પોલીસ બેડામાં ખળભળાટ:ગ્રેડ પે આંદોલનમાં ભાગ લેવાની સજા, મહિલા કોન્સ્ટેબલનો વીડિયો વાયરલ થતાં વીડિયોમાં દેખાતા લોકો સામે પોલીસે ફરિયાદ નોંધી

અમદાવાદ4 દિવસ પહેલા
  • 9 પોલીસકર્મીઓની અમદાવાદ શહેરથી અન્ય જિલ્લામાં બદલી કરી દેવાઈ
  • શાહિબાગમાં K કંપનીમાં ફરજ નિભાવતા મહિલા કોન્સ્ટેબલનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો
  • મહિલા કોન્સ્ટેબલને સતત ત્રણ દિવસ બહારગામ જાપ્તા માટેની ડયૂટી સોંપીને હેરાન કરાઈ હોવાનો આક્ષેપ

સમગ્ર રાજ્યમાં પોલીસ ગ્રેડ પે મુદ્દે વિરોધ ગાજ્યો હતો. આ મુદ્દે પોલીસ કર્મચારીઓએ વિરોધ દર્શાવતા વીડિયો બનાવીને સોશિયલ મીડિયામાં વહેતા કર્યા હતાં. હવે આ કર્મચારીઓ સામે ઉચ્ચ પોલીસ અધિકારીઓ એક્શન મોડમાં આવી ગયાં છે. અમદાવાદમાં એક મહિલા પોલીસકર્મીનો વીડિયો સામે આવ્યા બાદ માધુપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. આ મહિલા કોન્સ્ટેબલે વીડિયોમાં પોતાની સાથે થયેલ હેરાનગતીની આપવીતિ વર્ણવી હતી.

માધુપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ
શાહિબાગ હેડ ક્વાર્ટરમાં ફરજ બજાવતા ભીખાભાઈએ માધુપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી કે, 21 નવેમ્બરની રાત્રે નીલમ બેન અને તેમના બે મિત્રો હસમુખ સકસેના તથા અન્ય અજાણ્યો વ્યક્તિ તેમની ઓફિસમાં બેઠા હતાં. તેઓ નિલમબેને અગાઉ ગ્રેડ પે બાબતે સ્ટેટસ મુક્યું હતું તે અંગે વાતો કરતાં હતાં અને વીડિયો પણ બનાવ્યો હતો. આ વીડિયોમાં તેઓ ગ્રેડ પે અને અન્ય પોલીસ ફોર્સમાં વૈમનસ્ય ફેલાય તેવું ઉચ્ચારણ કરતા હોવાનું સામે આવતાં હસમુખ સકસેના તથા અન્ય એક વ્યક્તિ વિરૂદ્ધ માધુપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. બીજી તરફ ગ્રેડ પે મામલે અવાજ ઉઠાવનારા સામે કાર્યવાહી કરવામાં આવી છે અને તેમની બદલીઓ કરી દેવાઈ છે.

કોન્સ્ટેબલ સાથે બેઠેલા સામાજિક કાર્યકર અને તેના અન્ય સાથીઓ વિરૂદ્ધ ફરિયાદ નોંધાઈ
કોન્સ્ટેબલ સાથે બેઠેલા સામાજિક કાર્યકર અને તેના અન્ય સાથીઓ વિરૂદ્ધ ફરિયાદ નોંધાઈ

