• Gujarati News
  • Local
  • Gujarat
  • Ahmedabad
  • Public Meeting In Naranpura On 2nd July On The Issue Of Redevelopment In Housing, Group Meeting In Societies From 5th June In Protest Of Changing Rules.

આયોજન:હાઉસિંગમાં રિડેવલપમેન્ટ મુદ્દે 2 જુલાઈએ નારણપુરામાં જાહેર સભા, બદલાતા નિયમોના વિરોધમાં 5 જૂનથી સોસાયટીઓમાં ગ્રૂપ મીટિંગ

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 2016માં નીતિ ઘડાઈ પણ હજુ સુધી એક જ સોસાયટી રિડેવલપમેન્ટમાં ગઈ

ગુજરાત હાઉસિંગ બોર્ડના મકાનોમાં રિડેવલપમેન્ટના ટેન્ડર નિયમો વારંવાર બદલાતા પ્રક્રિયા ઘોંચમાં પડી છે. જનજાગૃતિ લાવવા માટે 5 જૂનથી હાઉસિંગની સોસાયટીઓમાં પત્રિકા વહેંચાશે તેમજ ગ્રૂપ મીટિંગોનું આયોજન કરાયું છે. આ ઉપરાંત રિડેવલપમેન્ટની જાણકારી અને 2007ના પેકેજ પ્રમાણે રિડેવલપમેન્ટ કરી આપવા બાબતે 2 જુલાઈને શનિવારે રાત્રે 8.30 કલાકે સોલા હાઉસિંગ નારણપુરા ખાતે જાહેર સભા પણ યોજાશે.

હાઉસિંગ વસાહત મંડળ સભ્યોએ કહ્યું કે, હાઉસિંગ બોર્ડે 2016થી રિડેવલપમેન્ટ માટેની પોલિસી જાહેર કરી ત્યારથી આજ દિન સુધી ફક્ત એક સોસાયટીનું સફળ રિડેવલપમેન્ટ થયું છે. જોકે રિડેવલપમેન્ટ પહેલા ટાંકી પડવાથી બે વ્યક્તિના મૃત્યુ પણ થયા હતાં. ઘણી સોસાયટીના રહીશોએ તે પોલિસીને ધ્યાનમાં રાખીને રિડેવલપમેન્ટ માટે અરજી કરી છે.

નવા મકાનો પહેલાં રહીશોને ફાળવો પછી બિલ્ડરને
હાઉસિંગના સભ્યોની માગણી છેકે, નવા બનાવેલા મકાનોમાં વર્તમાન રહીશોને પ્રથમ ફાળવણી કરે અને પછી બિલ્ડર વધેલા મકાનોને વેચી શકે. માગણી સ્વીકારવામાં આવે તો જ રિડેવલપમેન્ટ ઝડપથી સફળ થઈ શકે તેમ છે. પરંતુ હાલમાં રિડેવલપમેન્ટના ટેન્ડરમાં જૂના અને નવા રહીશોના અલગ-અલગ મકાન બનાવવાની શરત રહીશોના હિતમાં નથી.

અન્ય સમાચારો પણ છે...