકચોક સહિત શહેરના મુખ્ય બજારોમાં ભારે ભીડ જોવા મળી હતી. સોનાના દાગીનાના ઘડામણમાં અને ડાયમંડ જ્વેલરીની મજૂરીમાં જ્વેલર્સે વિશેષ વળતર જાહેર કર્યું હતું. બુલિયન બજારમાં રોજના સરેરાશ 5-10 કિલો લગડીનું વેચાણ થતું, તે મંગળવારે વધીને 20થી 25 કિલો થયું હતું.

બુલિયન વેપારીઓના મતે ધારણા કરતાં પણ સારો વેપાર થયો હતો. અખાત્રીજે લગ્નસરાની પણ ખરીદી નીકળી હોવાથી બજારમાં તેજી જોવા મળી હતી. સોનીઓએ એન્ટિક જ્વેલરી, ટ્રેડિશનલ, ફેન્સી જ્વેલરી અને ડાયમંડ જ્વેલરીની લાઇટવેટ રેન્જનું ધૂમ વેચાણ થયું હોવાનું જણાવ્યું હતું. આ ઉપરાંત હળવા વજનની બુટ્ટી, વાળી, વીંટી, પેન્ડન્ટ, રંગબેરંગી મીનાકારી અને નંગ ડાયમંડની કાનની લટકણ, બાલીની વેરાયટીઓનું પણ સારું વેચાણ થયું હતું.

દાગીના કરતાં લગડીનું વેચાણ વધુ
સોનાના ભાવમાં થયેલા વધારાના કારણે વેચાણ નહિવત્ થયું હતું, પરંતુ તાજેતરમાં ઘટેલા ભાવના કારણે બુલિયન બજારમાં પહેલાં રોજના 5-10 કિલોના સોનાનું વેચાણ થતું હતું. અખાત્રીજે ધાર્યા કરતા સારું વેચાણ થયું હતું. એક અંદાજ મુજબ શહેરમાં 20થી 50 કિલો સોનાનું વેચાણ થયું છે. દાગીના કરતાં લગડીનું વેચાણ વધું હતું. - નિશાંત સોની, સેક્રેટરી જ્વેલર્સ

અન્ય સમાચારો પણ છે...