વીડિયો વાયરલ થતાં પોલીસ બેડામાં ખળભળાટ
શાહીબાગમાં કોન્સ્ટેબલ તરીકે ફરજ નિભાવતાં નીલમબહેને સહકર્મીઓ દ્વારા ત્રાસ ગુજારવામાં આવતા હોવાનો ગંભીર આક્ષેપો કરતો એક વીડિયો શેર કરતા પોલીસ બેડામાં ખળભળાટ મચી ગયો છે. તેઓ વીડિયોમાં ધ્રૂસ્કે ને ધ્રૂસ્કે રડી રહ્યાં છે અને આપવીતી વ્યક્ત કરી રહ્યાં છે. નીલમબેનનો વાંક એટલો જ હતો કે તેમણે પોતાના હક માટે ગ્રેડ પે આંદોલનને સમર્થન કર્યું હતું. તેમણે પોતાના વોટ્સએપ સ્ટેટ્સમાં કેટલીક તસવીરો મૂકી હતી. ગ્રેડ પે આંદોલન ભીનું સંકેલાઈ ગયા બાદ પણ આ બાબતને ધ્યાનમાં રાખીને પોલીસના ઉચ્ચ અધિકારીઓ દ્વારા આંદોલનને સમર્થન કરનાર પોલીસ કર્મીઓને હેરાન કરવાનું ચાલુ રાખવામાં આવ્યું છે.

મહિલા કોન્સ્ટેબલની બદલી કરી દેવાઈ
આંદોલન બાદ નીલમબહેનની નવરંગપુરા પોલીસ સ્ટેશનમાંથી શાહીબાગની કે કંપનીમાં અચાનક બદલી કરી દેવાઈ છે. હવે સતત ત્રણ દિવસ બહારગામ જાપ્તા માટેની ડયૂટી સોંપીને હેરાન કરવામાં આવી છે. ત્રણ દિવસ સુધી મેં એકનો એક યુનિફોર્મ પહેર્યો જેને ધોવા માટે પણ મને સમય આપવામાં ના આવ્યો. મારી સાથે છેલ્લા કેટલાક દિવસોથી કેદી કરતાં પણ ખરાબ વર્તન કરાઈ કહ્યું છે. વીડિયોમાં વાત કરતા નીલમબહેને કહ્યું કે, ‘મને મારા ઇન્ચાર્જ દ્વારા સતત ત્રણ દિવસથી ગુજરાતમાં અલગ અલગ સ્થળે જાપ્તાની ડયૂટીમાં મોકલવામાં આવી રહી છે. હું એક સિંગલ મધર છું. મારું બાળક ઘરે એકલુ રહે છે. તેમ છતાં મેં ફરજ માટે બાળકની ચિંતા ના કરી અને ત્રણ દિવસ સુધી એક સ્થળેથી બીજા સ્થળે ફરતી રહી.

અમદાવાદના 9 પોલીસ અધિકારીઓની જિલ્લા બહાર બદલી ( ફાઈલ ફોટો)
અમદાવાદના 9 પોલીસ અધિકારીઓની જિલ્લા બહાર બદલી ( ફાઈલ ફોટો)

અમદાવાદના 9 જેટલા પોલીસકર્મીઓની બદલી
ત્રણ દિવસ સુધી મેં એકનો એક યુનિફોર્મ પહેર્યો જેને ધોવા માટે પણ મને પોલીસ દ્વારા સમય આપવામાં ના આવ્યો. ગ્રેડ પે આંદોલનમાં કરનાર અમદાવાદના 9 જેટલા પોલીસકર્મીઓની શહેર પોલીસના એડમિન જેસીપી અજય ચૌધરીએ સજાના ભાગરૂપે જિલ્લા બહાર બદલી કરી દીધી છે. બાપુનગર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હાર્દિક પંડયા સચિવાલય ખાતે ગ્રેડ પે મુદ્દે ઉપવાસ પર બેઠો હતો. બાદમાં તેની અટકાયત થતાં સમગ્ર પોલીસ કર્મીઓમાં રોષ વ્યાપ્યો હતો. બાદમાં ગાંધીનગર ખાતે આંદોલન મોટાપાયે છેડાયું હતું. હાર્દિક પંડયાની બાપુનગરથી જૂનાગઢ, જ્યારે નિલમબહેનની કે કંપનીમાંથી ભાવનગર ખાતે બદલી કરી દેવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...