રામકથાનું આયોજન:નવરાત્રી અને વિજયાદશમીના શુભ દિવસોમાં પૂજ્ય મોરારી બાપુની 866મી રામકથા નેપાળમાં યોજાશે

અમદાવાદ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
મોરારી બાપુની ફાઈલ તસવીર - Divya Bhaskar
મોરારી બાપુની ફાઈલ તસવીર
  • ભક્તો આસ્થા ચેનલ અને તલગાજરડા યુ-ટ્યુબ ચેનલ પર ઘરે બેસીને કથા જોઈ શકશે

પરમ પૂજ્ય મોરારી બાપુની 866મી રામકથા ભારતના પાડોશી દેશ નેપાળમાં 7 ઓક્ટોબરથી 15 ઓક્ટોબર દરમિયાન યોજાશે. તપ, સાધના અને પ્રાર્થનાના પર્વ નવરાત્રી અને વિજયાદશમીના શુભ દિવસોમાં પૂજ્ય મોરારી બાપુની રામકથા નેપાળમાં શ્રી ભગવાન મુક્તિનાથ નારાયણના સ્વરૂપ આદિ શાલિગ્રામ સ્વરૂપના પાવન તીર્થ મુક્તિનાથની મોક્ષધરામાં યોજાવા જોઇ રહી છે.

શ્રોતા વિના જ કથા યોજાશે
મુક્તિનાથ ધામ હિન્દુઓના મહત્વપૂર્ણ મંદિરો પૈકીનું એક છે. તે નેપાળના મસ્તાંગ જિલ્લાના થોરાંગ લા પહાડો વચ્ચે આવેલું છે. હાલમાં કોરોના મહામારીની પરિસ્થિતિને ધ્યાનમાં રાખતાં તથા તેના સંબંધિત નિયમો અને દિશા-નિર્દેશોનું સખ્તાઇથી પાલન કરતાં કોઇપણ શ્રોતા વગર પૂજ્ય બાપુની કથા યોજાશે.

આસ્થા ચેનલ અને યુ-ટ્યુબ પર સીધું પ્રસારણ કરાશે
​​​​​​​
તારીખ 7 ઓક્ટોબરે સાંજે 4થી6 તથા 8થી 15 ઓક્ટોબર દરમિયાન સવારે 10.00થી બપોરે 1.30 સુધી કથા યોજાશે. શ્રોતાઓ દૂરથી પણ કથામાં સામેલ થઇ શકે તે માટે નેપાળથી તેનું સીધું પ્રસારણ આસ્થા ચેનલ અને તલગાજરડા યુટ્યુબ ચેનલ ઉપર કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...