તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ડરના જરૂરી હૈ:દિવાળીના ઉત્સાહના ઉન્માદ બાદ કોરોના વિસ્ફોટ જેવી સ્થિતિ સર્જાતા અમદાવાદમાં જનતા કરફ્યૂ જેવી સ્થિતિ

અમદાવાદ5 મહિનો પહેલા
  • અમદાવાદમાં કોરોના બેકાબુ થતાં બેફામ બનેલા અમદાવાદીઓ કાબુમાં આવ્યા
  • અમદાવાદના રસ્તાઓ આપોઆપ સૂમસામ બન્યાં

અમદાવાદમાં ઘટતા જતાં કોરોનાના કેસોની વચ્ચે દિવાળીના તહેવારો દરમિયાન બેફામ બનેલા અમદાવાદીઓએ કોરોના ભૂલીને ખરીદી કરવા ઉમટી પડ્યાં હતાં. જેના કારણે છેલ્લા 48 કલાકમાં અમદાવાદમાં કોરોના વિસ્ફોટ જેવી સ્થિતિ સર્જાઈ રહી છે ત્યારે મીડિયા અને સોશિયલ મીડિયામાં આ અંગેના સમાચારો વાયરલ થતાં ડરી ગયેલાં અમદાવાદીઓ ઘરમાં ભરાઈ ગયાં હતાં. જેના કારણે શહેરમાં જનતા કરફ્યૂ જેવી સ્થિતિ ઉત્પન્ન થઈ છે.

કોરોના બેકાબુ થતાં અમદાવાદીઓ કાબુમાં
અમદાવાદમાં દિવાળીના તહેવાર પૂર્વે ખરીદી માટે બજારમાં લોકોની ભીડ જોવા મળી હતી. જેના લીધે કોરોનાના કેસોમાં ભારે વધારો થયો છે. રાજ્યમાં ફરીવાર એક હજાર કરતાં વધુ કેસ નોંધાયા. કેસની સંખ્યા વધવાથી લોકોની ચિંતાઓમાં પણ વધારો જોવા મળી રહ્યો છે. અમદાવાદમાં દિવાળી બાદ વધેલા કેસને જોતાં લોકો જ હવે સ્વયંભૂ સાવચેત થઈને ઘરમાં પુરાઈ ગયાં છે. છેલ્લા બે દિવસથી શહેરના રસ્તાઓ પર લોકોની ભીડમાં ભારે ઘટાડો જોવા મળ્યો છે. હાઈવે પર પણ લોકોની અવરજવર ઓછી થઈ ગઈ છે. કોરોનાના વધતાં કેસને કારણે લોકોમાં હવે ડર પ્રસર્યો છે. શહેરની હોસ્પિટલોમાં પણ હવે દર્દીઓને દાખલ કરવા માટે બેડ ખૂટી પડ્યાં છે. રોજ નવા વોર્ડની વ્યવસ્થા તંત્ર દ્વારા કરવામાં આવી રહી છે.

કોરોનાના ડરને કારણે જનતા કરફ્યૂની અસર દેખાઈ
અમદાવાદમાં છેલ્લા બે દિવસથી કોરોનાના કેસોમાં મોટો વધારો થયો છે. શહેરમાં ખાણીપીણીની જગ્યાઓ અને મુખ્ય રસ્તાઓ પર દેખાતી ભીડમાં પણ છેલ્લા બે દિવસથી મોટો ઘટાડો જોવા મળ્યો છે. વધતાં કેસને જોતાં લોકોને હવે કોરોનાનો ડર લાગ્યો છે. શહેરમાં કોરોના વિસ્ફોટના ડરના કારણે અમદાવાદ સહિતના શહેરમાં રસ્તાઓ અને બજારોમાં લોકોની અવર જવર ઓછી થઈ ગઈ છે. અમદાવાદના SG હાઈવે પર છેલ્લા બે દિવસથી ટ્રાફિકમાં ભારે ઘટાડો નોંધાયો છે. તે ઉપરાંત શહેરના જાણિતા ખાણીપીણીના સ્થાનો પર પણ ઓછી ભીડ જોવા મળી છે. હવે શહેરમાં સંક્રમણનો ડર એટલી હદે વધ્યો છે કે લોકોમાં જ સ્વયંભૂ જનતા કરફ્યૂની અસર દેખાઈ રહી છે.

કોરોનાની બીજી લહેરથી લોકો સાવધાન થયાં
રાજ્યમાં કોરોનાના સંક્રમણની બીજી લહેર હોવાનો મત અમદાવાદ સિવિલ હોસ્પિટલના સુપરીટેન્ડન્ટ પ્રભાકરે આપ્યો હતો. દિવાળી તહેવારોમાં મોટા ભાગના વિસ્તારોમાં લોકો બેદરકાર બની માસ્ક તેમજ સોશિયલ ડિસ્ટન્સ વગર ફરતા નજરે ચઢી રહ્યા છે. બાપુનગર, ત્રણ દરવાજા સહિતનાં બજારોમાં ખરીદી કરવામાં હજારોની સંખ્યામાં લોકો એકઠા થઈ રહ્યા છે, જેના કારણે હવે કોરોનાના કેસોમાં ઉછાળો જોવા મળી રહ્યો છે તેમજ કોરોના ટેસ્ટ માટે હજારો લોકો લાઈન લગાવી રહ્યા છે. આ ટેસ્ટમાં પોઝિટિવ આવનારા ઘણા લોકોને હોમ ક્વોરન્ટીન કરવામાં આવ્યા છે, તેની સાથે હવે હોસ્પિટલમા પણ કોરોનાના ગંભીર દર્દીઓ વધી રહ્યા છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

વધુ વાંચો