વિવાદ:સેટેલાઈટની જોધપુર પોલીસ સ્ટેશનની બહાર પ્રજા સમન્વય ચાલી રહ્યો હતો, ચોકીમાં મારામારી થઈ

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
સેટેલાઇટ પોલીસ સ્ટેશન - ફાઇલ તસવીર - Divya Bhaskar
સેટેલાઇટ પોલીસ સ્ટેશન - ફાઇલ તસવીર
  • પ્રેમલગ્ન કરનાર યુવક-યુવતીના પરિવારજનો વચ્ચે માથાકૂટ

એકબાજુ સેટેલાઈટ પોલીસ સ્ટેશનની બહાર પોલીસ-પ્રજા સમન્વયનો કાર્યક્રમ ચાલતો હતો, ત્યારે પોલીસ સ્ટેશનની અંદર આવેલી જોધપુર પોલીસ ચોકીમાં પ્રેમ પ્રકરણમાં ભાગીને લગ્ન કરી લેનારી છોકરી અને છોકરાના પરિવારના સભ્યો વચ્ચે મારા મારી થઇ હતી. છોકરીના સબંધીઓએ છોકરા અને તેની માતા સાથે મારા મારી કરી પોલીસને ધમકી આપી હતી.

વાસણા ગુપ્તાનગરમાં રહેતી રોશની અશોકભાઈ ખુમાણ 30 માર્ચ 2022ના રોજ ગુમ થઇ ગઈ હતી. જે અંગે સેટેલાઈટ પોલીસ સ્ટેશનમાં જાણવાજોગ નોંધાવવામાં આવી હતી. જેની તપાસ કરતા પોલીસને જાણવા મળ્યું હતું કે રોશનીએ ચિરાગ ઠાકોર સાથે લગ્ન કરી લીધા હતા. જેથી પોલીસે રોશની અને ચિરાગને જવાબ લખાવવા માટે 12 એપ્રિલે રાતે સેટેલાઈટ પોલીસ સ્ટેશનમાં આવેલી જોધપુર પોલીસ ચોકી ખાતે બોલાવ્યા હતા. જ્યાં પીએસઆઈ એ.આર.પ્રજાપતિની હાજરીમાં પોલીસ કર્મચારીઓ રાતે 8 વાગ્યે રોશની અને ચિરાગની પૂછપરછ કરી રહ્યા હતા.

સેટેલાઈટ પોલીસ સ્ટેશનની બહાર પોલીસ અને પ્રજાના સમન્વયનો કાર્યક્રમ ચાલી રહ્યો હતો, ત્યારે રોશનીની માતા લક્ષ્મીબહેન વીરજીભાઈ મેવાડા, સોનલબહેન અશોકભાઈ ખુમાણ અને કાંતિભાઈ વીરજીભાઈ મેવાડા જોધપુર પોલીસ ચોકીમાં આવ્યા હતા. તે ત્રણેય જણાં ચિરાગ અને તેની માતા ઉપર ગુસ્સે થઇ ગયા હતા અને તે બંને ઉપર હુમલો કર્યો હતો. જેથી પોલીસ કર્મચારીઓ તેમને પકડીને ચોકીની બહાર લઈ જવાનો પ્રયાસ કરી રહ્યા હતા, ત્યારે તેમણે ટેબલ ઉપર પડેલા તપાસના કાગળો નીચે ફેંકી દીધા હતા.

આ અંગે પોલીસ સ્ટેશનમાં કામગીરીમાં દખલ કરવા બદલ લક્ષ્મીબહેન, સોનલબહેન અને કાંતિભાઈ વિરુધ્ધ સેટેલાઈટ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી ત્રણેયની ધરપકડ કરી આગળની કાર્યવાહી કરી હતી.

અન્ય સમાચારો પણ છે...