તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

ગુજરાતના વાહન ચાલકો પર બોજ:PUC સર્ટિફિકેટના દરમાં તોતિંગ વધારો, ટુ વ્હીલરથી લઈને મીડિયમ-હેવી વ્હીકલ સુધીના તમામ પ્રકારના વાહનોના PUCના ભાવ રૂ.10થી રૂ.40 સુધી વધ્યાં

અમદાવાદ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ફોર વ્હીલર(પેટ્રોલ)ના PUC દર 60 ટકા વધારR રૂ.50ને બદલે રૂ.80 કર્યા

રાજ્ય સરકારે વાહનોની PUC(પોલ્યુશન અંડર કન્ટ્રોલ) સર્ટિફિકેટના દરમાં 50થી લઈ 140 ટકાનો તોતિંગ વધારો કર્યો છે. આ નવા વધારા મુજબ, ટુ-વ્હીલરના દરમાં રૂ.10 એટલે કે 50 ટકાનો વધારો કરી રૂ.20ને બદલે રૂ.30 કરવામાં આવ્યા છે. જ્યારે થ્રી વ્હીલર વાહનોના દરમાં રૂ.35નો એટલે કે 140 ટકાનો વધારો ઝીંકીને રૂ.25ના રૂ.60 કરવામાં આવ્યા છે. તેમજ ફોર વ્હીલર(પેટ્રોલ)ના દરમાં રૂ.30નો એટલે કે 60 ટકાનો વધારો કરી રૂ.50ને બદલે રૂ.80 કર્યા છે. આ ઉપરાંત મીડિયમ અને હેવી વ્હીકલની PUCના દરમાં રૂ.40નો એટલે કે 70 ટકાનો વધારો કરી રૂ. 60ના રૂ. 100 કરવામાં આવ્યા છે.

PUC કઢાવવા માટેના નવા ચાર્જની યાદી
PUC કઢાવવા માટેના નવા ચાર્જની યાદી

PUC ન હોય તો કેટલો દંડ થાય?
PUC ન હોય તેવા વાહનો સામે મોટર વાહન અધિનિયમની કલમ 190(2) અંતર્ગત કાર્યવાહી કરવામાં આવે છે. જેનો દંડ રૂ.1000 પ્રથમવારના ગુના માટે અને ત્યાર બાદ રૂ 2000 નિયમ તોડવાના પ્રત્યેક બનાવદીઠ ભરવાના રહેશે.

વાહનમાં પ્રદુષણની માત્રાની ચકાસણી આ સ્થળે કરાવી શકાય
પ્રદુષણની માત્ર ચકાસણી કમ્પ્યુટરાઇઝ્ડ સુવિધા અને PUC(વાહનોના ઉત્સર્જનનું ધોરણ) ઘણા પેટ્રોલપંપ કે વર્કશોપ ઉપરથી મળી શકે છે. આ અધિકૃત પોલ્યુશન ચેકીંગ સેન્ટરો ગુજરાતમાં સમગ્ર સ્થાને આવેલાં છે. હાલમાં 410 પેટ્રોલ-CNGથી ચાલતા વાહનો માટે અને ડિઝલ વાહનો માટે 231 કેન્દ્રો કાર્યરત છે. આ કેન્દ્રો જો વાહનો ઉત્સર્જન નિયમનું પાલન કરતાં હોય તો PUC આપે છે. જો વાહનો નિયમભંગ કરતાં હોય તો વાહનોની જરૂરી મરામત કરવાની જરૂરીયાત રહે છે.

વાહનને PUC સર્ટિફિકેટની ક્યારે જરૂર પડે?

  • નવા વાહન માટે 1 વર્ષ
  • પછી BS III માટે -દરેક 6 મહિના પછી
  • પછી BS IV માટે -દરેક 1 વર્ષ પછી

ઉલ્લેખનીય છે કે ગત વર્ષે સપ્ટેમ્બર મહિનાથી રાજ્યમાં નવા મોટર વ્હિકલ એક્ટનો અમલ કરાવવા સમયે હેલ્મેટ, HSRP નંબર પ્લેટ અને PUC ફરજિયાત કરવામાં આવ્યા હતા. તે વખતે PUC કઢાવવા માટે PUC કેન્દ્રો પર લાંબી લાંબી કતારો જોવા મળી હતી. રાજ્યમાં PUC કઢાવવા માટે તારો લાગી ત્યારે મોટા ભાગના વાહન ચાલકોની PUC એક્સપાયર થઈ ગઈ હતી. જેને પગલે વાહન વ્યવહાર કમિશ્નરે રાજ્યમાં 1500 PUC સેન્ટરો શરૂ કરવા માટે આરટીઓ કચેરીમાં અરજીઓ મંગાવી હતી.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજનો સમય સારો રહેશે. દૂર રહેતાં લોકો સાથે સંપર્ક બનશે. તથા માન-પ્રતિષ્ઠામાં વધારો થશે. અચાનક લાભની સંભાવના છે, એટલે હાથમાં આવેલાં અવસરને નજરઅંદાજ કરશો નહીં. નજીકના લોકો સાથે મેલજોલ વધશે. ...

વધુ વાંચો