ભાસ્કર ઇમ્પેક્ટ:બોપલ-ઘુમાની સૂરધારા રેસિડન્સીમાંથી પાણી કાઢવા પંપ અને મજૂરો મુકાયા, છેલ્લા 20 દિવસથી પાણી ભરાયેલું હતું

અમદાવાદ14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ભાસ્કરના અહેવાલ બાદ ગ્રામ પંચાયતે પાણીના નિકાલ માટે કામગીરી હાથ ધરી

બોપલ-ઘુમાની સૂરધારા રેસિડેન્સીમાં છેલ્લા 20 દિવસથી પાણી ભરાયેલા હતા. 200થી વધુ ફરિયાદ કરી છતાં કોઈ ઉકેલ ન આવ્યો, શનિવારે ભાસ્કરે અહેવાલ પ્રકાશિત કર્યા બાદ ગ્રામપંચાયતે પાણી નિકાલ માટે કામગારી હાથ ધરી છે.

બોપલ-ધુમાની સૂરધારા રેસિડેન્સીમાં 20 દિવસ ભરાયેલા વરસાદી પાણીના નિકાલ કરવા માટે હવે ગ્રામપંચાયત જાગ્યું અને પાણી કાઢવા એક પંપ મૂકવામાં આવ્યો છે. જો કે એક જ પંપ મૂકવામાં આવ્યો હોવાથી રેસીડેન્સી દ્વારા એક પંપની ખરીદી કરી અને બીજો એક પંપ ભાડે લાવી કુલ ત્રણ પંપથી પાણી કાઢવા માટેની પ્રક્રિયા હાથ ધરી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, છેલ્લા 20 દિવસથી રેસિડેન્સીમાં પાણી ભરાઈ રહ્યા હતા, ઔડા અને પંચાયતને 200થી પણ વઘુ ફરિયાદ કરવામાં આવી હતી. તેમ છતાં કોઈનંુ કંઈ સાંભળવામાં આવ્યંુ ન હતું. શનિવારે ભાસ્કરમાં અહેવાલ પ્રકાશિત થતાંની સાથે જ અચાનક ગ્રામપંચાયત ઊંઘમાંથી જાગી હતી અને રેસિડેન્સીમાં ભરાયેલા પાણીના નિકાલ માટે ત્રણ મજૂરો સાથે પંપ મોકલીને પાણી કાઢવા માટેની પ્રક્રિયા હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...