આગામી ડિસેમ્બર સુધીમાં અમદાવાદમાં પબ્લિક ટ્રાન્સપોર્ટ સંપૂર્ણ પણે સીએનજી અને ઇલેક્ટ્રિક થઈ જશે. આ માહિતી મ્યુનિ. કમિશનર લોચન સહેરાએ આપી હતી. તેમણે કહ્યું હતું કે, કોર્પોરેશનની એપથી લોકોને ફ્રીમાં રોપા આપવામાં પણ આવશે.
પર્યાવરણ દિવસ નિમિતે ગુજરાત સરકાર અને ગુજરાત ઇકોલોજી કમિશન દ્વારા યોજાયેલા ‘ચાલો પ્રકૃતિ તરફ પાછા વળીએ’ કાર્યક્રમમાં રાજ્ય કક્ષાના મંત્રી જગદીશ વિશ્વકર્મા, પ્રસિદ્ધ વક્તા જીગ્નેશ દાદા, આરએસએસના રાષ્ટ્રીય કન્વીનર ગોપાલ વર્મા, યોગ બોર્ડના અધ્યક્ષ શિશુપાલ રાજપૂત, નેચર એંડ એડવેન્ચર ક્લબના સ્થાપક હિમાંશુ જોશીએ પર્યાવરણની વાત કરી હતી.
મ્યુનિસિપલના કમિશનર લોચન સહેરાએ કહ્યું કે છેલ્લા 3 વર્ષ માં કોર્પોરેશન એ 15 લાખ વૃક્ષો વાવ્યા છે અને આ વર્ષે પણ બીજા 15 લાખ વૃક્ષો વાવવાનો સંકલ્પ છે. રિંગ રોડ ફરતે ગ્રીન વોલ બનાવામાં આવશે. કાર્યક્રમમાં બીજા વક્તાઓ દ્વારા પર્યાવરણ તરફ કેવી રીતે પાછા વળીએ, પ્રકૃતિનું જતન, સંવર્ધન, ક્લાઈમેટ ચેન્જ, યોગ અને પ્રકૃતિની વાત કરી હતી. જ્યાં સરકાર દ્વારા હું પણ આત્મનિર્ભર બુક વિમોચનનું તથા ‘અર્થનું અનર્થ’ એમ શોર્ટ ફિલ્મ પણ બતાવાઈ હતી અને પર્યાવરણ જાગૃતિ અંગેના સંદેશા આપવામાં આવ્યા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.