તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સ્વચ્છ ભારત મિશન 2.0:અમદાવાદમાં બ્રિજ, બસ સ્ટેન્ડ સહિતના જાહેર સ્થળોએ સફાઈ કરાઈ, 58 સ્થળોએ કચરામાંથી ખાતર બનાવવા માર્ગદર્શન અપાયું

અમદાવાદ20 દિવસ પહેલા
  • કૉપી લિંક
મણિનગર રેલવે સ્ટેશનની તસવીર - Divya Bhaskar
મણિનગર રેલવે સ્ટેશનની તસવીર
  • 55 ફ્લાયઓવર બ્રિજ, અંડરબ્રિજ, અંડર પાસ, 76 જેટલા બસ ટર્મિનસ અને બસ સ્ટેન્ડની સફાઇ કરાઈ
  • 1 થી 8 જુલાઈ દરમ્યાન મ્યુનિ. કોર્પોરેશનના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગે જાહેર સ્થળે સફાઈ કરી

સ્વચ્છ ભારત મિશન 2.0 અંતર્ગત સ્વચ્છતા ડ્રાઈવનું આયોજન સરકાર દ્વારા કરવામાં આવ્યું હતું. જે અંતર્ગત અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા શહેરમાં એક અઠવાડિયા દરમ્યાન વિવિધ વિસ્તારોમાં સફાઇ અને સ્વચ્છતા અંગે જાગૃતિ લાવવામાં આવી હતી. જાહેર સ્થળો પર સફાઈ કરવામાં આવી હતી. જેમાં 55 ફ્લાયઓવર બ્રિજ, અંડરબ્રિજ, અંડર પાસ, 76 જેટલા બસ ટર્મિનસ અને બસ સ્ટેન્ડની સફાઇ કરી હતી.

સિંગલ યુઝ પ્લાસ્ટિકનો વપરાશ અટકાવવા ખાસ ડ્રાઈવ
આ સાથે જ કોર્પોરેશનના સફાઈ કામદારો, ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને અધિકારીઓએ સ્વચ્છતાના શપથ લીધા હતા. કચરાના સેનિગ્રેશન બાબતે પણ જાગૃતતા લાવવામાં આવી હતી. સિંગલ યુઝ પ્લાસ્ટિક વપરાશ અટકાવવા માટે શાકમાર્કેટ, ફ્રૂટમાર્કેટ અને દૂકાનોમાં ડ્રાઇવ યોજવામાં આવી હતી.

લાલ દરવાજા બસ સ્ટેન્ડની તસવીર
લાલ દરવાજા બસ સ્ટેન્ડની તસવીર

1થી 8 જુલાઈના રોજ સ્વચ્છતા ડ્રાઈવનું આયોજન
1 જુલાઈથી 8 જુલાઈ દરમ્યાન મ્યુનિસિપલ કોર્પોરેશનના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગે જાહેર સ્થળે સફાઈ ઉપરાંત કોર્પોરેશનની ઝોનલ અને સબ ઝોનલ કચેરીઓમાં 10,000થી વધુ કર્મચારીઓ અને 6000 અધિકારીઓ તેમજ નાગરિકોએ સ્વચ્છતાના શપથ લીધા હતા. સાતેય ઝોનમાં સૂકો કચરો અને ભીનો કચરો અલગ રાખવા તેમજ ડોર ટુ ડોર વાહનમાં આપવા જાગૃતિ લાવવામાં આવી હતી.

મણિનગર રેલવે સ્ટેશન બહારના રોડ પર સફાઈ કામગીરી કરવામાં આવી
મણિનગર રેલવે સ્ટેશન બહારના રોડ પર સફાઈ કામગીરી કરવામાં આવી

કચરામાંથી ખાતર બનાવવા નાગરિકોને સમજણ અપાઈ
ડોર ટુ ડોર વાહનમાં કામ કરતા 90 રેગપીકર્સ કર્મચારીઓને રિસાયકલ વેસ્ટ અલગ કરવા માટેની તાલીમ ઉપરાંત સાધનો પણ આપવામાં આવ્યા હતા. શહેરમાં આવેલી સોસાયટીઓ, ગાર્ડન, કોમર્શિયલ સંસ્થાઓ મળી કુલ 58 જગ્યાએ સખીમંડળની બહેનોની મદદથી કમ્પોસ્ટ બનાવો અને કમ્પોસ્ટ અટકાવો કાર્યક્રમ અંતર્ગત નાગરિકોને કચરામાંથી ખાતર બનાવવા માટે સમજણ આપી હતી.