ડિમિસ્ટીફાઈંગ પબ્લિક સ્પીકિંગ:પબ્લિક સ્પીકિંગ પેન્સિલની ધાર જેવું છે, જેને અભ્યાસથી નિયમિત ધારદાર કરતા રહેવું પડે છે : ડૉ. નીતિન પિલ્લાઈ

અમદાવાદ6 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • SMPIC દ્વારા પબ્લિક સ્પીકિંગ પર એક્સ્પર્ટ લેક્ચર સેશન યોજવામાઁં આવ્યું

SMPIC દ્વારા ડિમિસ્ટીફાઈંગ પબ્લિક સ્પીકિંગ વિષય પર એક્સ્પર્ટ લેક્ચર સેશનનું આયોજન કર્યું હતું. જેમાં ભાષા અને કોમ્યુનિકેશન નિષ્ણાંત ડૉ. નીતિન પિલ્લાઈએ જણાવ્યુ હતું કે, કોમ્યુનિકેશન પબ્લિક સ્પીકિંગનો મુખ્ય આધાર છે. આપણે જરા પણ ડર કે સંકોચ રાખ્યા વગર પબ્લિક સ્પીકિંગ માટે પ્રયાસ કરવો જોઈએ.

વ્યક્તિએ પોતાના મનની વાત સરળ રીતે રજૂ કરવાનો પ્રયાસ કરવો જોઈએ. પબ્લિક સ્પીકિંગ પેન્સિલની ધાર જેવું છે, જેને તમારે નિયમિત અભ્યાસથી ધારદાર કરવું પડે છે. સારા પબ્લિક સ્પીકર બનવા માટે ભાષા પર સારી પક્કડ હોવી જરૂરી છે. પબ્લિક સ્પીકિંગ એ માત્ર રાજકારણીઓ, અભિનેતાઓ, કંપનીના ડિરેક્ટર્સ સિવાયના લોકો માટે પણ છે.

પબ્લિક સ્પીકિંગ વખતે આટલુ ધ્યાન રાખો

  • સૌ પ્રથમ તમારી સ્પીચ તૈયાર કરી તેનો અભ્યાસ કરો
  • ઓડિયન્સ સાથે આઈ કોન્ટેક્ટ જાળવી રાખો
  • પોતાની ઈમોશનલ સ્ટોરી અને જાત અનુભવની વાત કરવી જોઈએ
  • ચહેરો હસતો રાખો
  • પોતાની વાતથી ઓડિયન્સને સરપ્રાઈઝ કરો
  • વધુ ઝડપથી ના બોલવો અને સમયસર સ્પીચ પૂરી કરો
અન્ય સમાચારો પણ છે...